કોમેડિ કિંગ કપિલ શર્મા પિતા બનતા તરત જ આપી આ રીતે ખુશખબર, જાણો કોણ છે બેબી ગર્લ કે બોય

કપીલ શર્મા બની ગયો પપ્પા, ઘરે આવી દીકરી

કોમેડી કીંગ કપીલ શર્મા આજે પિતા બની ગયો છે તેની પત્ની ગિન્નિ ચતરથે દીકરીને જન્મ આપ્યો છે. કપિલે પોતે જ પોતાના સોશિયેલ મિડિયા અકાઉન્ટ દ્વારા પિતા બનવાની માહિતી આપી હતી. અને કપીલે સમાચાર આપતાં જ તેના સાથી મિત્રોએ તેને શુભેચ્છાઓથી નવડાવી દીધો છે.

image source

આજે સવારે લગભગ પાંચ વાગ્યે કપીલે પોતાના ટ્વીટર અકાઉન્ટ પર આ સમાચાર આપતું ટ્વીટ કર્યું હતું. “કન્યા જન્મથી ધન્ય થયા છીએ તમારા આશિર્વાદ આપો, બધાને પ્રેમ જય માતા દી.”

image source

તેના આ ટ્વીટરની સાથે જ તેના પર શુભેચ્છાઓનો વરસાદ થયો હતો. ગુરુ રંધાવાએ કપીલને શુભેચ્છાઓ પાઠવતા લખ્યું હતું. પાજી ખુબ ખુબ શુભેચ્છા. હવે હું આધિકારિક રીતે કાકા બની ગયો છું. તો વળી કીકી શારદાએ પણ શુભેચ્છા પાઠવતા લખ્યું હતું કે તે સમાચાર સાંભળીને ખુબ જ ખુશ છે, બાળકનું સ્વાગત છે. તો વળી બેડમિન્ટન પ્લેયર સાઇના નેહવાલ અને એક્ટ્રેસ રકુલ પ્રીતે પણ કપીલને શુભેચ્છા પાઠવી હતી.

થોડા દિવસ પહેલાં કપીલ શર્માની પત્નીના બેબી શાવરની તસ્વીરો તેમના સાથી કલાકારો કરિશ્મા શાહ, ભારતી સિંહ વિગેરેએ પોતાના સોશિયલ મિડિયા અકાઉન્ટ પર શેર કરી હતી. અને થોડા મહિના પહેલાં કપીલ પોતાની પત્ની સાથે બેબીમૂન માટે કેનેડાનો પ્રવાસ પણ કરી આવ્યો હતો.

image source

હમણા થોડા દિવસ પહેલાં જ કપિલે પોતાની પત્નીની ડીલીવરી ડેટનો ખુલાસો પોતાના ટ્વીટર અકાઉન્ટથી કર્યો હતો. તેણે અક્ષય-કરીનાની આવનારી ફિલ્મ ગુડ ન્યૂઝનો ફર્સ્ટ લૂક શેર કરતાં નીચે અક્ષયને સંબોધતાં લખ્યું હતું કે તમારી ગુડ ન્યૂઝ પહેલાં જ મારી ગુડ ન્યૂઝ આવી જશે. અને અક્ષય કુમારે પણ સામે તેને શુભેચ્છા પાઠવી હતી.

કપીલનો કોમેડી શો ધ કપીલ શર્મા શો હાલ સારું પ્રદર્શન કરી રહ્યો છે. તેને ફરી પાછો પ્રદર્શિત થયાને હવે એક વર્ષ થવા આવી રહ્યું છે. કપિલે પોતાના જીવનમાં ઘણી બધી ચડ ઉતર જોઈ છે અને હાલતે એક સ્થિર કેરિયર પર ચાલી રહ્યો છે. તેણે વર્ષો પહેલાં સ્ટેન્ડઅપ કોમેડિયન તરીકે પોતાની કારકીર્દીની શરૂઆત કરી હતી અને આજે તે ટેલીવીઝનનો એક અવ્વલ દરજાનો સ્ટાર બની ગયો છે. તેની એક એક શોની ફી કરોડો રૂપિયા છે. જો કે તેણે ફિલ્મોમાં પણ કિસ્મત અજમાવી પણ તેને ટીવી શો જેવી સફળતા તેમાં ન મળી શકી.

કપીલે સોની પર ધ કપિલ શર્મા શો સાથે પુનરાગમન કર્યા બાદ તે પોતાની કેરિયર અને પોતાના સંબંધોને લઈને ખુબ જ ગંભીર રહ્યો છે. તેણે જ્યારે પોતાની પત્નીની પ્રેગ્નન્સી જાહેર કરી હતી ત્યારે તેણે જણાવ્યું હતું, ‘હું હવે માત્ર મારી પત્નીનું ધ્યાન રાખવા માગું છું તેની સાથે બને તેટલો સમય પસાર કરવા માગું છું. અમે બન્ને આ સમાચારને લઈને ખુબ જ ખુશ છીએ પણ અમારાથી પણ વધારે ખુશ મારી માતા છે.

હવે અમે માત્ર ગિન્ની અને બાળકના સ્વાસ્થ્ય વિષે જ વિચારી રહ્યા છે. અમે આવનારા મહેમાનનું સ્વાગત કરવા માટે ખુબ જ ઉત્સાહિત છીએ. જો કે અમને ખબર નથી કે દીકરો આવશે કે દીકરી એટલે અમે કંઈ ખરીદી નથી શકતા પણ હા અમે સામાન્ય ખરીદી તો શરૂ કરી જ દીધી છે.’

image source

તમને જણાવી દઈએ કે કપિલ શર્માના લગ્ન ગયા વર્ષે ગિની ચતરથ સાથે 12 ડિસેમ્બરે અમૃતસર ખાતે થયા હતા. કપિલે તેના એક વર્ષ પહેલાં ગિન્ની સાથેના સંબંધનો ખુલાસો ટ્વિટર દ્વારા કર્યો હતો. આજે હજું તેમના લગ્નને એક વર્ષ પણ નથી થયું અને તેમને ત્યાં દીકરી રૂપે લક્ષ્મીજીની પધરામણી થઈ ગઈ છે. અમારા તરફથી પણ કપીલ શર્માને પુત્રીના જન્મ નિમિતે ખુબ બધી શુભકામનાઓ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ