બોસ લુકમાં નીતા અંબાણીએ પાડી દીધા બધાને પાછળ, જોઇ લો PHOTOS

નીતા અંબાણીનો બોસ લૂક તમે ક્યારેય નહીં જોયો હોય ! કોઈ પણ બોલીવૂડ અભિનેત્રીને ટક્કર મારી રહ્યા છે નીતા અંબાણી, શ્લોકા, ઇશા અને રાધીકાનો નીતા અંબાણીના આ લૂક સાથે કોઈ જ મેચ નથી !

નીતા અંબાણીને તમે હંમેશા ટ્રેડીશનલ કે પછી વેસ્ટર્ન ગ્લેમરસ લૂકમાં જોયા હશે. પણ તમે તેમનો આ બોસ લૂક ક્યારેય નહી જોયો હોય. તેમાં તેણી વાસ્તવમાં કોઈ મલ્ટીનેશનલ કંપનીના ડીરેક્ટર હોય તેવા લાગી રહ્યા છે. અને શ્લોકા, ઇશા કે પછી રાધીકા પણ પોતાની સીનિયર લેડીના આ લૂકને મેચ કરી શકે તેમ નથી.

 

View this post on Instagram

 

A post shared by Femina (@feminaindia) on

વાસ્તવમાં આ લૂક ફેમિના મેગેઝિન દ્વારા રિવિલ કરવામા આવ્યો છે. ફેમિનાએ નીતા અંબાણીના ફોટો શૂટ પર એક પ્રોમો વિડિયો શૂટ કર્યો છે જે ગઈકાલથી ઇન્ટરનેટ પર ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વિડિયોની ખાસ વાત એ છે કે નીતા અંબાણીને તમે ક્યારેય આ પહેલાં આ અંદાજમાં નહીં જોયા હોય.

આ વિડિયોમાં નીતા અંબાણીએ એક વ્હાઇટ ફ્લોરલ મિડિમાં ફોટો શૂટ કરાવ્યું છે જ્યારે બીજા લૂકમાં તેણીએ બ્લેક એન્ડ વ્હાઇટ ચેક્સમાં લોંગ ટોપ અને હાઈ શૂઝ પહેર્યા છે અને સાથે બ્લેક બીગ ફ્રેમ ગ્લાસીસ પણ પહેર્યા છે. જેમાં તેણી ખરેખર એક બોસ લેડી લાગી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Femina (@feminaindia) on

ફેમિના પોતાના આવનારા પાવર ઇશ્યુ માટે નીતા અંબાણીને ફરી એકવાર પોતાની મેગેઝિનના કવર પર લઈ રહ્યા છે અને તેનું જ ફોટો શૂટ ચાલી રહ્યું હતું. તેમણે આ વિડિયો શેર કરતાં નીતા અંબાણીને એલિગન્સ અને ગ્રેસના પર્યાય બતાવ્યા છે. અને આવનારા મહિના માટે તેમને પાવર પેક્ડ આઇકન દર્શાવ્યા છે.

જ્યારે બીજી બાજુ નીતા અંબાણી પણ ફેમિના દ્વારા આયોજીત આ ફોટોશૂટને ખુબ એન્જોય કરી રહ્યા છે. તેમનો ફેમિના સાથેનો આ ત્રીજો ફોટો શૂટ છે. તેમણે વિડિયોમાં જણાવ્યું છે, ‘ફેમિના સાથે ફરી શૂટીંગ કરવાનો અનુભવ અદ્ભુત છે. આ મારું ત્રીજું કવર છે. આ અનુભવને મેં ખુબ એન્જોય કર્યો છે. ફેમિનાની આખીએ યુવાન ટીમમાં ખુબ જ ઉત્સાહ છે. હું ફેમિના અને તાન્યાને ઓલ ધ બેસ્ટ કહેવા માગું છું, અને અહીં રહેલી દરેક યુવતિઓને ઓર વધારે શક્તિ મળે તેવી શુભેચ્છા પાઠવું છું. તમે જે કહી રહ્યા છો તે કરતા રહો અને નવી જ ઉંચાઈ મેળવો.’

 

View this post on Instagram

 

A post shared by ETimes (@etimes) on

આ ફોટો શૂટ દરમિયાન નીતા અંબાણીમાં એક ગજબનો આત્મવિશ્વાસ દેખાઈ રહ્યો છે જે હજું તેમની આવનારી પેઢી એટલે કે તેમની દીકરી તેમની વહુ શ્લોકા અને ભાવી વહુ રાધીકા મર્ચન્ટમાં આવતા ઘણો સમય લાગશે તેવું લાગી રહ્યું છે. અને આ લૂકમાં તેણી પોતાની ઘરની જ ગર્લ ગેંગને ચેલેન્જ કરી રહ્યા છે. કારણ કે તેઓ આ લૂકમાં એલિગન્ટ, ગ્રેસફુલ અને સાથે સાથે જ આકર્ષક પણ લાગી રહ્યા છે.

image source

આ લૂકમાં નીતા અંબાણી પોતાની ઘરની મહિલાઓને જ નહીં પણ બોલીવૂડની ટોચની અભિનેત્રીઓને પણ ટક્કર આપી રહ્યા છે. ખાસ કરીને તેમનો બોસ લેડી લૂક તો અત્યંત આકર્ષક છે. આ લૂકમાં તેમને પહેલાં ક્યારેય જોવામાં નથી આવ્યા. બની શકે ભવિષ્યમાં પણ નીતા અંબાણી પોતાના ફેન્સને નવા નવા લૂક્સ દ્વારા આવી જ રીતે ચોંકાવતા રહે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ