માત્ર આ 1 ટેસ્ટ કરાવીને મેળવો 50 જાતના કેન્સરની જાણકારી

કેન્સર ટેસ્ટ

image source

મેડીકલ સાયન્સમાં આપણે ઘણી પ્રગતિ કરી લીધી છે અને એમાં મોટાભાગે નવા નવા રીસર્ચ થતા રહે છે. કેટલાક સારા રિસર્ચના ચમત્કારિક પરિણામ પણ પ્રાપ્ત થયા છે. આવી જ એક રીસર્ચ મુજબ આવનાર સમયમાં ફક્ત એક જ બ્લડ ટેસ્ટથી ૫૦ પ્રકારના કેન્સરની જાણકારી મેળવી શકાય છે. રીસર્ચ જર્નલ એન્લ્સ ઓફ ઓન્કોલોજીમાં પ્રકાશિત કરવામાં આવેલ એક શોધ મુજબ, આ ફક્ત એક બ્લડ ટેસ્ટથી શરુઆતના સ્ટેજમાં જ કેન્સરની જાણકારી મેળવી શકો છો. બોસ્ટનના ડાના ફાર્બર કેન્સર ઇન્સ્ટીટયુટના શોધકર્તા આ રીસર્ચ પર સતત કામ કરી રહ્યા છે.

image source

કેન્સરની આ રીસર્ચ પર કામ કરી રહેલ શોધકર્તાઓનું કહેવું છે કે, કેન્સર છે કે નહી તેની જાણકારી જો કેન્સરના શરુઆતમાં જ ખબર પડી જાય તો કેન્સરનો ઉપચાર કરવો ખુબ જ સરળ બની શકે છે. આ એક બ્લડ ટેસ્ટ કરવાથી કેન્સરના પ્રકાર તો જણાવે જ છે, ઉપરાંત આ બ્લડ ટેસ્ટથી એ પણ ખબર પડી જાય છે કે, આપણા શરીરના ક્યાં ભાગમાં કેન્સર થયું છે. બોસ્ટનની ડાના ફાર્બર કેન્સર ઇન્સ્ટીટયુટમાં આ રીસર્ચ પર અત્યારે ટ્રાયલ થઈ રહી છે.

બાયોટેકનોલોજી કંપની ગ્રેલ ઇન્ક દ્વારા આ કેન્સર ટેસ્ટને વિકસિત કરવામાં આવ્યો છે.

image source

ગ્રેલ ઇન્ક કંપનીએ આ કેન્સર બ્લડ ટેસ્ટમાં સિક્વેન્સિંગ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ડીએનએની તપાસ કરી, જેનાથી જિનની સક્રિયતા કે નિષ્ક્રિયતાની ખબર પડી. એમાં ટ્યુમર ડીએનએમાં જઈને આપણા આખા શરીરમાં બ્લડની મદદથી સર્ક્યુલેટ થાય છે. આ બ્લડ ટેસ્ટમાં ડીએનએમાં થવા વાળા રાસાયણિક ફેરફારનું વિશ્લેષણ કરવામાં આવે છે, જેનાથી શરીરમાં કેન્સર છે કે નહી તેની જાણકારી શરુઆતના સ્ટેજમાં જ ખબર પડી જાય છે.

image source

આ રીસર્ચ દરમિયાન કુલ ૩૦૫૨ લોકોનું બ્લડ સેમ્પલ લેવામાં આવ્યું છે, જેમાંથી ૧૫૩૧ વ્યક્તિઓ કેન્સરથી પીડિત હોવાની ખબર પડી છે. આ રિસર્ચના શોધકર્તા ડૉ.જેફ્રી ઓક્સનાર્ડના જણાવ્યા મુજબ, આ નવા ટેસ્ટથી એ પણ જાણકારી મળી જાય છે કે કેન્સરની શરુઆત ક્યાંથી થઈ છે અને તે ક્યાં ઉતક છે. શોધકર્તાઓ મુજબ, આ બ્લડ ટેસ્ટ દ્વારા કેન્સરના પહેલા સ્ટેજવાળા ૧૮ ફીસદી કેન્સર દર્દીઓના વિષયમાં સાચી જાણકારી આપી છે, જયારે કેન્સરના ચોથા સ્ટેજના દર્દીઓના વિષયમાં ૯૩ ફીસદી જેટલી સાચી જાણકારી આપી છે.

image source

બાયોટેકનોલોજીના વિશેષજ્ઞ જણાવે છે કે, ભવિષ્યમાં આ શોધ ચિકિત્સાની દુનિયા માટે ખુબ જ મદદગાર સાબિત થઈ શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ