વાહ, શું વાત છે? ઉત્તર પ્રદેશના આ ગામમાં ઉગ્યા પીળા અને રિંગણી કલરના ફુલાવર, જુઓ તસ્વીરો

શું તમે ક્યારેય પીળા અને રીંગણી કલરના ફુલાવર જોયા છે ? તમે જવાબ આપો તે પહેલાં જ અમે જણાવી દઈએ કે મોટાભાગના વાંચકોનો જવાબ ના જ હશે. પણ તમને એ જાણીએ નવાઈ લાગશે કે ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લાના એક ગામ પીપીગંજમાં એક ખેડૂતે રંગીન ફુલાવરની ખેતી કરવામાં સફળતા મેળવી છે. આ ફુલાવર જોતાં જ ગમી જાય તેવા સુંદર દેખાય છે અને ખાવામાં પણ એટલા જ સ્વાદિષ્ટ અને ફાયદાકારક છે.

image source

મહાયોગી ગોરખનાથ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ચોક માફી પીપીગંજ ગોરખપુરના વિશેષજ્ઞ ડોકટર વિવેક પ્રતાપ સિંહ આ અંગે કહે છે કે ખેડૂતના પ્રક્ષેત્ર (ખેતી) પર પીળા અને રીંગણી રંગના ફુલાવર ઉગાવવામાં આવી રહ્યા છે જે સામાન્ય ફુલાવરની જેમ જ છે હશે પરંતુ અનેક પોષક તત્વોથી ભરપૂર છે.

image source

ડોકટર વિવેક પ્રતાપ સિંહે વધુમાં જણાવ્યું કે આ ફુલાવરમાં ફાઈટો કેમિકલ્સ અને એન્ટીઓક્સિડન્ટ પણ હોય છે જે બીમારી અને બોડી ઈન્ફેક્શન સામે લડવામાં સહાયક છે. તેમાં કેલ્શિયમ ફાસ્ફોરસ, મેગ્નેશિયમ અનવ ઝીંક છે જે હાડકાને મજબૂત બનાવવાનું કામ કરે છે. ખાસ કરીને મોટી ઉંમરના લોકો અને ગર્ભવતી મહિલાઓ માટે બહુ ફાયદાકારક છે.

image source

ડોકટરે એમ પણ જણાવ્યું કે તેની ખેતી માટે ઠંડી તથા આદ્ર જળવાયુંની આવશ્યકતા રહે છે એ સીવાય ખેતી માટે બલુઈ દોમટ માટી ઘણી સારી માનવામાં આવે છે. તેને વાવવાનો સારો સમય સપ્ટેમ્બરથી ઓક્ટોબર છે. બાકીની બધી પ્રક્રિયા સામાન્ય ફુલાવરની જેમ જ કરવામાં આવે છે.

image source

નોંધનીય છે કે આ ફુલાવર વિષ્ણુ પ્રતાપ સિંહે પોતાના ખેતરમાં વાવ્યું છે. તેઓને જિલ્લા અને પ્રદેશ તથા રાષ્ટ્રીય સ્તર પર કૃષિના ક્ષેત્રે અગ્રણી કાર્ય હેતુ પુરસ્કૃત અને સન્માનિત કરવામાં આવ્યા હતા. તેની આ સરાહનીય પહેલના કારણે સ્થાનિક ખેડૂતોમાં પણ ઉત્સાહનો સંચાર થયો છે.

image source

ખેડૂત વિષ્ણુ પ્રતાપ સિંહે જણાવ્યું હતું કે આ પ્રકારની નવીન ચીજોને જોવા માટે કેટલાય પ્રગતિશીલ ખેડૂતો ખેતરમાં આવે છે. આ પ્રકારની નવી નવી ટેકનિકો, પ્રજાતિઓ વગેરે ખેડૂતોના ખેતર સુધી પહોંચાડવા માટે આગામી સમયમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર સ્ટોન માઈલ સાબિત થશે. આ ફુલાવર પોષકતત્વોથી પણ ભરપૂર છે અને દેખાવમાં પણ મનમોહક લાગે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ