દૂધી ખાવાથી થાય છે આ અનેક બીમારીઓ દૂર, જાણો અને ખાઓ તમે પણ

દૂધી એક એવું શાક છે જે ભારતમાં દરેક જગ્યાએ મળી રહે છે. દૂધીમાં ઘણા બધા ઔષધીય ગુણો રહેલા છે.

સો ગ્રામ દૂધીમાં ૧૫ ગ્રામ કેલેરી હોય છે. દૂધીમાં કોલેસ્ટ્રોલ અને ચરબી પણ ખૂબ જ ઓછા પ્રમાણમાં હોય છે. દૂધીમાં ફક્ત એકજ ગ્રામ ફેટ હોય છે.

દૂધીમાં ભરપૂર પ્રમાણમાં વિટામિન સી, ફાઇબર, રાઈબોફ્લેવિન, ઝીંક, મેંગેનીઝ, મેગ્નેશિયમ, આયર્ન અને થાયમીન જેવા તત્વો રહેલા હોય છે. તેમજ દૂધીમાં ૯૬% પાણી રહેલું હોય છે જે શરીરને ડિહાઇડ્રેટ થતા બચાવે છે.

image source

દૂધીના ઘણા બધા ફાયદા છે જેનાથી આજે પણ લોકો અજાણ છે. દૂધીની તાસીર ઠંડી હોય છે અને દૂધી હૃદય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે.

આ સિવાય દૂધી ખાવાથી વાળ સફેદ થતા અટકે છે, માથાનો ખોડો ઓછો કરે છે, હાઈ બ્લડપ્રેશરને ઓછું કરવામાં મદદ કરે છે, મૂત્રમાર્ગના સંક્રમણને દૂર કરે છે, એસીડીટીમાં ખૂબ રાહત આપે છે.

image source

હવે વિસ્તારથી દૂધીના ફાયદાઓ વિશે જાણીશું.

સારી ઊંઘ માટે દૂધી ખૂબ ફાયદાકારક છે.

જો આપ અનિદ્રાથી પીડાઈ રહ્યા હોવતો આપે નિયમીત રીતે રોજ દૂધી ખાવી જોઈએ. દૂધીને તલના તેલની સાથે ખાવાથી વધારે જલ્દી અસર જોવા મળે છે. દરરોજ દૂધી ખાવાથી આપની અનિદ્રાની તકલીફ દૂર થઈ જાય છે.

image source

વાળને સફેદ થતા બચાવે છે દૂધી.

આજના સમયમાં વધતું જતું પોલ્યુશન અને ખાવાપીવામાં ભેળસેળને કારણે નાની ઉંમરમાં જ બાળકો અને યુવાનોના વાળ સફેદ થવા લાગે છે. આવામાં વાળને સફેદ થતા રોકવા માટે આપે કોઈ કુદરતી ઔષધિનો ઉપયોગ કરવાનું ખૂબ જરૂરી બની જાય છે.

image source

જો આપ કોઈ ઉપચાર અપનાવવા ઇચ્છતા હોવ તો આપે રોજ દૂધીનું જ્યુસ પીવું જોઈએ. આ જ્યૂસ રોજ પીવાથી સફેદ વાળની સમસ્યાથી છુટકારો મળી જાય છે.

દૂધી તણાવની તકલીફને દૂર કરે છે.

આજકાલની આ ભાગદોડ ભરેલી જિંદગીમાં લોકોનું જીવન ખૂબ તણાવ ભરેલું બની ગયું છે તેમજ ક્યારેક આ તણાવ વધી જતાં જોખમકારક સાબિત થઈ શકે છે. એન્જાયટી એક માનસિક રોગ છે. જે તણાવનો એક પ્રકાર છે.

image source

આ રોગનો શિકાર યુવાઓ થી લઈને વૃદ્ધો પણ થઈ રહ્યા છે. જેનું મુખ્ય કારણ તેઓનું અસંતુલિત ખાનપાન પણ હોઈ શકે છે. દૂધીની તાસીર શાંત હોવાથી તેનું સેવન રોજ કોઈને કોઈ કારણસર સેવન કરવું ખૂબ જરૂરી છે.

દૂધી પાચનતંત્રને મજબૂત બનાવે છે.

image source

કબજિયાતની સમસ્યાથી પીડિત લોકોને વધુ ફાઇબરવાળો ખોરાક લેવાની જરૂર પડે છે. દૂધીમાં ભરપૂર ફાઇબર હોવાથી જે લોકોને કબજિયાતની તકલીફ રહેતી હોય તેઓના મળાશયમાં ફસાયેલ તત્ત્વોને બહાર કાઢવામાં મદદ કરે છે. તેમજ દૂધી પાચનતંત્રને પણ મજબૂત બનાવે છે.

દૂધી વજનને નિયંત્રણમાં રાખે છે.

image source

જો આપ ખરેખર વજન ઘટાડવા ઇચ્છતા હોવતો દૂધીનો ખાસ ઉપયોગ કરવો. કેમકે દૂધીમાં કેલરી ઘણી ઓછી હોય છે. ઉપરાંત પાણી ભરપૂર હોય છે. ફાઇબર પ્રમાણ દૂધીમાં વધુ હોવાથી ભૂખ ઓછી લગાડે છે. જેના કારણે આપનું વજન પણ ઘટે છે તેમજ નિયંત્રિત પણ કરી શકાય છે.

પેશાબની સમસ્યાઓ પણ દૂર કરે છે.

image source

દૂધીની તાસીર ઠંડી હોવાથી દૂધી શરીરને અને મનને શાંતિ તેમજ ઠંડક આપે છે. જો આપને પેશાબમાં બળતરા થતી હોય તો રોજ એક ગ્લાસ દૂધીનો રસ પીવો જોઈએ. જેથી પેશાબની સમસ્યામાં આપને રાહત મળી શકે છે.

કમળામાં ખૂબ ફાયદાકારક હોય છે.

image source

દૂધીનું રોજ સેવન કરવાથી લીવર પર આવેલા સોજાને મટાડવામાં મદદરૂપ થાય છે. કમળો અને લીવરના સોજા સાથે જોડાયેલી બીમારીઓમાં દૂધીનો રસ ખૂબ અસરકારક સાબિત થાય છે.

થોડાક સમયથી હૃદયને લગતી બીમારીઓમાં ખૂબ વધારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને હાર્ટ એટેક પણ એમાંની જ એક બીમારી છે.

image source

કેટલાક લોકોને આ બીમારી વારસાગત હોય છે તો કેટલાક લોકોને આ બીમારી અયોગ્ય ખાનપાનના કારણે થઈ જાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ