આ હોસ્પિટલમાં અધધધ…સ્ટાફ કરે છે ઊંટોની સારવાર, જાણો ઊંટોની આ હોસ્પિટલ વિશે તમે પણ

તમે અત્યાર સુધીમાં અનેક હોસ્પિટલ વિષે જોયું – સાંભળ્યું હશે જે સામાન્યથી થોડી અલગ હોય.

image source

ક્યાંક એવી હોસ્પિટલ હોય જ્યાં દર્દીઓ પાસેથી એક પણ રૂપિયો લીધા વિના તેનો ઈલાજ કરી આપવામાં આવતો હોય.

તો વળી ક્યાંક કોઈ વિશેષ સારવાર વિનામૂલ્યે કરી આપવામાં આવતી હોય. હોસ્પિટલ એ માનવ જીવનનો એક આવશ્યક ભાગ છે.

ફક્ત માનવ જીવન જ નહિ પણ પશુઓને પણ સારવારની જરૂર પડતી જ હોય છે. આપણે ત્યાં ઘણી જગ્યાઓએ પશુ દવાખાના અસ્તિત્વમાં છે જ.

image source

સામાન્ય પણે પશુ દવાખાનામાં જે પશુઓની સારવાર કરવામાં આવતા હોય છે તેમાં ગાય, ભેંસ, કુતરા, બિલાડી જેવા પાલતુ પશુઓ તથા જવલ્લે સિંહ, વાઘ તેમજ પક્ષીઓની સારવાર પણ કરી આપવામાં આવતી હોય છે.

પણ શું તમે ક્યારેય ઊંટની હોસ્પિટલ વિષે સાંભળ્યું છે ? નહિ ને?

તો આજે આ આર્ટિકલમાં અમે તમને એક એવા અનોખી હોસ્પિટલ વિષે જણાવવાના છીએ જ્યાં ફક્ત ને ફક્ત ઉંટોનો જ ઈલાજ કરવામાં આવે છે. અને આ પ્રકારની વિશ્વની આ પ્રથમ હોસ્પિટલ છે.

image source

આ માટે આપણે વાતનો છેડો છેક દુબઇ સુધી લંબાવવાનો છે. જી હા, અરબ રાષ્ટ્ર દુબઇ / યુએઈ માં દુનિયાની સૌ પ્રથમ ઊંટોની વીઆઈપી અને અત્યાધુનિક હોસ્પિટલ આવેલી છે.

આ હોસ્પિટલનું કાર્ય બે વર્ષ પહેલા એટલે કે 2017 માં શરુ કરવામાં આવ્યું હતું અને હવે તે બનીને તૈયાર છે.

એટલું જ નહિ પરંતુ હવે અહીં ઊંટોની સારવાર પણ શરુ કરી દેવામાં આવી છે. તમને જાણીને નવાઈ લાગશે કે અહીં ફક્ત દુબઇના જ ઊંટો નહિ પરંતુ ઓમાનના ઊંટોને પણ સારવાર અર્થે લાવવામાં આવે છે.

image source

71 કરોડના ખર્ચે બનેલી દુબઇ કેમલ હોસ્પિટલ નામની આ હોસ્પિટલ એટલી અત્યાધુનિક છે કે તેમાં ઊંટોની સારવાર કરવા માટે સ્પેશ્યલ 5 મીટર ઊંચા એન્ડોસ્કોપી મશીનો છે.

આ પ્રકારના એન્ડોસ્કોપી મશીનો વિશ્વમાં માત્ર ત્રણ જ છે. જે પૈકી બે મશીનો અમેરિકામાં છે જેને જિરાફ તથા વ્હેલની સારવાર કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે.

image source

હોસ્પિટલ એટલી વિશાળ છે કે અહીં એક જ સમયે એક સાથે 22 ઊંટોની સારવાર કરી શકાય. સાથે ડોક્ટર અને વિદેશી વિશેષજ્ઞો સહીત કુલ 65 માણસોનો સ્ટાફ પણ ખડેપગે રહે છે.

જો કે હોસ્પિટલની ફી એટલી છે કે તમે ચોક્કસ ચોંકી જશો. અહીં ઊંટોના ઓપરેશન માટેની મીનીમમ ફી 71 હજાર રૂપિયા છે જયારે અલ્ટ્રાસાઉન્ડ માટે 8 હજાર ખર્ચવા પડે છે.

image source

અહીં મોટેભાગે એવા ઊંટો જ સારવાર માટે લાવવામાં આવે છે જે ઊંટોની મેરેથોન દોડ દરમિયાન ઘાયલ થયા હોય અથવા તેના હાડકાઓમાં ફ્રેક્ચર થયા હોય. ક્યારેક ક્યારેક તો અહીં સારવાર અર્થે ઊંટોને ઊંધા કરવા પડે છે જે બહુ મુશ્કેલ કામ છે.

ઉલ્લેખનીય છે કે અહીં દુબઈમાં આયોજિત થતી ઊંટોની રેસ દુનિયાભરમાં મશહૂર છે. તેનું કારણ એ છે કે આ રેસ જીતનાર ઊંટના પાલકોને અરબો રૂપિયાના ઇનામો મળે છે.

image source

અહીં આ વર્ષે પણ અલ મરિયમ હેરિટેજ ફેસ્ટિવલમાં ઊંટોની રેસ યોજાઈ હતી જેમાં વિજેતા થનાર ઊંટના પાલકને લગભગ 2.86 અરબ રૂપિયા મળ્યા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ