જ્યારે અડધી રાત્રે છોકરી બસમાંથી ઉતરી અને કોઇ લેવા પણ આવ્યુ ન હતુ ઘરેથી, અને પછી..ખરેખર જાણવા જેવી છે આ સ્ટોરી

રાત્રે એક વાગે જ્યારે તે એકલી યુવતિ બસમાંથી ઉતરી રહી હતી, ત્યારે કંડક્ટરે તેને પ્રશ્ન કર્યો અને પછી કન્ડક્ટર ડ્રાઈવરના એક નવા જ સ્વરૂપનો પરિચય થયો

આજે સમગ્ર વિશ્વમાં ક્યાંય પણ સ્ત્રીઓ સુરક્ષિત નથી અને તેમાં પણ ભારતમાં જે રીતે મહિલા વિરુદ્ધના ગુનાઓ દિવસેને દિવસે વધી રહ્યા છે તેને જોતાં તો મહિલાઓ માટે એકલા ઘરની બહાર પગ મુકવો ભારે થઈ ગયો છે. આજે નથી તો મહિલાઓની ઉંમર જોવામાં આવતી કે નથી તો તેના વસ્ત્રોને જોવામાં આવતા પાંચ વર્ષથી માંડીને 75 વર્ષ સુધી મહિલાઓ અને સાડી પહેલી મહિલાઓથી માંડીને સ્કર્ટ પહેરેલી મહિલાઓ દરેક માટે સમય જોખમી બની ગયો છે. ઘરના લોકોને પણ હંમેશા ઘરની મહિલા જ્યારે પણ ક્યારેય એકલી બહાર જાય ત્યારે મનમાં એક ભય સતાવ્યા કરે છે.

image source

આજે વિશ્વના લગભગ પોણા ભાગના લોકો મહિલાઓને માન આપવાનું ચૂકી ગયા છે. ત્યાં તેના રક્ષણની તો વાત જ ક્યાં રહી પણ પા ભાગના એવા લોકો પણ આ ધરતી પર રહે છે જેમણે માણસાઈના દીવાને ઓલવાવા નથી દીધો. અને કદાચ આવા જ સદગુણી લોકોના ભરોસે પૃથ્વી ટકી રહી છે. નહીંતર મનુષ્યોના પાપથી પૃથ્વી ક્યારનીએ રસાતાળ થઈ ગઈ હોત.

સ્ત્રી વિરુદ્ધ થતાં ફિઝિકલ અબ્યુઝ માટે સમગ્ર વિશ્વમાં વિવિધ જાતની ચળવળો ચાલી રહી છે. જેમાં #MeToo મૂવમેન્ટનો પણ સમાવેશ થાય છે. જેમાં સ્ત્રીઓ પોતાની સાથે થયેલા ખરાબ વર્તન બાબતે મુક્ત રીતે બોલતી જોવા મળી રહી છે અને સમાજના ઘણા બધા અગ્રણીઓ પણ તેમનો સાથ આપી રહ્યા છે. વ્યવસાયના દરેક ક્ષેત્રે, તે પછી કોઈ અભિનેત્રી હોય, કોઈ શિક્ષિકા હોય કે ફેક્ટરીમાં કામ કરતી કોઈ મહિલા મજૂર હોય ક્યાંકને ક્યાંક સ્ત્રીઓ સાથે અત્યાચાર થઈ જ રહ્યો હોય છે. પણ તેમ છતાં તમને ઉપર જણાવ્યું તેમ ઘણા અદ ઉંચેરા માણસો પણ ધરતી પર અસ્તિત્વ ધરાવે છે. આજે અમે તમને તેવા જ એક ડ્રાઈવર-કન્ડક્ટર વિષે વાત કરવા જઈ રહ્યા છીએ કે તેમણે કેવી રીતે અરધી રાત્રે એક સ્ત્રીની સુરક્ષા વિષે સાવચેતી રાખીને ઉત્તમ ઉદાહરણ પુરુ પાડ્યું.

image source

અહીં વાત થઈ રહી છે મુંબઈની બસ સેવા એવી બેસ્ટના ડ્રાઈવર – કન્ડક્ટરની. તેમણે એક અત્યંત સરાહનીય કામ કરીને લોકોમાં માનવતાની આસ જગાવી રાખી છે. અને તેમના આ કામ વિષે જાણી તમે પણ ચોક્કસ તેમને સલામ કર્યા વગર નહીં રહો.

મુંબઈને સ્ત્રીઓ માટે આમ તો સુરક્ષિત જ માનવામા આવ્યું છે. પણ જ્યારે સમય અડધી રાતનો હોય અને એકલી મહિલા મુસાફરી કરી રહી હોય ત્યારે ચિંતાનો વિષય બની જાય છે. મુંબઈ દેશનું એક મહાનગર છે અને સંપૂર્ણ સ્વતંત્ર માનસિકતા ધરાવતા લોકો અહીં વસે છે. સ્ત્રીઓ ટુંકા વસ્ત્રો વગર કોઈ સંકોચે પહેરી શકે છે અને એકલી ગમે તે સમયે ગમે તે જગ્યાએ ફરી પણ શકે છે. ટુંકમાં મુંબઈ યુવાન મહિલાઓ માટે સુરક્ષિત સ્થળ છે. અને તે સાબિત કરતો એક કિસ્સો પણ અમારા ધ્યાનમાં આવ્યો છે અને તેના વિષે જ અમે તમને માહિતગાર કરવા જઈ રહ્યા છીએ.

વાત થોડા સમય પહેલાની છે મુંબઈની મ્યુન્સિપલ પરિવહનની બસમાં એટલે કે બેસ્ટની એક બસમાં રાત્રે એક વાગ્યાની આસપાસ એક મહિલા એકલી જ મુસાફરી કરી રહી હતી. આ મહિલાનું જ્યારે સ્ટેશન આવ્યું ત્યારે તેણી નીચે ઉતરવા જઈ રહી હતી. ત્યારે બસના કન્ડક્ટર અને ડ્રાઈવરને તેની ચિંતા થઈ. કારણ કે એક તો તેસ્ત્રી એકલી હતી, ઉપરથી રાત્રીનો એક વાગ્યા ઉપરનો સમય હતો અને બીજી બાજુ તેને કોઈ લેવા પણ નહોતું આવ્યું.

image source

મધ્ય રાત્રી હોવાથી ભલભલુ શહેર પણ સુઈ જતું હોય છે. મુંબઈનું તે સ્થળ પણ રાત્રિના તે સમયે નિર્જન બની ગયું હતું. આ છોકરી એકલી પોતાના સ્ટેશને ઉતરી રહી હતી અને તેનો ચહેરો કહી રહ્યો હતો કે તે પોતે પણ પોતાની એકલતાથી થોડી ચિંતિત હતી. જ્યારે તેણી એકલી ઉતરી ત્યારે ડ્રાઈવર અને કન્ડક્ટરે તેણીને પછ્યું કે શું તેણીને કોઈ લેવા આવી રહ્યું છે ત્યારે તેણીએ તેમને જણાવ્યું કે ના તેણી એકલી જ ઘરે જઈ રહી છે.

આ સાંભળીને ડ્રાઈવર – કન્ડક્ટરને પણ ચિંતા થઈ અને તેણીને સધિયારો આપ્યો કે જ્યાં સુધી કોઈ રીક્ષા ન આવે ત્યાં સુધી તેઓ બસને ત્યાં જ ઉભી રાખશે અને રાહ જોશે. છેવટે થોડીવારમાં ઓટો મળી ગઈ અને મહિલાને સુરક્ષિત રીતે રીક્ષામાં બેસાડીને તેણીને રવાના કરીને જ ડ્રાઈવર – કન્ડક્ટરે નિરાતનો શ્વાસ લીધો. અને પછી જ તેમણે પોતાની બસ આગળ ચલાવી. ખરેખર જો પળે પળે મહિલાઓની સુરક્ષા રાખતા આવા લોકો ડગલેને પગલે હાજર હોય તો મહિલાઓ માટે આ જગત સ્વર્ગથી કમ ન રહે. પણ આવી માનવતા આજકાલના યુગમાં ખુબ જ અસામાન્ય અને જવલ્લેજ જોવા મળે તેવી બની ગઈ છે. આ બન્ને ભાઈઓએ ખરેખર ઉમદા કામ કર્યું છે.

image source

છોકરીએ સોશિયલ મિડિયા પર ડ્રાઈવર – કન્ડક્ટરનો માન્યો આભાર

છોકરીને પણ આપણી જેમ અડધી રાત્રે લોકો પાસેથી આવી માનવતાની અપેક્ષા નહીં રહી હોય. માટે તેને પણ ડ્રાઈવર – કન્ડક્ટરના આવા વર્તનથી આશ્ચર્ય થુયું. તેણે બીજા જ દિવસે સવારે પોતાના ટ્વિટર અકાઉન્ટ પરથી બેસ્ટના આ ડ્રાઇવર-કન્ડક્ટરનો ખૂબ આભાર માન્યો. તેણે ટ્વીટ કરતાં લખ્યું હતું,

આજ કારણ છે કે કે હું મુંબઈને પ્રેમ કરું છું.

‘હું 398ltdના બેસ્ટ બસના ડ્રાઈવરનો આભાર માનવા માગું છું. તેમણે મને એક સાવજ નિર્જન એવા બસ સ્ટેન્ડ પર રાત્રે 1.30 વાગે ઉતારી અને મને પુછ્યું કે કોઈ મને લેવા આવવાનું છે. જેનો મેં નામાં જવાબ આપ્યો. ત્યારે તેમણે આખીએ બસને ત્યાં સુધી ઉભી રાખી જ્યાં સુધી મને રીક્ષા ન મળી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ