રંગોળી ડિઝાઈન્સના આઈડીયા – આ ૫ સરળ રંગોળી બનાવીને ઘરની શોભા વધારો…

દીવાળી આવે એટલે માત્ર મીઠાઈઓ જ કે પછી ફટાકડાઓ જ ઘરમાં નથી આવતા પણ ઘરને સુશોભિત કરવા માટે તેમજ ઘરમાં હકારાત્મકતા લાવવા માટે સુંદર મજાની ભાતભાતના રંગોવાળી રંગોળી પણ પુરવામા આવે છે. થોડા વર્ષો પહેલાં શહેરોમાંથી રંગોળી ગાયબ થઈ ગઈ હતી. પણ ફરી પાછી રંગોળીનું કમબેક થયું છે અને હવે માત્ર મોટા ફળિયાવાળા ઘરોમાં જ રંગોળી નથી બનાવમાં આવતી પણ ફ્લેટમાં રહેતાં લોકો પણ રંગોળી માટે નાનકડી જગ્યા તો પોતાની બાલ્કની કે પછી લોબીમાં કરી જ લે છે.

image source

દીવાલી જેમ દીવડા, ફટાકડાં, નવા વસ્ત્રો તેમજ મીઠાઈઓ વગર સાવ જ અધૂરી છે તેવી જ રીતે રંગોળી વગર પણ ઘરમાં તમે ગમે તેટલા સુશોભનો લગાવી લીધા હોય તેમ છતાં ઘર આકર્ષક નથી લાગતું. પણ જો ઘરની બાલકીને કે પછી આંગણામાં રંગોળી બનાવામાં આવી હોય તો સાદામા સાદા ઘરની પણ શોભા તહેવારો દરમિયાન વધી જાય છે.

તો તમે પણ આ વર્ષે તમારા ઘરને રંગોળી વગરનું ન રાખો પણ સુંદર મજાની રંગોળી બનાવો અને જેમાં અમે તમને મદદ કરીશું. કારણ કે આજના આ લેખમાં અમે તમારા માટે સુંદર મજાની વિવિધ પ્રકારની રંગોળીઓ લઈને આવ્યા છે.

image source

અલ્પના રંગોળી (બંગાળની સ્પેશિયલ રંગોળી)

આ રંગોળી બંગાળની પરંપરાગતરંગોળી છે. તેને અલ્પના કહેવામાં આવે છે. મોટેભાગે આવી રંગોળીમાં વધારે રંગોનો ઉપયોગ નથી કરવામાં આવતો તે મોટે ભાગે સફેદ રંગની જ હોય છે. અને તેમાં કોઈ પણ જાતના કેમિકલવાળા રંગોનો ઉપયોગ નથી થતો.

image source

આ રંગોળી માટે જે સફેદ રંગ તૈયાર કરવામાં આવે છે તે ચોખાને વાટીને બનાવવામાં આવે છે. બંગાળમાં આવી રંગોળીને મહત્ત્વના તહેવારો જેવી કે દુર્ગા પુજા, દશેહરા, દીવાળી વિગેરેમાં ઘણી શુભ માનવામાં આવે છે. તેમાં રંગોળીના રંગીન રંગોનો ઉપયોગ કરીને તેને ઓર વધારે સુંદર બનાવી શકાય છે.

image source

ફ્રી હેન્ડ રંગોળી

સેંકડો વર્ષોથી રંગોળીને આ રીતે જ બનાવવામાં આવે છે. જો તમે તમારા હાથે રંગોળીના રંગીન પાઉડરને હાથેથી પાડીને સારી ડીઝાઈન આપી શકતાં હોવ તો તમે આ કામ ખુબ જ ઝડપથી અને સુંદર રીતે કરી શકશો. તેના માટે બજારમા તમે માગો તેવા રંગો મળી રહે છે. અને તે જ રંગોની મદદથી તમે કોઈ પણ ડીઝાઈનવાળી રંગોળી બનાવી શકો છો.

image source

જેમ કે મોટું ફુલ, અથવા તુલસી ક્યારો, અથવા તો પછી કળા કરતો મોર, વીગેરે.
જો તમે હાથેથી રંગોળીનો રંગ ન પડી શકતાં હોવ તો જે લોકો રંગોળીના રંગો વેચે છે તેઓ રંગોળી સ્પ્રેડ કરવાનું સાધન પણ રાખતાં હોય છે જેનાથી એકધારા રંગો પડે છે.

ફુલોની રંગોળી

ફુલોની રંગોળીથી સમગ્ર ઘર મહેકી ઉઠે છે અને તેની મહેકના કારણે ઘરમાં એક અલગ જ ઉત્સાહનો માહોલ છવાઈ જાય છે. હવે તહેવાર જો હોય તો ઉત્સાહ પણ તો હોવો જ જોઈ. સામાન્ય રીતે જ્યારે ક્યારેય પણ ફુલોની રંગોળી બનાવવામાં આવે છે ત્યારે તેમાં મુખ્યત્વે ગલગોટા, ગુલાબ અને ચમેલીના ફુલનો જ ઉપયોગ કરવામાં આવે છે પણ તમે તે સિવાયના ફુલોનો ઉપયોગ કરીને તમારી રંગોળી બધા કરતાં અલગ બનાવી શકો છો.

image source

ફુલોની રંગોળી તમે ફુલોની પાંખડીઓ તેમજ આખા ફુલ સાથે પણ બનાવી શકો છો. તેને તમે જમીન પર છુટ્ટા પાંદડા કે ફુલો પાથરીને પણ બનાવી શકો છો. અથવા તો દોરા વડે તેનો એક નાનકડો ગાલીચો પણ બનાવી શકો છો. તેમ કરવાથી રંગોળી વિખાઈ જવાનો ભય નહીં રહે.

image source

રેડીમેડ રંગોળી

આ પ્રકારની રંગોળી બજારમાં ઉપલબ્ધ હોય છે. તેમાં સુશોભિત કરેલા નાના ટુકડાઓ કે જે વિવિધ આકારો જેવા કે કેરી, કુંભ, પર્ણ દીવા, ચકતી, ચોકોર, ત્રીકોણ વિગેરેમાં આવે છે. તેની સાથે તેની નીચે તેને ચોંટાડવાનું દ્રવ્ય પણ લગાવવામા આવ્યું છે તેનો ઉપયોગ કરીને તમે રેડીમેડ રંગોળી પણ તમારા ઘરની બાલકની કે પછી ઘરના ઓટલા પર લગાવી શકો છો. આ પ્રકારની તૈયાર રંગોળી તમને વુડન, મેટલ તેમજ પ્લાસ્ટિક મટીરીયલમાં મળે છે.

image source

આ ઉપરાંત જે લોકો રંગો વહેંચે છે તેમની પાસે એક તૈયાર રંગોળીનું કાણા પાડેલું પેપર પણ મળે છે. જેમાં તમારે વધારે મહેનત નથી કરવી પડતી. પણ તેને તમારી બાલકની કે પછી ફળિયામાં જ્યાં રંગોળી પુરવા માગતા હોવ ત્યાં ચત્તુ મુકી દેવું અને તેના પર વ્હાઇટ રંગ નાખી દેવો. અને પેપર પર હળવા હાથે તે વ્હાઇટ રંગ ફેલાવી દેવો. હવે હળવા હાથે થોડી કાળજી રાખીને તે પેપર ઉઠાવી લેવું અને તેમાંથી વધારાનો રંગ બહાર ન પડે તે ધ્યાન રાખવું.

 

image source

આમ કરતાં જ તમને એક ડોટ્સવાળી રંગોળી દેખાશે. હવે તેને તમારે વ્હાઇટ રંગથી જ બધા ડોટ્સ કનેક્ટ કરી દેવા. અને જે રંગોળી બને તેમાં તમારી પસંદગીના રંગો પુરી દેવા. બાળકો માટે આ પ્રકારનું રંગોળી આર્ટ ઘણું સારું રહે છે કારણ કે તેઓ તેમા જાતે જ રંગ પુરી શકે છે.

 

image source

વોટર રંગોળી (તરતી રંગોળી)

આ રંગોળી તમારા આંગણા કે તમારી બાલ્કનીની શોભા નથી વધારતી પણ તે તમારા ઘરના ખૂણા કે પછી ટીપોઈ કે પછી ડાઈનીંગ ટેબલની શોભા વધારે છે. તેમજ તેને તમે દીવાન ખંડના સેન્ટરમાં અથવા ત્યાં રાખવામા આવેલા નાનકડા ટેબલ પર પણ મુકી શકો છો. આવી રંગોળી બે પ્રકારની હોય છે રેડીમેડ અને એક જાતે  બનાવવાની જેને તમે ફુલો તેમજ રંગોથી બનાવી શકો છો.

 

image source

આ રંગોળી પાણીમાં બનાવવામાં આવે છે જે તમને બજારમાં તૈયાર જ મળે છે. તેના માટેની ફ્લોટીંગ ડેકોરેટીવ વસ્તુઓ તમને બજારમાં મળી જશે અને તે તમે ઘરે લાવીને તમારી સુજબુજથી સુંદર રીતે ગોઠવી શકો છો. આ સિવાય તમને તૈયાર ફ્લોટીંગ રંગોળી મળે છે જેમાં તમારે કશું જ નથી કરવાનું હોતું. પણ એક સુંદર મજાનો મોટો કાચનો બોલ લેવાનો હોય છે તેમાં પાણી ભરવાનું હોય છે અને તેના પર આ તૈયાર રંગોળીને મુકી દેવાની હોય છે. તે તેના પર તરવા લાગે છે.

 

image source

જો કે તમે તેમાં એક ટ્વીસ્ટ એ લાવી શકો કે તમે તમારી રંગોળી જે રંગની છે તેના કોન્ટ્રાસ્ટમાં પાણીના રંગને બદલી શકો છો જેથી કરીને તે ઓર વધારે આકર્ષક લાગે . જેમ કે તમારી પાસે લાલ રંગની ફ્લોટીંગ રંગોળી છે તો તમે લીલા પાણી પર તેને તરતી રાખી શકો અથવા મેજેન્ટા રંગની હોય તો તેને તમે પિળા પાણી પર તરતી કરી શકો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ