હદ થઇ, આ માણસ નાહ્યો નથી છેલ્લા અનેક વર્ષોથી, તસવીરો સાથે પૂરી સ્ટોરી વાંચીને તમે પણ પડી જશો વિચારમાં

વિશ્વનો સૌથી ગંદો વ્યક્તિ – આ વ્યક્તિ છેલ્લા 62 વર્ષથી નાહ્યા વગર રહે છે

image source

આજે ભારતમાં શહેરે- શહેરે, ગામડે – ગામડે, ગલીએ ગલીએ સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે. પણ ખરી સ્વચ્છતાની શરૂઆત તમારા શરીરથી થાય છે. જેમ તમારી આસપાસ સ્વચ્છતા ન રહે તો રોગચાળો ફેલાય છે તેવી જ રીતે જો તમે તમારું શરીર સ્વચ્છ ન રાખો તો તે રોગનું ઘર બની જાય છે.

માટે જ તમારે રોજ સવારે ઉઠીને નાહવું પડે છે બ્રશ કરવું પડે છે, વધારા વાળને કાપવા પડે છે, વધેલા નખને કાપવા પડે છે ટુંકમાં તમારે તમારા શરીરને સંપૂર્ણ રીતે ચોખ્ખુ કરવું પડે છે.

image source

બની શકે કે શિયાળામાં કેટલાક લોકો નાહવાનું ટાળતા હોય છે તો વળી કેટલાક લોકો ઉનાળા-ચોમાસા દરમિયાન બે-બે ત્રણ-ત્રણ વાર નાહતા હોય તે શિયાળામાં એક જ વાર નાહતા હોય છે. પણ આપણે જો એક દિવસ પણ ન નાહીએ તો આપણને આપણા જ શરીરથી સુગ ચડવા લાગે છે.

પણ જરા કલ્પના કરો કે તમે અઠવાડિયું નહીં- મહિના નહીં – એક વર્ષ નહીં પણ સતત 63 વર્ષ સુધી ન નાહ્યા હોવ તો તમારી હાલત શું થાય !

image source

તમને થતું હશે આવું તે વળી કેવું. એવી વળી કઈ વ્યક્તિ હોય જે પોતાની આખી જિંદગી જ નાહ્યું ન હોય!

પણ તમારા આશ્ચર્ય વચ્ચે અમે તમને જણાવી દઈએ કે વિશ્વમાં એક વ્યક્તિ એવી પણ છે જે હાલ 83 વર્ષની છે અને તે છેલ્લા 63 વર્ષથી નાહ્યી નથી.

જો કે તેના આ ગંદા શરીર છતાં તે 83 વર્ષની આયુ સુધી તો પહોંચી જ ગયો છે. આ વ્યક્તિને વિશ્વનો સૌથી ગંદો વ્યક્તિ કહેવાય છે. આ વ્યક્તિનું નામ છે એમોઉ હાજી.

image source

એમોઉ હાજી ઇરાનના ફાર્સના દક્ષિણ વિસ્તારમાં રહે છે. તેને માત્ર પોતાનું શરીર જ ગંદુ રાખવું પસંદ નથી પણ તે ખાવા-પીવા બાબતે પણ કોઈ ચોખ્ખાઈ નથી રાખતા.

તે ખાવામાં કોઈ પણ ગંદો ખોરાક ખાઈ શકે છે. તે મરેલાં જાનવરનુ ગંધ મારતું સડેલું માંસ ખાય છે, આ બધામાં તેને શાહુડીનું માંસ સૌથી વધારે પસંદ છે. તે પાણી પિવામાં પણ કોઈ તકેદારી નથી રાખતા. કચરામાં પડેલા કોઈ પણ ઓઇલ કેન- બિયર કેન કે ગમે તે ગંધારા કેનમાં પાણી લઈને પી લે છે.

image source

જોકે તેને સિગારનો ભારે શોખ છે. અને તે પણ ભયંકર ગંધકીથી આ શોખ પુરો કરે છે. તે એવી પાઈપનો ધૂમ્રપાન માટે ઉપયોગ કરે છે જે જાનવરોના મળ-મૂત્ર કે પછી કોઈપણ અન્ય ગંદકીથી ભરેલી હોય છે.

તેની આસપાસના લોકોએ તેને ઘણીવાર સ્વચ્છ કરવાનો પ્રયાસ કર્યો પણ તેને સ્વચ્છ રહેવુ પસંદ જ નહોતું અને તે કોઈ પણ રીતે તે લોકોની ચુંગાલમાંથી ભાગી છૂટતો અને આ રીતે તેણે 63 વર્ષ નાહ્યા વગર જ કાઢી નાખ્યા.

image source

તેને ક્યારેય પોતાની જાતને બદલવાની ઇચ્છા નથી થઈ. એવું નથી કે તે ઘર-બાર વગરનો છે માટે તેણે ક્યારેય પોતાની કાયાને નહીં જોઈ હોય તે કારના કાચ આસપાસની દુકાનોના કાચ વિગેરેમાં પોતાનું પ્રતિબિંબ જોઈ જ લે છે પણ તેને ક્યારેય ચોખ્ખા થવાનો વિચાર સુદ્ધા પણ નથી આવ્યો.

તે વાળ કાપવાની જગ્યાએ બાળવાનુ પસંદ કરે છે. આ તો બહુ જ કહેવાય !

image source

શિયાળામાં આ વ્યક્તિ ઠંડીથી બચવા વૉર હેલમેટ પહેરે છે, જો કે અહીં એવો વિચાર આવે છે કે તેના શરીર પર એટલી ગંદકીના થર જામ્યા હશે કે તેને શિયાળાની ઠંડી પણ અસર કરતી હશે કે નહીં ! તો ઉનાળાની ઋતુમાં તે આખા વસ્ત્રોની જગ્યાએ ચિથડા પહેરવાનું જ પસંદ કરે છે.

ગંદકીની આ રેસમાં એક ભારતીયનું નામ પણ નોંધાયેલું છે

image source

આ ભારતીય વ્યક્તિનું નામ છે કૈલાશ સિંહ તેની ઉંમર 66 વર્ષની છે અને તે સતત 38 વર્ષ સુધી નાહ્યા વગર રહ્યો હતો અને તેનું નeમ પણ રેકોર્ડ બૂકમાં નોંધવામાં આવ્યું હતું. પણ એમોઉ હાજીએ આ 38 વર્ષોનો રેકોર્ડ 63 વર્ષ નહીં નાહવાથી તોડી નાખ્યો છે.

વિરોધાભાસ તો એ છે કે આ વ્યક્તિ નહીં નાહવા છતાં, લગભગ કચરા જેવું અને શરીરને નુકસાનક કારક બેક્ટેરિયાવાળો ખોરાક ખાવા છતાં પણ 80 વર્ષ સુધી જીવી રહ્યો છે અને કેટલાક પોતાના શરીરને શુદ્ધ રાખનારા લોકો 50-60-70 વર્ષે પણ મૃત્યુ પામે છે.

image source

શું આ વ્યક્તિનું રોગપ્રતિકારક તંત્ર તેટલું મજબૂત હશે કે આટલી ગંધકીમાં રહ્યા છતાં આટલો ગંદો ખોરાક ખાવા છતાં તે સ્વસ્થ રીતે હરી-ફરી અને 80 વર્ષની વય થવા છતાં હજુ જીવી રહ્યો છે !

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ