તારક મહેતા…સિરિયલ શરૂ કરવા પાછળ આ વ્યક્તિનો છે મોટો હાથ, 22 વર્ષ પહેલા આપ્યો હતો આઇડિયા, જાણો આખરે કેટલા વર્ષો પછી ટીવી પર આવ્યો શો

Taarak Mehta Ka Ooltah Chashmah : જેઠાલાલ, દયાબેન, તારક મહેતા, અંજલી ભાભી, અય્યર, બબીતા, ડોકટર હાથી, કોમલ ભાભી, પોપટલાલ, આત્મારામ ભીડે તારક મહેતા ક ઉલ્ટા ચશ્માના આ કેરેક્ટરો લગભગ દરેક ભારતીયોને યાદ છે. પરંતુ ઘણા ખરા લોકોને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah) શો શરૂ કઈ રીતે થયો હતો એ નથી જાણતા.

image source

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો હાલ ભારતના સૌથી લોકપ્રિય શો પૈકી એક ગણાય છે. ટીઆરપીની રેસમાં સૌથી આગળ રહેતા તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનાં શો શરૂ થયાને લગભગ 22 વર્ષ જેટલો સમય વીતી ગયો છે. જેઠાલાલ, દયાબેન, તારક મહેતા, અંજલી ભાભી, અય્યર, બબીતા, ડોકટર હાથી, કોમલ ભાભી, પોપટલાલ, આત્મારામ ભીડે તારક મહેતા ક ઉલ્ટા ચશ્માના આ કેરેક્ટરો લગભગ દરેક ભારતીયોને યાદ છે. પરંતુ શું તમે એ જાણો છો કે આ શો ની શરૂઆત કઈ રીતે થઈ ? અસિત મોદીએ આ બાબતે જણાવ્યું હતુ કે તેમને આ શો બનાવવાનો આઈડિયા કઈ રીતે આવ્યો ? અસિત મોદીનો એક ખાસ મિત્ર હતો અને તેના કારણે જ તેમને તારક મહેતા ક ઉલ્ટા ચશ્મા શો બનાવવાનો વિચાર આવ્યો હતો.

image source

શો “શ્રીમાન જી, શ્રીમતી જી” તો તમને યાદ હશે જ. આ શો ના મુખ્ય પાત્ર એવા કેશવ કુલકર્ણી જેનું ઉપનામ કેશુ પણ હતું. તેણે અસિત મોદીને તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનાં કોન્સેપ્ટનો આઈડિયા આપ્યો હતો. હા, શ્રીમાન જી શ્રીમતી જી, શો ના એકટર જતીન કનકીયા કે જેને કોમેડી પ્રિન્સના નામથી પણ ઓળખવામાં આવે છે તેઓએ ગુજરાતી પ્લેઝ સિવાય ટીવી શો અને ફિલ્મોમાં પણ ખૂબ કામ કર્યું છે. અને સાથે ક શ્રીમાન જી શ્રીમતી જી થકી ઘણી લોકપ્રિયતા પણ મેળવી છે.

image source

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનાં પ્રોડ્યુસર અસિત મોદીએ આ બાબતે ખુલાસો કર્યો હતો અને જણાવ્યું હતું કે જતીને વર્ષ 1998 માં મને આ આઈડિયા આપ્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે જતીનને લોકોને હસાવવું સારું લાગતું હતું. એટલા માટે તે તેના પર કામ કરતો હતો. તેઓ એપીજે અબ્દુલ કલામને ફોલો કરતા હતા. અસીતે જણાવ્યું હતું કે તે ડેલી બેઝિસ પર એક શો શરૂ કરવા ઇચ્છતા હતા જે કૉમેડિનપર આધારિત હોય પરંતુ તે સમયે તેમને કોઈ આઈડિયા નહોતો આવ્યો. તેવામાં જતીન કનકીયા તેની પાસે આવ્યા અને તેમની મુશ્કેલીનો હલ કાઢ્યો હતો.

image source

અસિત મોદીએ જણાવાયું હતું કે તે સમયે જતીન સાથે એક શો હમ સબ એક હૈ પર કામ કરી રહ્યા હતા. ત્યારે તેણે આ આઈડિયા અસિત મોદી સાથે આ આઈડિયા શેયર કર્યો હતો. જતીને જણાવ્યું હતું કે લેજેન્ડ રાઇટર અને કોલમિસ્ટ દુનિયાને ઊંધા ચશ્મા છે તેને અડોપ્ટ કરી શકાય છે. અસિતને આ આઈડિયા બહુ પસંદ આવ્યો અને ત્યારબાદ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો ની શરૂઆત થઈ અને શો પર કામ કરવાનું શરૂ કર્યું.

image source

શો બનાવતા સમયે અસિત મોદીને ઘણી મુશ્કેલીઓ આવી હતી. આ દરમિયાન અસિત મોદી ઘણી અલગ અલગ ચેનલ પાસે આ શો નો કોન્સેપ્ટ લઈને ગયા હતા પરંતુ ત્યારે બધી ચેનલોએ તેના આ કોન્સેપ્ટને રદ્દ કરી દીધો.હતી. પછી અંતે સબ ટીવીને અસિત મોદીના આ શો માં રસ જાગ્યો અને તેણે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના પ્રોડ્યુસર સાથે હાથ મિલાવ્યા. આજે હવે આ શો દર્શકોનો લોકપ્રિય શો બની ગયો છે અને ઘરે ઘરે જોવાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!