નીતા અને મુકેશ અંબાણીની વહુ શ્લોકા મહેતાની આ ૪ મોંઘી વસ્તુઓ જોઈને તમે મોંમાં આંગળા નાંખી દેશો..

અંબાણી વહુ શ્લોકા મેહતા ધરાવે છે આ અત્યંત એક્સપેન્સિવ વસ્તુઓ, તેની કીંમત જાણી તમારી આંખો પહોળી રહી જશે.

image source

અંબાણી કુટુંબની જ્યારે જ્યારે વાત નીકળે ત્યારે ત્યારે સૌ પ્રથમ તો તેમનો રૂપિયો જ લોકોના મનમાં આવતો હોય છે. જેમાં કશું જ અસામાન્ય નથી. એમ પણ મુકેશ અંબાણી એશિયાના સૌથી ધનિક વ્યકત્તિ છે તો વાત તો તેમની જાહોજલાલીની જ થવાની હોય ! અને આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે શ્લોકા મેહતા અંબાણી એટલે કે મુકેશ-નીતા અંબાણીના મોટા દીકરા આકાશ અંબાણીની પત્નીની. શ્લોકા મેહતા વિશ્વની કેટલીક સૌથી મોંઘી વસ્તુઓ પોતાની પાસે ધરાવે છે.

image source

શ્લોકા મેહતા જ્યારે ક્યારેય પણ જાહેરમાં જોવા મળે પછી તે પોતાના પતિ સાથે હોય, પોતાની સાસુ સાથે હોય પોતાની નણંદ સાથે હોય કે પછી પોતાના મિત્રો સાથે હોય કે સમગ્ર કુટુંબ સાથે હોય ત્યારે તેની તસ્વીરો વાયુ વેગે સોશિયલ મિડિયા પર શેર થવા લાગે છે. આમ તો તેણી પોતાના લૂકને હંમેશા હળવો જ રાખે તેમજ તેની વસ્ત્રોની પસંદગી પણ ઘણી એલિગન્ટ હોય છે. પણ તેને જે વસ્તુનો સૌથી વધારે શોખ હોય તો તે છે તેની મોંઘેરી વસ્તુઓ.

image source

શ્લોકા 300 કરોડ રૂપિયાના ડાયમન્ડ નેક્લેસથી લઈને હર્મેસની લાખો રૂપિયાની બેગ્સ ધાવે છે તો ચાલો જાણીએ તેની પાસે બીજી કઈ કઈ મોંઘેરી વસ્તુઓ છે.

સેંકડો કરોડોનો ડાયમન્ડ નેકલેસ

image source

એક એવી પણ વાત સાંભળવા મળી છે કે શ્લોકા પાસે 300 કરોડ રૂપિયાનો ડાયમન્ડનો હાર છે. તેણીને આ ભેટ તેણીની સાસુ નીતા અંબાણીએ તેણીના લગ્નમાં આપી હતી. L’incomparable ડાયમન્ડ નેકલેસ લેબનોનની એક જ્વેલેરી બ્રાન્ડ મોઉવાદ દ્વારા બનાવવામાં આવે છે. તેઓ અત્યંત સુંદર ડાયમન્ડ નેકલેસની રેન્જ ધરાવે છે. એવું કહેવાય છે કે આ ડાયમન્ડ્સના કટ તેમજ તેની ડીઝાઈન સર્વોત્તમ છે અને તેની કોપી થઈ શકે તેમ નથી કે પછી તેને ફરીવાર બનાવી પણ ન શકાય. આ ઉપરાંત પણ તેણી અન્ય લાખોની જ્વેલરી પણ ધરાવે છે.

બ્રાન્ડેડ હેન્ડબેગ્સનું કલેક્શન

image source

શ્લોકા મેહતા પાસે મસ મોટું લક્ઝરી બ્રાન્ડની હેન્ડબેગ્સનું કલેક્શન છે જેમાં એરમેસ, ગોયાર્ડ, ગુચી જેકી, શેનેલ વિગેરે બ્રાન્ડની હેન્ડબેગ્સ છે જેની કીંમત લાખોમાં છે. તાજેતરમાં તેણીને એક એરમેસ બેગ સાથે જોવામાં આવી હતી. જે ઓરેન્જ પોપી એવરગ્રેઇન લૈધર કોન્સ્ટન્સની હતી. તેણીની આ એરમેસ બેગમાંના જે હાર્ડવેર એટલે કે તેની ચેઈન તેના બકલ વિગેરે ગોલ્ડના હતાં જેની કીંમત હતી 6.6 લાખ રૂપિયા ! અને આ તો આપણે માત્ર એક જ બેગની વાત કરી રહ્યા છે આવી મોંઘેરી બેગ્સનું તો તેની પાસે મોટું કલેક્શન છે જેની કીંમત લાખો રૂપિયામાં પહોંચતી હશે.

મોંઘેરી કારોનું કલેક્શન

image source

મુકેશ-નીતા અંબાણીની વહુ શ્લોકા મેહતા પોતાના ગેરેજમાં ઘણી રેર જોવા મળતી કારો ધરાવે છે. એક જાણકારી મુજબ તેણી પાસે તેની પોતાની જ પાંચ પર્સનલ કાર્સ છે. જે કોઈ સામાન્ય બ્રાન્ડ્સની નહીં પણ મર્સીડીઝ, બીએમડબલ્યું, બેન્ટેલી, ઓડી વિગેરેની છે. તેણીએ થોડા સમય પહેલાં જ બેન્ટલીનું બ્રાન્ડ ન્યુ મોડેલ ખરીદ્યું હતું જેની લગભગ કીંમત 4 કરોડ રૂપિયાની છે અને આ પ્રકારની તેની પાસે કરોડોની ગાડીઓનું કલેક્શન છે. અને કેમ ન હોય તે મુકેશ અંબાણીની વહુ તો છે જ પણ તેણી એક ડાયમન્ડ વેપારીની દીકરી પણ છે.

શ્વેતાનો બ્રાન્ડેડ હીલ્સ પ્રત્યેનો પ્રેમ

image source

શ્વેતાને હીલ્સ પહેરવી બહુ ગમે છે પણ જેવી તેવી હીલ્સ નહીં પણ ઇન્ટરનેશનલ બ્રાન્ડની હીલ્સ. શ્વેતા બ્રાન્ડેડ હીલ્સનું મોંઘેરુ કલેક્શન ધરાવે છે જેમાં દુનિયાની ખ્યાતનામ બ્રાન્ડ્સનો સમાવેશ થાય છે. તેની એક એક હીલની જોડીની કીંમત 50 હજાર કરતાં પણ વધારે છે. જો તમને યાદ હોય તો યુવરાજ સિંહે જ્યારે રિટાયરમેન્ટની પાર્ટી આપી હતી તે વખતે તેણે સ્કર્ટ-ટોપ સાથે સુંદર હીલ – બટરફ્લાય હીલ પહેરી હતી. અને મિડિયામાં તરત જ તેની આ બટરફ્લાય હીલ્સ વાયરલ થઈ ગઈ હતી.

image source

તેણીએ આંતરરાષ્ટ્રિય શૂઝ બ્રાન્ડ સોફિયા વેબ્સ્ટરની આઈકોનીક બટરફ્લાય હીલ્સ પહેરી હતી. તેણે આ હીલ્સ સિલ્કની ફ્રીલ્ડ મેક્સી સાથે પહેરી હતી. તેણીની આ હીલ્સ 50 હજાર રૂપિયા કરતાં પણ વધારે કીંમતની હતી. આવા બ્રાન્ડેડ શૂઝ તો તેની પાસે કેટલીએ વેરાયટીના અને કેટલીએ બ્રાન્ડના છે.

image source

શ્લોકા મેહતાને આપણે ભલે ખાસ કરીને મુકેશ અને નીતા અંબાણીની વહુ તરીકે જ જાણતા હોઈએ પણ તેણીના પિતા પણ મુંબઈના એક જાણીતા બિઝનેસ ટાઇકુન છે. અને તેણી એક સ્વતંત્ર સ્ત્રી પણ છે. તેણી પોતાના પિતાની કંપની રોઝી બ્લુ ડાયમન્ડ્સની ડીરેક્ટર પણ છે અને કનેક્ટ ફોર નામની સંસ્થાની સહસંસ્થાપક પણ છે. તેણીની આ સંસ્થા વિવિધ એનજીઓ સાથે જોડાયેલી છે. અને શ્લોકાને બિઝનેસ કરતાં આ ફિલ્ડમાં વધારે રસ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ