હંમેેશા આ 5 રીતે બાળકને રાખો ફીટ, નહિં તો હાઈપરટેન્શનથી લઇને આ બીમારીઓ શરીરમાં કરી જશે ઘર

કોરોના લોકડાઉન દરમિયાન બાળકોનું વજન વધી ગયું છે. અમેરિકન વૈજ્ઞાનિકોએ પોતાની એક શોધમાં એ દાવો કર્યો છે. શોધ અનુસાર કોરોના મહામારી પછી બાળકોએ ઘરમાંથી બહાર નીકળવાનું બંધ કરી દીધું છે. ઘરે રહેવાના કારણે એમને થોડી થોડીવારે ખાવાની આદત પડી ગઈ છે. શારીરિક હલનચલન પણ પહેલા જેવું નથી રહ્યું અને એટલે જ એમનું વજન વધી ગયું છે. જે ગંભીર બીમારીઓનું કારણ બની શકે છે.

image source

બાળકોમાં મેદસ્વીતા એક ગંભીર સમસ્યા છે. જો બાળક વધુ વજનવાળું હોય તો એમને ઘણા પ્રકારની શારીરિક અને માનસિક સમસ્યાઓ થઈ શકે છે. રોબર્ટ વુડ જોનસન ફાઉન્ડેશનના અધ્યક્ષ ડૉ રિચર્ડ બેસર અનુસાર વધુ વજનવાળા બાળકો ફિટ બાળકોની સરખામણીએ પોતાની શારીરિક અને માનસિક ક્ષમતાઓનો ઓછો ઉપયોગ કરી શકે છે.

image source

જો તમે તમારા બાળકને ફિટ રાખવા માંગતા હોય તો બે વાતનું ધ્યાન રાખો. એક એમના ભોજનનું અને બીજું એમની શારીરિક ગતિવિધિનું. એક સ્વસ્થ આહાર ચાર્ટ અને ટાઈમ ટેબલ બનાવવું એ તમારા બાળકો માટે એક સાચી ભેટ બની શકે છે. ડોકટરો અનુસાર વજન વધવાની સમસ્યા બાળકોને વ્યસકોની તુલનામાં વધુ પ્રભાવિત કરે છે એટલે માતા પિતાએ પોતાની ખાવાની આદતો અને ગતિવિધિઓ વિશ ખાસ સાવધાન રહેવું જોઈએ..

બાળકોને ફિટ રાખવાના 5 ઉપાયો.

image source

1- નિષ્ણાતો અનુસાર બાળકોને જંક ફૂડથી દૂર રાખવા ખૂબ જ જરૂરી છે. માતા પિતાએ બાળકો માટે વિકલ્પોની શોધ કરવી જોઈએ જે જંક ફૂડનું સ્થાન લઈ શકે. જંક ફૂડ બાળકોમાં કોલેસ્ટ્રોલનું લેવલ વધારે છે.એનાથી બાળકોમાં પોષકતત્વોની કમી રહે છે અને વજન વધવા લાગે છે.

image source

2- બાળકોનો સ્ક્રીન ટાઈમ ઓછો કરો. માતા પિતા બાળકોના સ્ક્રીન સમયને ઓછો કરવા પર ધ્યાન આપવું જોઈએ. સ્ક્રીન ટાઇમની આદત બાળકોની સ્વસ્થ આદતોને નષ્ટ કરી દે છે. એનાથી બાળકો આળસુ થઈ જાય છે અને એમનું વજન વધવા લાગે છે.

image source

3- બાળકો માટે દરરોજ શારીરિક હલનચલન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. જો આવું ન થતું હોય તો માતા પિતાએ એ વિશે વિચારવાની જરૂર છે. નિષ્ણાતોના કહેવા અનુસાર 5 વર્ષથી વધુ ઉંમરના બાળકોએ રોજ ઓછામાં ઓછી 30 મિનિટ કસરત કરવી જોઈએ. એ બાળકોને માનસિક અને શારીરિક બંને રીતે ફિટ રાખે છે

image source

4- બાળકોને માનસિક રીતે મજબૂત રાખવા જોઈએ. માનસિક રીતે ભ્રમિત થવાથી પણ બાળકોનું વજન વધે છે. એટલે માતા પિતાએ પણ બાળકના માનસિક સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું જોઈએ. જો બાળક તણાવગ્રસ્ત હોય કે કોઈ ચિંતાથી પીડિત હોય તો એને પ્રેરિત કરો.

image soucre

5- પૂરતી ઊંઘ ન મળવાના કારણે બાળકમાં આળસ અને તણાવ વધે છે. માતા પિતાએ એ સુનિશ્ચિત કરવું જોઈએ કે બાળક જલ્દી સુઈ જાય અને જલ્દી ઉઠે, પણ 7 કલાકની ઊંઘ ખૂબ જ જરૂરી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત