કેનાડાના ડોક્ટર્સની પ્રામાણિકતા તો જુઓ, પગાર વધારાનો કર્યો વિરોધ !

કેનાડાના ડોક્ટરોએ પ્રામાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પુરું પાડ્યું.

આપણા ભારતમાં અવારનવાર હોસ્પિટલો કે બેન્ક કર્મચારીઓ કે પછી સરકારી શીક્ષકો પોતાના પગારવ ધારાના મુદ્દાને લઈને હડતાલ પર ઉતરી જતાં હોય છે અને સમગ્ર વ્યવસ્થા ખોરવી નાખતા હોય છે.

જ્યારે હોસ્પિટલના ડોક્ટરો હડતાલ પર જતાં હોય છે ત્યારે એવું પણ ઘણીવાર જોવા મળ્યું છે કે લોકોને પ્રાથમિક સારવાર પણ પુરી પાડવામાં નથી આવતી અને તે લોકો પોતાની જિદને વળગી રહે છે.

પણ હાલ કેનેડામાં કંઈક અલગ જ અને અતિ માનવિય બાબત જોવા મળી છે. ત્યાંના ડોક્ટરોએ પોતાના પગાર વધારાનો વિરોધ કર્યો છે. કેનેડાના લગભગ 500 ડોક્ટરો પોતાના પગાર વધારાના વિરોધ માટે એકઠા થયા છે.

વોશિંગ્ટન પોસ્ટના અહેવાલ પ્રમાણે કેનેડાના 500 ડોક્ટરોએ ઓનલાઈન અરજી કરી છે, જેમાં તેમણે પોતાના પગાર વધારાને લઈને વિરોધ જાહેર કર્યો છે. ડોક્ટરો જણાવે છે કે તેમને પહેલેથી જ પુરતું વેતન મળી રહ્યું છે અને તેમને પગાર વધારાની કોઈ જ જરૂર નથી. આ ડોક્ટરો ક્યુબેક પ્રાંતના છે.

ડોક્ટરોએ ઓનલાઈન પગાર વધારાની કરેલી વિરોધની અરજીમાં તેમના આ વિરોધનું વિસ્તૃત કારણ પણ દર્શાવ્યું છે. તેઓ જણાવે છે, “અમે ક્યુબેકના ડોક્ટરો છીએ અમારા મેડિકલ ફેડરેશન દ્વારા જે પગાર વધારો કરવામાં આવ્યો છે તેનો અમે વિરોધ કરીએ છીએ. અમારો પગાર અગાઉથી જ પુરતો છે. પણ અમારી સાથે કામ કરતાં સ્ટાફની સ્થિતિ બરાબર નથી. દર્દીઓ પણ તેનાથી ખુશ નથી. અને આવા સંજોગોમાં અમારો પગાર વધારો થાય તે યોગ્ય પગલું નથી.”

ડોક્ટરો સાથેનો મદદનીશ સ્ટાફ જેમાં નર્સોનો સમાવેશ થાય છે તેઓ પણ પોતાના કામના કલાકોને લઈને હંમેશા સ્ટ્રેસમાં રહે છે. આ બાબતનો પણ અરજીમાં સમાવેશ કરતાં જણાવ્યું છે, “જો અમારો મદદનીશ સ્ટાફ ખુશ રહેશે, અમારા દર્દીઓ ખુશ રહેશે તો અમને વધારે સંતોષ થશે. અને આ સંતોષ અમને પગાર વધારાથી મળનાર નથી. અમે ઇચ્છીએ છીએ અમારા પગાર વધારાની જગ્યાએ દેશની સ્વાસ્થ્ય સેવાઓમાં તેનો ઉપયોગ કરી સુધારો લાવવાની જરૂર છે.”

ડોક્ટરોના આ વિરોધના જવાબમાં કેનેડાના સ્વાસ્થ્ય મંત્રી ગેટન બોરેટે નિવેદન આપ્યું છે, “જો ડોક્ટરોને લાગતું હોય કે તેમને વાસ્તવમાં વધારે પડતો પગાર મળી રહ્યો છે, તો તેઓ તે નાણાને જતા કરી શકે છે, અમે તેમને ખાતરી આપીએ છીએ કે તે નાણાનો ઉપયોગ યોગ્ય રીતે કરવામાં આવશે.” સ્વાસ્થ્ય મંત્રીએ વધારામાં ઉમેર્યું હતું કે મંત્રાલય પાસે જરૂરી કામ માટે નાણા છે પણ તે પુરતા નથી.

આજના યુગમાં વળી કોણ પગાર વધારાને ના કહેતું હશે. કેનેડાના આ ડોક્ટર્સે ખરેખર ડોક્ટર બનતી વખતે લીધેલી ઓથને નીભાવી જાણી છે.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ