વિચિત્ર પરંપરા: આ દેશમાં લગ્ન માટે યુવતીને કરવામાં આવે છે કિડનેપ, UNએ વ્યક્ત કરી ચિંતા

દુનિયાભરના દેશો પોતાને વિકસિત અને સભ્ય બનાવવા લાગેલા છે. ઘણા દેશોની પહોંચ ચંદ્ર અને મંગળ સુધી પહોંચી ગઈ છે. પરંતુ એવા ઘણા દેશો છે જ્યાં આવી પ્રથાઓ પ્રચલિત છે, જે સુસંસ્કૃત સમાજ પર એક દાગ સમાન છે. મધ્ય એશિયન દેશ કિર્ગિઝ્સ્તાનમાં પણ એક આવી કૃપ્રથા પ્રચલિત છે. તમને જણાવી દઈએ કે અહિયા લગ્ન માટે દુલ્હનને અપહરણ કરવાની પ્રથા છે. આ દેશમાં દર વર્ષે હજારો છોકરીઓ અને મહિલાઓનું લગ્ન માટે અપહરણ કરવામાં આવે છે.

image source

આમ તો કિર્ગીસ્તાની સરકારે 2013માં જ આ પ્રથાને ગેરકાયદેસર જાહેર કરી દીધી હતી, જો કે તાજેતરમાં સામે આવેલી એક ઘટનાએ બધાને ચોંકાવી દીધા છે. આ દરમિયાન લગ્ન માટે 27 વર્ષીય યુવતીનું બળજબરીથી અપહરણ કરવામાં આવ્યું હતું અને બાદમાં તેની હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાથી દેશભરમાં આક્રોશનું મોજુ ફરી વળ્યું છે. આ પ્રથા સામે ત્યાં વિરોધ પ્રદર્શન તીવ્ર બન્યું છે.

image source

તમને જણાવી દઈએ કે કિર્ગિઝ્સ્તાનની રાજધાની બિશ્કેકમાં 5 એપ્રિલે કામ માટે ઘરની બહાર જઈ રહેલી એજાદા કનાટબકોવા નામની 27 વર્ષીય યુવતીનું અપહરણ કરવામાં આવ્યું હતું. પોલીસ રિપોર્ટ અનુસાર ત્રણ શખ્સો યુવતીને બળજબરીથી કારમાં બેસાડી અને અજાણી દિશામાં ભાગી ગયા. પરિવારના સભ્યોએ યુવતીની ઘણી શોધખોળ કરી પરંતુ તે ક્યાંય મળી ન હતી. આવી સ્થિતિમાં તેમણે પોલીસને આ મામલે મદદની માંગ કરી હતી, પરંતુ વીડિયો પુરાવા મળ્યા બાદ પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી.

image source

આ ઘટનાના બે દિવસ બાદ એઝાદા કનાટબકોવાને બિશ્કેક નજીકના ગ્રામીણ વિસ્તારમાં એક વ્યક્તિ સાથે કારમાં મૃત હાલતમાં મળી આવી હતી. એક સ્થાનિક ભરવાડે જાણ કરી કે તેણે આ કાર 5 અને 6 એપ્રિલના રોજ જોઇ હતી. તેને લાગ્યું કે કાર કાદવમાં ફસાઈ ગઈ છે. આ પછી,7 એપ્રિલે તે કારની નજીક ગયો ત્યારે તેણે એક યુવતી અને યુવકનો મૃતદેહ જોયો. આવી સ્થિતિમાં તેણે પોલીસને જાણ કરી.

image source

એઝાદા કનાટબકોવાના જબરદસ્તી અપહરણ અને હત્યાની ઘટનાએ સમગ્ર બિશ્કેકને હચમચાવી નાખ્યું હતું. લોકો આ ઘટના અંગે સોશિયલ મીડિયાથી લઈને સડકો પર વિરોધ કરી રહ્યા છે. પ્રાથમિક તપાસ મુજબ પોલીસે દાવો કર્યો હતો કે આ વ્યક્તિએ સંઘર્ષ દરમિયાન યુવતીનું ગળું દબાવ્યું હતું અને પછી તેમણે આત્મહત્યા કરી હતી.

image source

તમને જણાવી દઈએ કે કિર્ગિઝ્સ્તાનમાં દર વર્ષે 8 હજાર છોકરીઓનું લગ્ન માટે અપહરણ કરવામાં આવે છે. આશ્ચર્યજનક બાબત એ છે કે મોટાભાગના કિસ્સાઓમાં અપહરણકર્તાઓ પહેલી રાતે જ યુવતી સાથે બળાત્કાર કરે છે, જેના કારણે તે તેનું કલંક દૂર કરવા માટે તેમની સાથે લગ્ન કરવા માટે રાજી થાય છે. તો બીજી તરફ બળાત્કાર કરનાર સાથે ન રહેવાની તેમની મુશ્કેલીઓ વધે છે. કારણ કે આવી છોકરીઓ સાથે કોઈ લગ્ન કરતું નથી. યુનાઇટેડ નેશન્સે પણ કિર્ગિઝિસ્તાનની પરિસ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!