આ 7 બોલિવૂડ કલાકારો પાસે છે જોરદાર મોંધી સાયકલ, કિંમત જાણીને આંખો થઇ જશે પહોળી

7 બૉલીવુડ કલાકારો જેમને છે મોંઘી સાઇકલનો શોખ, સાઈકલની કિંમત સાંભળી તમારી આંખો ફાટી જશે.

બૉલીવુડ સ્ટાર્સને મોંઘી વસ્તુઓ અને લકઝરીથી ખૂબ પ્રેમ હોય છે. મોંઘી પાર્ટીઓ, મોંઘા કપડાં, મોંઘું જમવાનું અને મોંઘા ગિફ્ટસ, લકઝરી બંગલો અને મોંઘી કાર- એમની પાસે શુ નથી હોતું. પણ શું તમે જાણો છો કે આ બધા સિવાય અમુક સ્ટાર્સને મોંઘી સાઈકલનો પણ શોખ છે અને આ સાઈકલની કિંમત લાખોમાં છે.

રણબીર કપૂર.

image source

થોડા મહિના પહેલા રણબીર કપૂર પોતાની નવી લાલ રંગની સાઇકલ પર શહેરમાં ફરતા દેખાયા હતા. આ શાનદાર મેટ એક્સ ફોલ્ડેબલ ઇબાઈક રણબીરે 1 લાખ 46 હજાર રૂપિયામાં ખરીદી છે. મેટ એક્સ બાઇક દુનિયાની સૌથી સારી ઇલેક્ટ્રોનિક સાઈકલ્સમાંથી એક ગણાય છે. એમ 1000 વોટની પાવરફુલ મોટર છે અને સ્માર્ટ LCD ડિસ્પ્લેની સાથે બીજા ઘણા બધા ફીચર્સ પણ રહેલા છે.

સલમાન ખાન

image source

સલમાન ખાનને ફક્ત મોંઘી બાઈકનો જ શોખ નથી, એ સાઈકલિંગના પણ દીવાના છે અને ઘણીવાર એ મુંબઈના રસ્તા પર સાઈકલિંગ કરતા દેખાયા છે. પોતાના સાઇકલ પ્રેમને કારણે જ સલમાન ખાનની બ્રાન્ડ બીઇંગ હ્યુમને એક સાઇકલ લોન્ચ કરી છે અને સલમાન પોતાની જ બ્રાન્ડની સાઇકલ ચલાવતા દેખાય છે. બીઇંગ હ્યુમનની આ સાઈકલની પ્રાઇસ રેન્જ 40323 થી 57577 રૂપિયાની વચ્ચે છે.

શાહિદ કપૂર.

image source

શાહિદ કપૂરને પણ સાઈકલનો ઘણો શોખ છે. એમને થોડા સમય પહેલા ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો હતો જેમાં એ સાઇકલ ચલાવતા દેખાઈ રહ્યા હતા ફોટોમાં દેખાઈ રહેલી એ ઇલેક્ટ્રિક સાઇકલ Ducati Scrambler 1100 એક ખૂબ જ ફેન્સી મોટર સાઇકલ છે. એની શરૂઆતની કિંમત 2.5 લાખથી 3 લાખની વચ્ચે છે. શાહીદની આ સાઇકલ ખૂબ જ સ્ટાઈલિશ છે અને શાહિદ એના પર રોડ ટ્રીપ કરી ચુક્યા છે

સારા અલી ખાન.

image source

સારા અલી ખાન અને એમના ભાઈ ઇબ્રાહિમ અલી ખાનને પણ લોકડાઉન દરમિયાન સાઈકલિંગ કરતા જોવામાં આવ્યા હતા. સારાએ પોતાના સાઈકલિંગના શોખને પૂરો કરવા માટે યુ બેન્ડ ચેચીસની Vogue સિલેક્ટ કરી છે, જેની કિંમત 10 થી 15 હજાર રૂપિયા છે.

આયુષમાન ખુરાના

image source

આયુસમાન ખુરાના અને તાહીરા બંનેને જ સાઇકલ ચલાવવનો શોખ છે. જ્યારે આ કપલ ચંદીગઢમાં રહેતું હતું ત્યારે સાઈકલિંગ એમની ડેઇલી ફિટનેસ રૂટિનનો એક ભાગ હતી. તાહીરા પોકેટ ફ્રેન્ડલી સાઇકલ Firefox sniper D ચલાવે છે જેની કિંમત 20 થી 30 હજાર રૂપિયા છે જ્યારે આયુષમાન પાસે Scott cycle છે જેની કિંમત લગભગ 3થી 6 લાખ રૂપિયા છે.

સૂરજ પંચોલી.

image source

હીરો ફિલ્મથી બોલીવુડમાં પગ મુકનાર એકટર સૂરજ પંચોલી પણ ઘણીવાર સાઈકલિંગ કરતા દેખાય છે. એમને સાઈકલિંગનો ખુબ જ શોખ છે. એ લગભગ રોજ જ સાઇકલ ચલાવે છે. એમની પાસે ફેક્ટર 02 મિયામી બ્લુ અને બીઇંગ હ્યુમન BH 12 સાઈકલ છે. Factorને દુનિયાની સૌથી મોંઘી રોડ બાઈકસ બનાવવા માટે ઓળખવામાં આવે છે. સૂરજ પંચોલીની સાઇકલ ફેક્ટર 02 મિયામી બ્લુની કિંમત 5.5 લાખથી શરૂ કરીને 8 લાખ સુધીની છે. એ સિવાય એમને પોતાની સાઈકલને કસ્ટમાઇઝ પણ કરાવી છે જેના માટે એમને અલગથી પૈસા ખર્ચ્યા છે ‘

‘ડેઝી શાહ.

image source

જય હો અને રેસ 3 ફિલ્મોની એક્ટ્રેસ ડેઝી શાહને પણ મોંઘી સાઈકલનો શોખ છે. એમની પાસે બીઇંગ હ્યુમન ઇલેક્ટ્રિક સાઇકલ છે અને જેની કિંમત 30 થી 40 હજાર રૂપિયા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ