ભૂલ્યા વગર હવે જલદી કરી લેજો આધાર સાથે PAN લિંક, નહિં તો થશે આટલો બધો દંડ

શું હજી સુધી PAN AADHAAR સાથે લિંક નથી કરાવ્યું, તો જલ્દી કરો નહી તો થશે મોટો દંડ!

હકીકતમાં સરકારે PAN કાર્ડને આધાર સાથે લિંક કરવાની છેલ્લી તારીખ વધારી દીધી છે. કેન્દ્રીય પ્રત્યક્ષ કરબોર્ડે ગત વર્ષ જૂનમાં સ્થાયી ખાતા સંખ્યા (પાન) કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની છેલ્લી તારીખને લઈને અધિસૂચન જાહેર કર્યું છે. જે અનુસાર, પાનકાર્ડને આધાર સાથે લિંક કરવાની તારીખ 31 માર્ચ 2021 કરી દીધી છે. આ પહેલા પાનને આધારકાર્ડ સાથે જોડવાની અંતિમ તારીખ 30 જૂન 2020 હતી. Aadhar સાથે PAN લિંક કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ છે ત્યારબાદ જો લિંક કરાવશો તો દંડ પેટે ભારે રકમ ચૂકવવાનો વારો આવશે, જાણો કેવી રીતે કરશો ઓનલાઇન લિંક.

લિંક કરવાની છેલ્લી તારીખ નજીક આવી રહી છે

image source

જો તમે તમારા આધાર કાર્ડ સાથે પાન કાર્ડને લિંક નથી કર્યું તો તમારે ચિંતિત થવાની જરુર છે. આધાર કાર્ડ સાથે પાન કાર્ડને લિંક કરવાની છેલ્લી તારીખ ધીમે-ધીમે નજીક આવી રહી છે. 31 માર્ચ 2021 પછી પણ તમે જો પાન અને આધાર સાથે લિંક નથી કરાવ્યુ તો તમારે ભારે દંડનું ભુગતાન કરવું પડશે.

મોટો દંડ ભરવાનો વારો આવી શકે છે

image source

આધાર સાથે પાન કાર્ડ લિંક કરાવવાની છેલ્લી તારીખ 31 માર્ચ 2021 છે. જો તમે છેલ્લી તારીખ સુધીમાં આધારને પાન સાથે લિંક ના કરાવ્યુ તો તમારે તેનો મોટો દંડ ભરવો પડશે. નિયમઅનુસાર તમારે 10 હજાર રુપિયાનો દંડ ભરવો પડી શકે છે. માટે અમે તમને સરળ રીતે આધારને પાન સાથે લિંક કરવાની પૂરી પ્રક્રિયા જણાવી રહ્યાં છીએ. તો તમારે મોડુ કરવાની જરુર નથી. થોડો સમય નીકાળીને આ સરકારી કામને પૂરુ કરી નાંખો.

કેવી રીતે ચેક કરશો આધાર પાન સાથે લિંક છે કે નહીં

image source

ઈન્કમટેક્ષ ડિપાર્ટમેન્ટની ઓફિશિયલ વેબસાઇટ incometacindiaefiling.gov.in પર વિઝિટ કરો. ત્યાં Quick Linkનાં વિકલ્પમાં આધાર કાર્ડ પર ક્લિક કરો એક નવાં પેજ પર click hereનું હાઇપરલિંક્ડ ઓપ્શન મળશે. તેનાં પર ક્લિક કરો નવા પેજ પર તમે પાન અને આધાર કાર્ડનું લિંક માંગશે. ત્યાં જરુરી માહિતી આપીને તમે તમારુ પાન કાર્ડ, આધાર કાર્ડ સાથે લિંક છે કે નહીં તે જાણી શકશો.

આધાર સાથે પાન લિંક કેવી રીતે કરશો

image source

ઈન્કમટેક્ષ ડિપાર્ટમેન્ટની ઓફિશિયલ વેબસાઇટ પર incometacindiaefiling.gov.in પર વિઝિટ કરો. Link Adhaar વિકલ્પ પસંદ કરો, નવા પેજ પર તમને પાન નંબર, આધાર નંબર અને નામ જેવી વિગત માંગશે. ડિટેલ્સ અને કેપ્ચા કોડ ભર્યા બાદ સબમિટ બટન પર ક્લિક કરો. રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર આધાર સાથે પાન લિંક થવાની સૂચના આવશે. આ પૂરી પ્રક્રિયામાં તમને વેબસાઈટમાં લોગીન કરવાની જરુર નથી.

1 એપ્રિલ 2021 બાદ નકામું થઈ જશે PAN, ચૂકવવો પડશે દંડ

image source

અધિસૂચન અનુસાર, જો તમે તમારું પાનકાર્ડ આધાર સાથે લિંક નથી કરતા તો 1 એપ્રિલ 2021થી તમારું કાર્ડ નકામું થઈ જશે અને તેનો ઉપયોગ તમે નહીં કરી શકો. આ ઉપરાંત ઈન્કમ ટેક્સ એક્ટ સેક્શન 272B હેઠળ 10,000 રૂપિયાનો દંડ થઈ શકે છે.

ઓફલાઇન પાનને આધાર સાથે આવી લિંક કરી શકશો

image source

જો તમારી પાસે ઓનલાઇન સુવિધા ઉપલબ્ધ નથી તો આપ SMS દ્વારા પણ લિંક કરી શકશો. તેનાં માટે તમારે મેસેજ બોક્સમાં UIDPN ટાઇપ કરીને સ્પેસ બાદ PAN અને Aadhaar નંબર એન્ટર કરવો પડશે. ડિટેલ્સને હવે 567678 અથવા 56161 નંબર પર મોકલી આપો. ત્યારબાદ વિભાગ તમારા પાનને આધાર સાથે લિંક કરવાની પ્રક્રિયા શરુ કરશે લિંક થયા બાદ રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર સૂચના આપવામાં આવશે.

PAN નકામું થયા બાદ અનેક કામ પર પડશે પ્રભાવ

image source

તમને જાણકારી છે કે આ સમયે PAN નંબર લોકો માટે કેટલા જરૂરી કરવામાં આવ્યા છે. બેંકમાં જો તમારે મોટી રકમનું લેન-દેન કરવું હોય તો તેમાં PAN નંબર જરૂરી છે. તેના વગર તમારા બેંક ખાતું નહીં ખુલે. અને કોઈ નાણાંકીય લેન-દેન પણ નહીં કરી શકો. વર્તમાન નિયમો અનુસાર, તમારા પાનને આધાર નંબર સાથે જોડવો અનિવાર્ય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ