ભગવાન શિવાની વેશભૂષા બીજા દેવ કરતાં કેમ છે અલગ જાણો તેનું રહસ્ય

એવું કહેવામ આવે છે કે જેમનું કોઈ નથી તેમનો ભોલેનાથ છે. ભગવાન શિવ છળકપટ થી દૂર રહે છે. તે સૃષ્ટિના સર્જન હાર છે. આની સાથે ભગવાન શિવ સાથે ઘણા એવા રહસ્ય જોડાયેલા છે જેનો અત્યારે પણ ઉકેલ થયો નથી. બધા ભગવાનથી ભગવાન શિવાની વેશભૂષા ખૂબ અલગ છે. તેનાથી ઘણી બધી ચર્ચા થાય છે. ભગવાન શિવાની જટા ખૂબ વિશાળ છે તેમાં તેને ગંગાને સમાવી લીધા છે. તેમની ભાળ પર ચંદ્ર શોભા કરી રહ્યો છે. ભગવાન શિવ ગળામાં સર્પ ધારણ કરે છે. તેમના આખા શરીર પર તે ભસ્મ લગાવે છે. આની સાથે તે ગળામાં મુંઢમાલા ધારણ કરે છે. આનાથી તેમની વેશભૂષા અલગ જ દેખાય છે.

માથા પર ગંગાને સ્થાન આપ્યું :

image source

ભગવાન શિવનું એક નામ વ્યોમકેશ પણ છે. તેમની વિશાળ જટાને વાયુનું પ્રતિક માનવામાં આવે છે. તેમાથી પવિત્ર ગંગા નદી વહેતી રહે છે. પૌરાણિક કથા પ્રમાણે ધરતી પર ગંગા નદીનું અવતરણ થવાનું હતું ત્યારે તેનો પ્રવાહ ખૂબ તીવ્ર હતો તેનાથી ધરતીને ઘણું નુકશાન થઈ શકતું હતું તેથી ભગવાન શિવે તેમની જટામાં તેમણે બાંધીને તેના પ્રવાહને ધીમો પાડ્યો હતો.

ભગવાન શિવને ભસ્મ લગાવવાય છે :

image source

તમને ભસ્મ ખૂબ પસંદ છે. આમાં બે શબ્દ છે ભ અને સ્મ. ભ એટલેકે ભર્ત્સનમ્ એટલે નાશ થાઓ અને સ્મ એટલે કે સ્મરણ. આ શબ્દનો અર્થ થાય છે કે ભસ્મના લીશે બધા પાપનો નાશ થાય. આનો સમાનર્થી શબ્દ વિભૂતિ, અને રાખ છે. તેને પવિત્ર માનવામાં આવે છે. તેમાં શરીરમાં ઉર્જા લવવા અને તેને નિયંત્રણમાં રાખવાની ક્ષમતા રહેલી છે. તેને શરીરે લગાડવાનું એક સાંકેતિક મહત્વ પણ છે. તેને લગાવવાથી જીવનમાં નશ્વરતાને યાદ રહે છે.

ભગવાન શિવ અને ત્રિશુળ :

image source

શિવપુરાન પ્રમાણે ભગવાન શિવને બધા અસ્ત્ર ચલાવવાની સિદ્ધિ મળેલી છે. તેમાથી ધનુષ અને ત્રિશુળ તેમના પ્રિય અસ્ત્ર છે/આને રજ, સત અને તમ ગુણના પ્રતિક માનવામાં આવે છે. આ ત્રણ ગુણ મળે ત્યારે શિવજીનું ત્રિશુળ બન્યું હતું એવું કહેવામા આવે છે. મહાકાલના ત્રિશુળની સામે સૃષ્ટિની કોઈ પણ શાંતિનું કોઈ પણ અસ્તિત્વ રહેલું નથી. તે દૈવીક અને ભૌતિક વિનાશનું ઘાતક છે.

ભગવાન શિવને પ્રિય ડમરૂ :

image soucre

એવું માનવામાં આવે છે કે જ્યારે સૃષ્ટિની રચના કરવામાં આવતી હતી ત્યારે વિદ્યાની દેવી સરસ્વતી અવતરિત થયા ત્યારે તેમની વાણીમાથી જે ધ્વનિ ઉત્પન્ન થઈ તે સૂર અને સંગીત વીણાના હતા. શસ્ત્રો પ્રમાણે ત્યારે ભગવાન શિવએ ૧૪ વાર આને વગાડીને તેના તાંડવ નૃત્ય થી સંગીતની ઉત્પતિ કરી હતી. તેથી તેમણે સંગીતના જનક માનવામાં આવે છે.

ભગવાન શિવના ગળામાં સાપ :

image soucre

ભગવાન શિવના ગળામાં જે સાપ શોભે છે તે નાગલોકના રાજા વાસુકિ છે. રાજા વાસુકિ ભગવાના શિવના પરમ ભક્ત છે. જ્યારે તેમણે ભગવાન શિવની ભક્તિ કરી ત્યારે તે પ્રસન્ન થઈને તેમણે આભૂષણ તરીકે તેમના ગળામાં ધારણ કર્યા અને તેમણે પોતાની પાસે રાખવાનું વરદાન પણ આપ્યું હતું.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ