બૉલીવુડ ફિલ્મી બેકગ્રાઉન્ડ હોવા છતાં પણ અલગ પ્રોફેશનમાંથી કરે છે અઢળક કમાણી.

ફિલ્મી પરિવારના આ બાળકો જેમને નથી ગમતી એક્ટિંગ, અલગ પ્રોફેશનમાંથી કરે છે અઢળક કમાણી.

બોલિવુડના ઘણા સ્ટાર્સ પર ઘણીવાર નેપોટીઝમને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવવામાં આવે છે. વર્ષ 2020માં તો આ મુદ્દો કઈ વધુ પડતો જ સામે આવ્યો. છેલ્લા કેટલાક વર્ષોમાં આઉટસાઈડર્સ કરતા વધારે સ્ટાર કિડસે જ પડદા પર પગ મુકયો છે. જો કે એમાં કેટલા સ્ટાર કિડ્સ એવા પણ છે જે ફિલ્મી પરિવારમાંથી હોવા છતાં પણ બોલિવુડથી દૂર રહે છે અને આજ સુધી પડદા પર ક્યારેય દેખાયા નથી. તો ચાલો આજે અમે તમને જણાવીએ કેટલાક એવા જ સ્ટાર કિડ્સ વિશે જેમને એક્ટિંગ છોડીને બીજા પ્રોફેશનમાં પોતાનું કરિયર બનાવ્યું છે.

રિયા કપૂર.

image source

અનિલ કપૂરની મોટી દીકરી સોનમ કપૂરને તો બધા ઓળખે જ છે. સોનમે પોતાના કરિયરમાં ઘણી હિટ ફિલ્મો આપી છે પણ એમની નાની બહેન રિયા કપૂર ફિલ્મોથી દૂર રહે છે. રિયાના પિતા અનિલ કપૂર બોલિવુડના દિગગજ કલાકાર છે અને ભાઈ હર્ષવર્ધન કપૂર પણ ફિલ્મોમાં આવી ચુક્યા છે. જો કે રિયા એક્ટિંગથી દૂર રહીને ફક્ત ફિલ્મો પ્રોડ્યુસ કરે છે. એમને આએશા, ખુબસુરત અને વિરે દી વેડિંગ જેવી ફિલ્મો પ્રોડ્યુસ કરી છે.

અંશુલા કપૂર.

image source

બોની કપૂરની દીકરી અંશુલા કપૂરનો પણ આખો પરિવાર ફિલ્મો સાથે જોડાયેલો છે. એમના પિતા, ભાઈ અને બહેન બધા જ ફિલ્મોનો ભાગ છે પણ અંશુલાએ બોલીવુડમાં ડેબ્યુ નથી કર્યું. અંશુલા ગૂગલમાં જોબ કરી ચુકી છે. એ સિવાય એ ઋત્વિક રોશનની સ્પોર્ટ્સ બ્રાન્ડ સાથે પણ કામ કરી ચુકી છે. એ ફેનકાઇન્ડ નામના એક ઓનલાઇન ફંડરેઇજિંગ પ્લેટફોર્મ લન ચલાવે છે.

કૃષ્ણા શ્રોફ.

image source

જેકી શ્રોફની દીકરી કૃષ્ણા સોશિયલ મીડિયા પર ઘણી જ એક્ટિવ રહે છે. એમના પિતા સિવાય એમના ભાઈ ટાઇગર પણ બોલિવુડના જાણીતા એકટર છે. જો કે ટાઈગરની જેમ કૃષ્ણાને ફિલ્મોમાં કોઈ રસ નથી. એમને ફિલ્મ મુન્ના માઈકલમાં આસિસ્ટન્ટ ડાયરેકટર તરીકે કામ કર્યું હતું. પણ એમને એક્ટિંગમાં કોઈ જ રસ નથી. એમને વર્ષ 2018માં મુંબઈમાં મિક્સ માર્શલ આર્ટનું એક જિમ ખોલ્યું હતું. એ ફંક્શનલ ટ્રેનિંગને આખા દેશમાં પ્રોત્સાહન આપવાનું કામ કરી રહી છે.

ત્રિશાલા દત્ત.

image source

સંજય દત્તની મોટી દીકરી ત્રિશાલા દત્ત પણ એક્ટિંગથી ઘણી દૂર છે જ્યાં ત્રિશાલના દાદા દાદી અને એમના પિતા ફિલ્મો સાથે ગાઢ સંબંધ ધરાવે છે તો ત્રિશાલાએ પોતાની જાતને એક્ટિંગથી દૂર રાખી છે. જો કે એમના પિતા સંજય દત્ત પણ નહોતા ઈચ્છતા કે ત્રિશાલા ફિલ્મોમાં આવે.

મસાબા ગુપ્તા.

image source

વિવિયન રિચર્ડસ અને નીના ગુપ્તાની દીકરી મસાબા ઘણીવાર ચર્ચામાં રહે છે પણ એમને ખુદને ફિલ્મોથી દૂર રાખી છે. એક બાજુ નીના ગુપ્તા ફિલ્મોમાં ઘણા વર્ષોથી એક્ટિવ છે તો બીજી બાજુ મસાબા ફિલ્મોથી દૂર રહે છે. એ એક જાણીતી ફેશન ડિઝાઈનર છે.

રિદ્ધિમાં કપૂર.

image source

દિવંગત અભિનેતા ઋષિ કપૂરની દીકરી અને રણબીર કપૂરની બહેન રિદ્ધિમાં કપૂર એક જાણીતું નામ જરૂર છે પણ એમન2 ક્યારેય ફિલ્મો નથી કરી. નીતુ કપૂરની લાડલી રિદ્ધિમાં એક સફળ જવેલરી ડિઝાઈનર અને ઇન્ટિરિયર ડિઝાઈનર છે. એ સોશિયલ મીડિયા પર ઘણી જ એક્ટિવ રહે છે પણ એક્ટિંગ સાથે એમનો કોઈ સંબંધ નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ