ફણગાવેલા અનાજના આ હેલ્થ બેનિફિટ્સ જાણી તમે હમણા જ કઠોળ પલાળવા ઉભા થઈ જશો.

રોજ એક મુઠ્ઠી ફણગાવેલું કઠોળ-અનાજ ખાઓ અને અનેક રોગોથી દૂર રહો, સંપૂર્ણ જીવન સ્વસ્થ રહો.

આપણા ઘરમાં મગ ન હોય એવું બને જ નહીં અને જો મગ ન હોય તો મગની દાળ તો ઘરમાં હોય છે. સામાન્ય રીતે મોટા ભાગના ઘરોમાં ખીચડી મગની દાળની જ બનતી હોય છે. ઘણા લોકો મગ કે મગની દાળ અને તેની વાનગીઓ હોંશે હોંશે ખાય છે તો કેટલાક તેને બિમારીનું ખાવાનું ગણી નાક ચડાવે છે. પણ તે ખરેખર બિમારીનો ખોરાક નહીં પણ બળુકાઓનો ખોરાક છે.

સામાન્ય રીતે તમે જોયું જ હશે કે જ્યારે કોઈ બિમાર વ્યક્તિ લાંબી માંદગીમાંથી ઉભું થતું હશે ત્યારે તેને મગનું પાણી પીવડ઼ાવવામાં આવે છે કારણ કે તેનથી તેના શરીરમાં શક્તિ આવે છે. તમે જોયું હશે કે જૈન લોકો જ્યારે પર્યુષણ દરમિયાન અઠ્ઠાઈ કરે છે ત્યારે તેમના પારણા મગના પાણીથી કરાવવામાં આવે છે. તેની પાછળ કારણ એ છે કે તેમાંથી માણસના શરીરને શક્તિ મળે છે.

તો આજે આપણે જાણીશું ફણગાવેલા અનાજના લાભ વિષે.

હાડકાં બને છે મજબુત

રોજ એક વાટકી મિક્સ ફણગાવેલું કઠોળ ખાવાથી તમારા હાડકા મજબુત બને છે. ફણગાવેલા અનાજમાં ભરપુર પ્રમાણમાં કેલ્શિયમ હોવાથી તે તમારા હાડકાને મજબુત બનાવે છે.

બોડી ડિટોક્સિફાઈ થાય છેઃ

નિયમિત ફણગાવેલા અનાજ ખાવાથી તમારા શરીરમાં રહેલા નુકસાન કારક એસિડ બહાર નીકળી જાય છે અને તમારા શરીરમાંથી કૂદરતી રીતે જ બધા ઝેરી તત્ત્વો બહાર નીકળી જાય છે.

ઉર્જાનો ઉત્તમ સ્ત્રોતઃ

મિક્સ સ્પ્રાઉટમાં વિટામિન એ, સી, બી-6 અને કે પુષ્કળ પ્રમાણમાં હોય છે અને તેની સાથે સાથે શરીરને ઉપયોગી એવા ખનીજ તત્ત્વો જેવા કે ફોસ્ફરસ, મેગ્નેશિયમ, કેલ્શિયમ અને પોટેશિયમ નું પ્રમાણ પણ ખુબ હોવાથી તે તમારા શરીરને ઉર્જાવંત બનાવે છે.

સ્વસ્થ પાચનતંત્રઃ

સ્પ્રાઉટ એટલે કે ફણગાવેલા કઠોળ અથવા અનાજમાં ફાઈબરનું પ્રમાણ ભરપુર હોય છે તેને નિયમિત ખાવાથી તમારી પાચનશક્તિ મજબુત બને છે અને તમારું પાચનતંત્ર સામાન્ય બને છે. તે તમને પેટના રોગોથી દૂર રાખે છે.

આંખ,વાળ અને મસલ્સ માટે લાભપ્રદઃ

આગળ જણાવ્યું તે પ્રમાણે ફણગાવેલા કઠોળમાં પુષ્કળ પ્રમાણમાં પ્રોટિન હોવાથી તે તમારા વાળ, આંખો અને તમારા સ્નાયુઓ માટે ખુબ જ લાભકારક છે. તે તમારી રોગપ્રતિકારક શક્તિ પણ મજબુત બનાવે છે.

My eye

ચરબીને કાબુમાં રાખે છેઃ

ફણગાવેલા કઠોળ ઉર્જાનો એક ઉત્તમ સ્ત્રોત હોવાની સાથે સાથે તેમાં કોઈ પણ જાતની ચર્બી નહીં હોવાથી તે તમને ઉર્જાતો આપે છે પણ તેના સેવનથી તમારા શરીરમાં કોઈપણ જાતની ચરબી નથી જતી.

તેના આ ગુણના કારણે તમારું વજન વધતું નથી. અને જો તમે ફણગાવેલું અનાજ ખાઓ અને ચરબીનો ખોરાક ઘણા અંશે બંધ કરી દો તો તમારા વજનમાં ખુબ જ ઝડપથી ઘટાડો થાય છે.

ફણગાવેલું અનાજ એન્ટિ ઓક્સિડન્ટથી ભરપુર હોય છેઃ

ફણગાવેલા અનાજમાં પુષ્કળ માત્રામાં એન્ટિઓક્સીડેન્ટ હોય છે. તેને ખાવાથી તમારી ચામડીની કરચલીઓ દૂર થાય છે, તમારી સ્કિન સ્નિગ્ધ બને છે, ચુસ્ત બને છે. વેજિટેરિયન્સ માટે પ્રોટિનનો ઉત્તમ સોર્સ હોય છે સ્પ્રાઉટ્સ. અનેક બિમારીઓથી દૂર રાખે છેઃ

સ્પ્રાઉટ્સમાં પુષ્કળ પ્રમાણમાં પોષકદ્રવ્યો હોવાથી તે તમારી ઇમ્યુનિટી વધારે છે અને તમને અનેક બિમારીઓથી દૂર રાખે છે.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ