શું તમે આનો ઉપયોગ ફક્ત ખાવાનું ગરમ રહે તેની માટે જ કરો છો? તો જાણી લો એલ્યુમિનિયમ ફોઈલ છે ગ્રેટ પેઇન કિલર

શું તમે ક્યારેય વિચાર્યું છે કે એલ્યુમિનયમ ફોઈલ તમારા સ્વાસ્થ્ય માટે પણ લાભપ્રદ હોઈ શકે છે.

એલ્યુમિનિયમની ફોઈલ તમારી પીડા થોડીક જ વારમાં છૂ કરી દે છે

એલ્યુમિનિયમ ફોઈલનો ઉપયોગ હંમેશા ગરમ ખાવાનું પેક કરવા માટે થાય છે. પણ શું તમે જાણો છો કે નિયમિત રીતે એલ્યુમિનિયમ ફોઈલનો ઉપયોગ ખોરાકને રેપ કરવા ઉપરાંત પણ કેટલીક સ્વાસ્થ્ય સમસ્યાઓ દૂર કરવા માટે પણ થઈ શકે છે.

તમે બરાબર જ વાંચી રહ્યા છો. તાજેતરમાં થયેલા એક સંશોધનમાં આ હકિકત સામે આવી છે કે એલ્યુમિનિયમ ફોઈલનાઉપયોગથી શરીરના કોઈપણ અંગમાં થનારી પીડાને દૂર કરી શકાય છે. ચાલો તે વિષે અમે તમને વિસ્તારપૂર્વક જાણકારી આપીએ.

શરીરના જે કોઈ અંગમાં પીડા થતી હોય તેના પર એલ્યુમિનિયમ ફોઈલ આખી રાત લગાવી રાખવી.

1. ડોક – પીઠ – ખભા – ગોઠણ કે પગમાં દુઃખાવો થઈ રહ્યો હોય તો દુઃખાવાની જગ્યા પર એલ્યુમિનિયમ ફોઈલ લગાવો – દુઃખાવો છૂ થઈ જશે !

2. તે સંધિવાની સારવાર માટે પણ ઉપયોગમાં લઈ શકાય છે !

3. કમરમાં દુઃખાવો થાય, તો દવા ન લગાવો, કિચનમાં પડેલી એલ્યુમિનિયમ ફોઈલને કમર પર લપેટલી લો અને તેના પર ગરમ પાટો બાંધી સુઈ જાઓ – દુઃખાવામાં રાહત થશે!

4. શરીરના વિવિધ ભાગોમાં દુઃખાવો થાય તો એલ્યુમિનયમ ફોઈલ લપેટી તેના પર ગરમ પાટો બાંધી લેવાથી 10થી 12 કલાકમાં જ તમને દુઃખાવાથી છૂટકારો મળી શકે છે !

5. એલ્યુમિનિયમ ફોઈલ શરદીમાં પણ રાહત આપે છે – તેના માટે 5-7 એલ્યુમિનિયમની ફોઈલના લેયર તમારા પગમાં લપેટી લો – દરેક લેયર વચ્ચે પાતળુ કાપડ તેમજ કાગળ લગાવી દો – થોડીવાર આમ જ રહેવા દેવું ! લગભઘ બે કલાક બાદ તેને કાઢી ફરી સેટ કરો – આમ કરવાથી શરદીમાં રાહત મળે છે. ફરી પાછું આજ પુનરાવર્તન કરવું. આ ઉપાયનું ત્રણવાર પુનરાવર્તન કરવું.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ