આ કારણે ઉત્તરાયણના દિવસે ઉડાડવામાં આવે છે પતંગ, નહીં જાણતા હોવ તમે પણ

ઉત્તરાયણને ભારતના ખાસ તહેવારોમાંનો એક માનવામાં આવે છે. આ તહેવાર દર વર્ષે જાન્યુઆરી મહિનામાં અને 14 તારીખે આવે છે. આમ તો અન્ય તહેવારોની જેમ આ તહેવારે પણ કેટલીક પરંપરાઓનું ખાસ પાલન કરવામાં આવે છે. પરંપરા અને માન્યતાઓની સાથે આ તહેવારનું ખાસ આકર્ષણ હોય તો તે પતંગ ઉડાડવાની પરંપરા છે. આ અવસરે દરેક ઉંમરના લોકો પતંગ ઉડાવે છે. અનેક જગ્યાઓએ પતંગ ઉત્સવનું પણ આયોજન કરાય છે તો સાથે જ કેટલીક સ્પર્ધાઓ પણ યોજાય છે. કેટલાક દેશોમાં પતંગ રસિયાઓ પોતાની કલાથી અન્ય લોકોનું મનોરંજન કરે છે. તો જાણો શા માટે આ દિવસે પતંગ ચઢાવવામાં આવે છે.

હેલ્થ માટે છે લાભદાયી

image soucre

મકર સંક્રાંતિના દિવસે પતંગ ચઢાવવું એ હેલ્થ માટે સારું ગણવામાં આવે છે. પતંગ ચઢાવવાનું કોઈ ધાર્મિક મહત્વ નથી પણ હેલ્થને ધ્યાનમાં રાખીને આ દિવસે પતંગ ચઢાવવાનું શુભ માનવામાં આવ્યું છે. ખાસ કરીને શિયાળામાં લોકો પોતાના ઘરમાં કામળામાં સૂઈ રહેવાનું પસંદ કરે છે.પણ આ તહેવારના દિવસે તમે થોડી વાર પતંગ ચઢાવવાના કારણે તડકાના સંપર્કમાં આવો છો અને તેનાથી રોગ જાતે જ નષ્ટ થઈ જાય છે.

image source

વૈજ્ઞાનિક તથ્યો અનુસાર ઉત્તરાયણમાં સૂર્યની ગરમી ઠંડીના પ્રકોપ અને ઠંડીના કારણ થતા રોગને સમાપ્ત કરવાની ક્ષમતા રાખે છે. એવામાં ઘરના ધાબા પર લોકો પતંગ ચઢાવે છે તો સૂરજના કિરણો એક દવાની જેમ કરામ કરે છે. આ માટે ઉત્તરાયણના દિવસે પતંગ ચઢાવવાની પરંપરા માનવામાં આવી રહી છે.

શુભતાની શરૂઆત

image source

મકરસંક્રાંતિના પર્વને ખૂબ જ પુણ્ય પર્વ ગણવામાં આવે છે. કહેવાય છે કે આ પર્વથી જ શુભકાર્યોની શરૂઆત થાય છે. કેમકે ઉત્તરાયણના દિવસે સૂર્ય ઉત્તરની તરફ ગમન કરે છે અને એવામાં શુભતાની શરૂઆતની ઉજવણી પણ કરવા માટે પતંગની મદદ લેવાય છે. આ સાથે પતંગને શુભતા, આઝાદી અને ખુશીનું પ્રતીક માનવામાં આવે છે. આ માટે સ્વતંત્રતા દિવસે પણ પતંગ ચઢાવાય છે. આ રીતે ઘરમાં શુભતાના આગમનની ખુશીમાં ઉત્તરાયણે પતંગ ચઢાવવાની પરંપરા છે.

આ વાતોનું રાખો ધ્યાન

image soucre

આમ તો પતંગ તેની સાથે ખુશીનો માહોલ લઈને આવે છે. પણ કેટલીક વાતનું ધ્યાન ન રખાય તો ખુશીને દુઃખમાં ફેરવાઈ જવામાં પણ સમય લાગતો નથી. ઉત્તરાયણના દિવસે પતંગ ઉડાવતી સમયે ખાસ વાતોનું ધ્યાન રાખવાનું જરૂરી છે. સૌ પહેલાં પતંગ ચઢાવી સમયે કોઈ સુરક્ષિત જગ્યા નક્કી કરો. જો તમે ધાબા પર પતંગ ચઢાવી રહ્યા છો તો ખાસ ધ્યાન રાખો ચાઈનાની દોરીનો પ્રયોગ ન કરો.

image source

આ સિવાય માંજાની ધાર વધારે મજબૂત કરવા માટે બલ્બનો ભૂકો અને સરસનો ઉપયોગ કરેલી દોરી ન વાપરો. આ દોરી જીવલેણ બની શકે છે. પતંગ ચઢાવતા પહેલાં સનસ્ક્રીન અને ગોગલ્સનો ઉપયોગ યાદથી કરો. સૂરજના કિરણો સીધા આંખ પર પડે છે તો તેનાથી આંખ અને સ્કીનને નુકસાન થાય છે. વધારે પડતા તડકામાં રહેવાથી બચો તે જરૂરી છે. પતંગની દોરીથી આંગળીઓને નુકસાન થાય નહીં તે માટે હાથમાં પટ્ટીઓ લગાવી લો અથવા ગ્લવ્ઝનો ઉપયોગ કરો. પતંગ ઉડાડતી સમયે તે કપાઈને ફાટી જાય તો તેને ફેંકી દો