આપણા આ ગુજરાતી પર તમને પણ ગર્વ થશે, વાયુ વાવાઝોડા સામે કરશે રક્ષા…

ગુજરાત રાજ્ય પર હાલમાં વાયુ વાવાઝોડનો ખતરો મંડારાઈ રહ્યો છે અને તમારા સરકારી તંત્ર અને પ્રશાસન એલર્ટ કરવામાં આવ્યુ છે. લોકો તેમજ જાનમાલને હાનિ ના પહોંચે તેના માટે ડિઝાસ્ટર મેનેજમેન્ટ સહિતના તમામ અધિકારી પોતપોતાની ફરજ પર હાજર થઈ ચૂક્યા છે. ત્યારે ગઈ રાત્રે અમદાવાદના હવાઈમથકની લોનમાં એક અધિકારી પોતાના લગેજ સાથે પોરબંદર શહેર ખાતે ફરજ બજાવવા જવા માટે સજ્જ હતા અને તે પણ રજાઓ કેન્સલ કરી અડધા રસ્તેથી જ પરત ફર્યા હતા અને ફક્ત બે-ચાર કલાકની નિદ્રા લઈ દિવસો સુધી કામગીરી કરવા માટે પોતાની જાતને સજ્જ કરી રહ્યા હતા અને એમનું નામ છે પોરબંદર શહેરના મામલતદાર વિવેક ભાઈ ટાંક.


થોડા દિવસો પૂર્વ જ પોરબંદર શહેરના પાતા ગામ ખાતે ડિઝાસ્ટરની ઘટના વખતે લોકોને સુરક્ષિત રાખવા માટે સરકારી જમીનો પર સાયક્લોન સેન્ટરના નિર્માણ કરવાની કામગીરી દરમિયાન ગ્રામવાસીઓ એ વિરોધ દર્શાવતા પોરબંદરના મામલતદાર વિવેક ટાંક ગામમાં દોડી ગયા હતા તેમજ લોકોને સમજાવ્યા હતા. જોકે ઉશ્કેરાયેલા ગ્રામજનોના ટોળા એ વિવેક ટાંક પર હુમલો કરી દીધો હતો અને તેમનો સહેજમાં બચાવ થયો હતો.

આ ઘટનાને માંડ ત્રણ દિવસ વિત્યા છે ત્યાં જ પૂર્વથી જ રજા મંજૂર થઈ ચૂકી હોવાથી પરિવાર પ્રતિ ફરજ નિભાવવા માટે રવિવારના રોજ પોરબંદરથી આખી રાત સફર કરી તેઓ અમદાવાદ આવ્યા હતા. જ્યાંથી સવારે ૧૦ વાગ્યે ટ્રેન દ્વારા હરિદ્વારા જવા માટે નિકળ્યા હતા. પરંતુ રાત્રિના ૧૧ વાગ્યાની આજુબાજુ ફોન આવ્યો કે પોરબંદર પર વાવાઝોડાનું જોખમ તોળાઈ રહ્યુ છે તુરંત ફરજ પર હાજર થવુ.


આ સુચના મળતા તેઓ જયપુર સ્ટેશન પર ટ્રેનથી ઉતરી ગયા અને પરત ફરવા અર્થ મધરાત્રે ૨-૩ કલાક બસ પકડવાની કોશિશ કરી પરંતુ કોઈ બસ મળતી ન હતી. અંતે સવારે અમદાવાદ જનાર પ્રથમ બસ ૮-૯ વાગ્યે પકડીને તેઓ ગઈકાલ રાત્રે ૧ વાગ્યના સુમારે અમદાવાદ પહોચ્યા છે. હવે પોરબંદર પહોંચવા માટે સૌથી ઝડપી માર્ગ વિમાન હતો. જેથી તેઓ હવાઈમથક પર ૨ વાગ્યે પહોચ્યા, પ્લેન નો સમય સવારે ૬:૪૦ નો હતો.

ચેક ઈન કરવામાં લગભગ ૩ કલાક જેટલા સમયની વાર હોવાથી તેમજ પરિવારના અાગ્રહને કારણે ૩-૪ દિવસના થોકેલા તેમજ ઈજાગ્રસ્ત આ યુવાન મામલતદાર વિવેક ટાંક હવાઈમથકની લોન પર જ ૨-૩ કલાક માટે સુઈ ગયા હતા. જેથી તે ફરજ પર હાજર થતા સાથે જ વાવાઝોડાથી અસરગ્રસ્ત ગ્રામજનોની મદદ માટે દોડી શકે. પોરબંદર શહેરના મામલતદાર વિવેક ટાંક જેવા હજારોની સંખ્યામાં અધિકારીઓ અને કર્મચારીઓ ગુજરાતમાં આવી રહેલા વાવાઝોડાના વખતે લોકોના જાનમાલને થતા નુક્સાનથી બચાવવા માટે મેદાનમાં આવી ગયા છે.

પશ્ચિમ કાંઠા તરફ વધી રહ્યુ છે ‘વાયુ’ ચક્રવાત, ૩ લાખના રેસ્કયુ માટે સેના-NDRF એલર્ટ

ગુજરાતમાં વાયુ ચક્રવાતની ઝડપ ૧૧૦ થી ૧૩૫ કિમી પ્રતિ કલાક સુધીની હોઈ શકે છે. તેનું લેન્ડફોલ (સમુદ્ર તટ થી અથડાવાનું સ્થાન) સૌરાષ્ટ્ર તટની નજીક હોવાનું અનુમાન છે. સૌરાષ્ટ્ર વિસ્તારના ૧૦ જિલ્લાના ૪૦૮ ગ્રામોમાં રહેતા લગભગ ૬૦ લાખની આબાદીના ચક્રવાતથી પ્રભાવિત થવાની આશંકા છે.

ચક્રવાત વાવાઝોડુ વાયુ ગુજરાત તરફ આગળ વધી રહ્યુ છે, હવામાન વિભાગનું રેડ એલર્ટ

ચક્રવાતથી પ્રભાવિત ૩ લાખ લોકોના રેસ્કયુ માટે સેના-એનડીઆરએફ તૈનાત ગુજરાતમાં વાયુ વાવાઝોડાની ઝડપ ૧૧૦ થી ૧૩૫ કિમી પ્રતિકલાક સુધી હોઈ શકે છેસૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં સૌથી વધુ અસર, લગભગ ૬૦ લાખની આબાદી પ્રભાવિત

અરબ સાગરથી ઉઠેલુ ચક્રવાતી તોફાન વાયુ પશ્ચિમી તટ તરફ ઝડપથી વધી રહ્યુ છે. આ મહારાષ્ટ્રથી ગુજરાત તરફ વધી રહ્યુ છે. હવામાન વિભાગને અનુસાર વાયુના ૧૩ જુને ગુજરાતના કાંઠાના વિસ્તારો પોરબંદર અને કચ્છ વિસ્તારમાં પહોચવાની સંભાવના છે. આ વચ્ચે પરિસ્થિતિથી નિપટવા અને લગભગ ૩ લાખ લોકોનું રેસ્કયુ કરવા માટે સેના અને એનડીઆરએફ એ કમર કસી લીધી છે. આ પહેલા પાછલા મહિને આવેલા ફોની વાવાઝોડાથી ઓડિશામાં ઘણું નુક્સાન થયુ હતુ. ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારોમાં હવામાન વિભાગે રેડ એલર્ટ જારી કર્યુ છે. ચક્રવાતની અસર મહારાષ્ટ્ર, કર્ણાટક અને ગોવામાં પણ પડવાની સંભાવના છે.

ગુજરાતમાં વાયુ ચક્રવાતની ઝડપ ૧૧૦ થી ૧૩૫ કિમી પ્રતિકલાક સુધી હોઈ શકે છે. તેનો લેન્ડફોલ સૌરાષ્ટ્રના તટની નજીક હોવાનું અનુમાન છે. અત્યારે ચક્રવાત પોતાની વર્તમાન સ્થિતિથી ઉત્તર તરફ (કોંકણ તટથી) સૌરાષ્ટ્રના પોરબંદર અને મહુવાની વચ્ચે વધી રહ્યુ છે. ચક્રવાતી વાવાઝોડાને કારણે કાચા મકાનો અને નબળી ઈમારતોને નુક્સાન, વિજ સપ્લાય પ્રભાવિત થવાની સાથે જ નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની આશંકા સેવાઈ રહી છે.

‘સૌરાષ્ટ્રમાં ૬૦ લાખ આબાદી પ્રભાવિત’

તોફાનથી સૌથી વધુ કચ્છ, દેવભૂમી દ્વારકા, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, દીવ, ગિર, સોમનાથ,અમરેલી અને ભાવનગર જિલ્લાઓમાં નુક્સાનનું અનુમાન છે. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે મિડિયાને જણાવ્યુ કે સૌરાષ્ટ્ર વિસ્તારના ૧૦ જિલ્લાના ૪૦૮ ગામમાં રહેતી લગભગ ૬૦ લાખની આબાદીના ચક્રવાતથી પ્રભાવિત થવાની સંભાવના છે.

સોનાની ૧૦ ટુકડીઓ તૈનાત

રેસ્કયુ ઓપરેશનમાં મદદ માટે રાજ્ય સરકારે સેનાની ૧૦ ટુકડીને પશ્ચિમ તટ પર તૈનાત કરી છે. જામનગર, ગિર, દ્વારકા, પોરબંદર, સોમનાથ, મોરબી, ભાવનગર, રાજકોટ અને અમરેલીમાં સેનાને લગાવવામાં આવી છે. સેનાની બધી ટુકડીઓને બુધવારે બપોરે ૧૨ વાગ્યા સુધી બધા જિલ્લા મુખ્યાલયો પર પહોચવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. આ સાથે જ રાહત અને બચાવ કામગીરીમાં મદદ માટે સેનાની ૨૪ ટુકડીઓને તૈયાર રહેવા કહેવામાં આવ્યુ છે. એક ટુકડીમાં સેનાની ઈંફ્રેટ્રી, આર્ટિલરી, સિગ્નલ, એન્જીનીયર્સ અને મેડિકલ કોપર્સના જવાન હોઈ છે.

હવામાન વિભાગે આગામી ૧૨ કલાકમાં ચક્રવાતી તોફાનના હજુ વધુ ગંભીર રુપ ધારણ કરવાની સંભાવના જતાવી છે. ગુજરાતના અધિકારી ઓડિશામાં આવેલા ‘ફોની’ તોફાનના સમયે અપનાવાયેલી તકનીક બાબતે જાણકારી પ્રાપ્‍ત કરી રહ્યા છે. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર (એસઈઓસી) એ સેનાને કોઈ પણ પ્રકારની આપાત સ્થિત દરમિયાન મદદ ઉપલબ્ધ કરાવવા માટે વિનંતી કરી છે.

ગૃહ મંત્રાલયમાં બેઠક, એડવાઈઝરી જારી

તેનાથી પહેલા ગૃહમંત્રી અમિત શાહે મંગળવારે ઉચ્ચ સ્તરીય બેઠક કરી તૈયારીઓનું નિરિક્ષણ કર્યુ. ગુજરાતની સાથે જ કેન્દ્ર શાસિત પ્રદેશ દિવ માટે પણ એડવાઈઝરી જારી કરવામાં આવી છે. સમીક્ષા બેઠક દરમિયાન ગૃહમંત્રી એ લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાની સાથે જ વિજળી, સંચાર, સ્વાસ્થય અને પીણા જેવી જરૂરી સેવાઓ ઉપલબ્ધ કરાવવાના નિર્દેશ આપ્યા. આ બેઠકમાં ગૃહ સચિવ, પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સેક્રેટરી સિવાય હવામાન વિભાગ અને ગૃહ મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા.

રેસ્કયુ બાદ ૭૦૦ ચક્રવાત રાહત કેન્દ્રોમાં લોકોને કરવામાં આવશે શિફ્ટ

૩ લાખનું થશે રેસ્કયુ, ૭૦૦ સાઈક્લોન સેન્ટર

ગૃહ મંત્રાલયે એક નિવેદન જારી કરતા કહ્યુ, ‘ગુજરાત અને દમણ દિવ પ્રશાસને લગભગ ૩ લાખ લોકોને સુરક્ષિત કાઢવાની તૈયારી કરી છે. તેના સાથે જ ચક્રવાતથી સૌથી વધુ પ્રભાવિત થનાર વિસ્તારોની ઓળખ કરવામાં આવી છે. લોકોના રેસ્કયુ બાદ ૭૦૦ સાઈક્લોન રિલિફ સેન્ટરોમાં શિફ્ટ કરવામાં આવશે. ગુજરાત અને દમણ દિવમાં રાહત કાર્યોમાં મદદ માટે એનડીઆરએફ (રાષ્ટ્રીય આપદા રાહત બલ)ની ૩૯ ટીમોને પહેલાથી જ તૈનાત કરી દેવામાં આવી ચૂકી છે’..

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ