સાનિયા મિર્ઝાની બહેનની પ્રિ વેડિંગની તસવીરો જોઇ લો એક ક્લિકે, શ્લોકા-આકાશ અંબાણી કરતા પણ છે જોરદાર

સાનિયા મિર્ઝાની બહેનનું પ્રિવેડિંગ સેલિબ્રેશન તમને શ્લોકા-આકાશના લગ્નની યાદ અપાવશે

image source

સાનિયા મિર્ઝાએ બહેનના પ્રિવેડિંગ સેલિબ્રેશનની ધમાકેદાર શરૂઆત કરી

ગયા વર્ષે શ્લોકા અને આકાશ અંબાણીના લગ્નએ સમગ્ર ભારતમાં લગ્નનો માહોલ જમાવી દીધો હતો. આ વખતે આ બીડું સાનિયા મિર્ઝાની નાની બહેનના લગ્નએ ઝડપ્યું હોય તેવુ લાગે છે.

image source

આમ તો સાનિયા મિર્ઝા છેલ્લા ઘણા વખતથી પોતાની નાની બહેનના લગ્નની ઉજવણી શરૂ કરી દીધી છે. તેઓ પોતાની બહેનની બેચલોરેટ પાર્ટી માટે પેરિસ પણ જઈ આવ્યા હતા. આમ તેના લગ્નની ઉજવણી તો ક્યારની શરૂ થઈ જ ગઈ છે.

પણ હવે તેના પ્રિવેડિંગ સેલિબ્રેશનની ધમાકેદાર શરૂઆત મોટી બહેન સાનિયાએ કરી જ દીધી છે.

તેણીએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક સુંદર મજાનો પ્રિવેડિંગ સેલિબ્રેશન ફોટો શેર કર્યો છે અને લખ્યું છે, ‘મારી નાનકડી બહેન ! ચાલ, તને પરણાવી દઈએ !’

 

View this post on Instagram

 

A post shared by Sania Mirza (@mirzasaniar) on

આ પ્રિવેડિંગ સેલિબ્રેશનની શરૂઆત આનલે પોતાના બ્રાઇડલ શાવરથી કરી છે.

બ્રાઇડલ શાવરમાં આનમે વ્હાઇટ ટી-શર્ટ પહેર્યું હતું જેના પર સિલ્વર રંગમાં ક્રાઉન પ્રિન્ટ કર્યો હતો. અને તેની નીચે ગુલાબીરંગનું તુલે સ્કર્ટ પહેર્યું હતું. તેણીએ માથા પર ફ્લાવર ક્રાઉન પણ પહેર્યો હતો તેણીનો આ લૂક ગ્રીક ગોડ્ડેસથી ઇન્સ્પાયર લાગતો હતો.

image source

આનમે પણ પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પ્રિ વેડિંગ ફંક્શનની ઘણી બધી તસ્વીરો શેર કરી છે. તસ્વીરો શેર કરતાં તેણીએ કેપ્શન લખ્યું હતું જેનો ભાવાર્થ હતો જીવન સુંદર છે, અને તેમાં કેટલીક એવી ક્ષણો આવે છે જ્યારે તમે ખુબ જ કૃતજ્ઞતા અનુભવો છો.

હું છેલ્લા એક અઠવાડિયાથી તે જ કૃતજ્ઞતા અનુભવી રહી છે. મારા બ્રાઇડલ શાવરને જોઈ મને લાગી રહ્યું છે કે હું ખૂબ જ નસીબદાર છું કે મને આવું ઉત્તમ કુટુંબ અને મિત્રો મળ્યા. ખુબ જ ઉત્તેજિત અને આભારી છું. ’

જેમ મુંબઈમાં અંબાણી કુટુંબ કોઈ પ્રતિષ્ઠિત ઘરાના સમાન છે તેવી જ રીતે સાનિયા મિર્ઝાનું કુટુંબ પણ સમગ્ર હૈદરાબાદમાં રોયલ્ટી જ છે.

image source

અને માટે જ જેમ મુંબઈમા ગયા વર્ષે આકાશ અને શ્લોકાનું પ્રિવેડિંગ સેલિબ્રેશન દીવસો સુધી ચાલ્યું હતું તેવી જ રીતે અહીં પણ સાનિયાની બહેન આનમ મિર્ઝા અને ભારતના ભૂતપૂર્વ કેપ્ટન અઝહરુદ્દિનના દીકરા અસાદના લગ્નનું સેલિબ્રેશન પણ ઘણા સમયથી ચાલી રહ્યું છે.

સાનિયાએ પણ આ વર્ષે થોડા મહિના પહેલાં પેતાની નાની બહેન આનમના લગ્નની જાહેરાત કરી હતી. અને તેણી પોતાની બહેન અને તેની બહેનપણીઓ સાથે બેચલોરેટ પાર્ટી સેલિબ્રેટ કરવા માટે પેરિસ પણ ફરિ આવ્યા હતા જેની પણ સાનિયાએ ઘણી બધી તસ્વીરો પોતાના સોશિયલ મિડિયા અકાઉન્ટ પર શેર કરી હતી.

image source

સાનિયાએ જણાવ્યું હતું કે તેણીની નાનકેડી બહેન એક પ્રેમાળ યુવાનને પરણી રહી છે જેનું નામ છે અસાદ અને તે મોહમ્મદ અઝહરુદ્દીનનો દીકરો છે. આખું કુટુંબ આ લગ્નને લઈને ખુબ જ ઉત્સાહિત છે. તેની સાથે સાથે આનમે પણ ઇન્સ્ટાગ્રામ પર પોતાના લગ્નની જાહેરાત કરી હતી.

આનમ અને અસાદ છેલ્લા કેટલાક સમયથી એક બીજાને ડેટ કરી રહ્યા હતાં, પણ થોડા સમય પહેલાં જ સાનિયાએ તેમના લગ્નની જાહેરાત કરી તેમના સંબંધ પર મહોર લગાવી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ