આ 5 હિરોએ લગ્ન કર્યા છે પોતાનાથી અડધી ઉંમરની યુવતી સાથે, સંબંધ નિભાવ્યો છે પ્રેમથી
જીવનમાં એક વળાંક એવો આવે છે જ્યારે કોઈ તમારા દિલને સ્પર્શી જાય છે અને તમને પ્રેમનો અનુભવ કરાવે છે.
પ્રેમ થવાની કોઈ ઉંમર નથી હોતી. પ્રેમ કોઈપણ ઉંમરે થઈ શકે છે. પ્રેમ કોઈપણ દર્દની દવા બની જાય છે અને જીવનને બદલી નાંખે છે.
પ્રેમને કોઈ ઉંમર નડતી નથી તેવામાં લગ્ન કરવા માટે ઉંમરની બાધા ઊભી કરવી જોઈએ?
જવાબ ના હોય છે. જો તમે એકબીજાને પસંદ કરો છો અને તમારા સંબંધોને આગળ વધારવા માંગતા હોય તો આવી સ્થિતિમાં તમારે ઉંમરને અવગણી આગળ વધવું જોઈએ.
ઘણા લોકો સમાજમાં એવા હોય છે પણ ખરા જેઓ પોતાના કરતા મોટી ઉંમરની વ્યક્તિ સાથે લગ્ન કરે છે અને ખુશ પણ રહે છે
બોલિવૂડના આવા ઘણા કલાકારો અને અભિનેત્રીઓ છે જેમણે પોતાનાથી મોટી વયના પાર્ટનર સાથે લગ્ન કર્યા હોય.
આ યાદીમાં દિલીપ કુમાર અને સાયરા બાનુ, રાજેશ ખન્ના અને ડિમ્પલ કાપડિયા જેવા કલાકારોનો સમાવેશ થાય છે.
સૈફ અલી ખાન અને કરીના કપૂરની જોડી પણ આમાંથી એક છે. બંને વચ્ચે ઉંમરનો ઘણો તફાવત છે.
સંજય દત્ત અને માનતા દત્તે પણ આવી જ જોડીમાંથી એક છે. અહીં એ પણ સમજવું જરૂરી છે કે યુગલો વચ્ચે ઉંમરનો તફાવત વધારે હોય તો તેઓ સંબંધમાં સફળ થતા નથી તેવું નથી હોતું.
આ વાત બોલિવૂડના આ પાંચ સ્ટાર્સના જીવન પરથી જાણી શકાય છે.
આ બોલિવૂડના 5 કપલ જેમની વચ્ચે ઉંમરનો છે મોટો તફાવત
1. રાજેશ ખન્ના અને ડિમ્પલ કાપડિયા
જ્યારે રાજેશ ખન્ના 33 વર્ષના હતા ત્યારે ડિમ્પલ તેના પ્રેમમાં પડી હતી. તે સમયે તેણીની ઉંમર 16 વર્ષની હતી.
પરંતુ જ્યારે ડિમ્પલ 18 વર્ષની થઈ ત્યારબાદ તેમણે લગ્ન કર્યા. આ લગ્ન દરમિયાન ડિમ્પલ તેની પહેલી બોલિવૂડ ફિલ્મ ‘બોબી’નું શૂટિંગ પણ કરી રહી હતી.
2. દિલીપકુમાર અને સાયરા બાનુ
બોલીવુડના પહેલા સુપરસ્ટાર દિલીપ કુમારે પણ 1966 માં તેમનાથી અડધી ઉંમરની છોકરી સાથે લગ્ન કર્યા.
તે દરમિયાન દિલીપકુમાર 44 વર્ષના હતા જ્યારે સાયરા બાનુ માત્ર 22 વર્ષના હતા. લગ્નના આટલા વર્ષો પછી પણ બંને વચ્ચેનો પ્રેમ ઓછો થયો નથી.
3. મિલિંદ સોમન અને અંકિતા કુંવર
મોડેલ મિલિંદ સોમનએ તેનાથી 25 વર્ષ નાની અંકિતા કુંવર સાથે લગ્ન કર્યા. આ બંનેના લગ્ન ખૂબ જ ચર્ચામાં પણ રહ્યા હતા.
સોશિયલ મીડિયા પર લોકો આ બંનેની જોડીને ખૂબ પસંદ કરે છે.
4. સંજય દત્ત અને માન્યતા
માન્યતા સંજય દત્તની ત્રીજી પત્ની છે. બંને વચ્ચે 19 વર્ષનો તફાવત છે. સંજયના દરેક સુખ અને દુ: ખમાં માન્યતા તેની સાથે રહે છે.
આ બંનેની જોડીને પણ ખૂબ પસંદ કરવામાં આવી છે.
5. સૈફ અલી ખાન અને કરીના કપૂર
સૈફ અલી ખાને પહેલા પોતાનાથી 12 વર્ષ મોટી અમૃતા સિંહ સાથે લગ્ન કર્યા. ત્યારબાદ બંને અલગ થયા અને પછી.
સૈફ અલીએ પોતાના કરતા 10 વર્ષ નાની કરીના કપૂર સાથે લગ્ન કર્યા. આજે તે બંનેનો તૈમૂર નામનો દીકરો છે જે પોતાના માતાપિતાની જેમ જ લોકપ્રિય છે.
રિલેશનશિપની ટીપ્સ
– સંબંધમાં બે વ્યક્તિની ઉંમર ગમે તે હોય પરંતુ સંબંધ વિશ્વાસ પર આધારીત હોવો જોઈએ. સારા સંબંધ માટે એકબીજા પર વિશ્વાસ રાખવો મહત્વપૂર્ણ છે. કોઈ પણ સંબંધને તોડવામાં શંકા મહત્વનો ભાગ ભજવે છે.
– જો તમારા અને તમારા જીવનસાથી વચ્ચે પણ ઉંમરનું અંતર હોય તો તમારે એવી કાળજી લેવી કે જેમાં તમારા જીવનસાથીને ક્યારેય ઉંમરના તફાવતનો અનુભવ ન થાય.
– ઉંમરના અંતરના કારણે તમારી ઇચ્છાઓ અને અપેક્ષાઓ તમારા જીવનસાથી કરતાં અલગ હોઈ શકે છે. આવી સ્થિતિમાં જીવનસાથીની દરેક પસંદગીની કાળજી લેવી પણ જરૂરી છે. જેથી તેઓને ઉંમરનું અંતર ખટકે નહીં.
– તમારા સંબંધોને એટલા મજબૂત બનાવો કે તમે સહજતાથી તમારા જીવનસાથીની સામે મુક્તમને વાત કરી શકો. પરંતુ ધ્યાનમાં રાખો કે તેનાથી પાર્ટનરનું અપમાન ન થાય.
– તમારા જીવનસાથીથી કોઇપણ વાત છુપાવો નહીં. છુપાવેલી વાત સામે આવવાથી વય અંતરાલના કારણે વધારે તકલીફ કરાવશે. વાત છુપાવવાથી વિશ્વાસ પણ ગુમાવી દેવાનો વારો આવી શકે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ