બોલિવૂડના કપલોને કહેવાય છે ઈન્ડ્રસ્ટ્રીની બેસ્ટ જોડી, જાણો કોણ છે આ લીસ્ટમાં

એવું કહેવામાં આવે છે કે જોડીઓ આકાશમાં બને છે અને બોલીવુડના કેટલાક યુગલો જોઈને આ વાત સોળ આના સાચી લાગે છે. આજે અમે તમને બોલીવુડના કેટલાક એવા કપલ્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જેને જોઈને તમે કહેશો ‘રબ ને બના દી જોડી’ .

image source

પ્રિયંકા ચોપરા-નિક જોનાસ: પ્રિયંકા અને નિકે ડિસેમ્બર 2018માં લગ્ન કરીને બધાને આશ્ચર્યચકિત કર્યા હતા. નિક અને પ્રિયંકા વચ્ચેના એઈજ ગેપને કારણે પ્રિયંકાને ઘણી બધી ટીકાનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ આ હોવા છતાં તેનો પ્રેમ નિક માટેનો પ્યાર ઓછો થયો નહોતો અને બંનેએ લગ્ન કરી લીધાં. લગ્નના ત્રણ વર્ષ પછી પણ દંપતીનો પ્રેમ અકબંધ છે અને બંને એક ક્ષણની પણ જુદાઈ સહન કરતા નથી. પ્રિયંકા નિક કરતા 12 વર્ષ મોટી છે.

image source

રણવીર સિંહ-દીપિકા પાદુકોણ: એક સમયે રણબીર કપૂરથી બ્રેકઅપનું દર્દ લઈને ભટકતી દીપિકા પાદુકોણને રણવીર સિંહમાં તેના જીવનનો પ્રેમ મળ્યો. બંને ગોલીઓ કી રાસલીલા: રામલીલામાં જોવા મળ્યા હતા, જ્યાં એક કીસથી તેમની વચ્ચે એવી આગ લગાવી કે તેઓએ નવેમ્બર 2018માં લગ્ન કરી લીધા અને તેમના સંબંધોને નામ આપી દીધુ.

image source

અનુષ્કા શર્મા-વિરાટ કોહલી: વિરાટ અને અનુષ્કાની જોડી પણ બોલિવૂડના સર્વશ્રેષ્ઠ યુગલોમાંની એક માનવામાં આવે છે. બંનેએ ડિસેમ્બર 2017માં ઇટાલીના ટસ્કનીમાં લગ્ન કર્યા હતા. થોડા વર્ષો પહેલા બંને એક એડ શૂટ પર મળ્યા હતા અને અહીંથી એકબીજાને દિલ દઈ બેઠા હતા.

image source

કરીના કપૂર-સૈફ અલી ખાન: સૈફ અને કરીનાની લવ સ્ટોરી સૈફિના તરીકે પણ ઓળખવામાં આવે છે, તેમની લવ સ્ટોરી ઘણી રસપ્રદ છે. બંને ફિલ્મ ટશન દરમિયાન નજીક આવ્યા હતા. સૈફના પહેલા લગ્ન તૂટી ગયા હતા અને કરીનાએ શાહિદ કપૂર સાથે બ્રેકઅપ કરી લીધુ હતું. બંને નજીક આવ્યા અને 2012માં લગ્ન કરી લીધા.

image source

શાહરૂખ ખાન-ગૌરી: શાહરૂખ-ગૌરીની લવ સ્ટોરી કોઈ ફિલ્મ સ્ટોરીથી ઓછી નથી. ગૌરીના પરિવારને સમજાવવા શાહરૂખેૉને ખુબ મહેનત કરવી પડી હતી કારણ કે બન્નેના ધર્મ અલગ હતા. ઘણા વર્ષોની મથમણ બાદ તેઓએ 1991 માં લગ્ન કર્યા હતા.

image source

કરણસિંહ ગ્રોવર-બિપાશા; કરણસિંહ ગ્રોવર અને બિપાશા પ્રેમમાં પડ્યા ત્યારે કરણસિંહના લગ્ન થયેલા હતા તો બીજી તરફ બિપાશા હરમન બાવેજાને ડેટ કરી રહી હતી. કરણે ટીવી એક્ટ્રેસ જેનિફર વિન્જેટ સાથે લગ્ન કર્યા હતા. નોંધનિય છે કે લગ્નના એક વર્ષ પછી તે બિપાશાના પ્રેમમાં પડ્યો હતો.

image source

તો બીજી તરફ બિપાશાએ પણ કરણસિંહ ગ્રોવર ખાતર હરમન બાવેજાને છોડી દીધો. બિપાશાએ કરણ સિંહ ગ્રોવર સાથે બંગાળી રીતરિવાજોથી લગ્ન કર્યા હતા. કરણના બિપાશા બાસુ સાથે આ ત્રીજા લગ્ન હતા. કરણ અને બિપાશાના લગ્નનું નામ મંકી મેરેજ હતું. આનું કારણ તે હતું કે બિપાશા કરણને મંકીના નામથી બોલાવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ