‘તાઉ-તે’ વાવાઝોડાનું તાંડવ: બિગ બીની ઓફિસમાં આવ્યું પૂર તો અને રણબીર-આલિયાના ઘરની થઇ ગઇ આવી હાલત

ગુજરાતમાં લેન્ડફોલ પહેલાં, તાઉતે ચક્રવાત ભારતના પશ્ચિમ કાંઠેથી પસાર થયું. આ સમય દરમિયાન વાવાઝોડાને કારણે વૃક્ષો અને મકાનોને મોટું નુકસાન થયું હતું. કેરળ, ગોવા, કર્ણાટક અને મુંબઇ સહિત મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં તોફાનને કારણે થયેલી વિનાશના તદ્દન ભયાનક વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યા છે. આ દરમિયાન તોફાનનું કહેર બોલિવૂડ સેલેબ્સ ઉપર પણ તૂટી ગયું છે. અમિતાભ બચ્ચનથી લઈને આલિયા ભટ્ટ અને રણબીર કપૂરનું ઘર અને ઓફિસ પર આ વાવાઝોડાને કારણે ઘણું નુકસાન થયું છે.

image source

અમિતાભ બચ્ચને તેમની ઓફિસમાં પાણીના પ્રવેશ અને ઝાડ તૂટી જવાનો ઉલ્લેખ કર્યો છે. અમિતાભ બચ્ચને લખ્યું કે- “અહીં ચક્રવાતની વચ્ચે ભયંકર મૌન છે. દિવસભર ભારે અને જોરદાર વરસાદ પડ્યો હતો, ઝાડ પડ્યાં હતાં, લિકેજ થયાં હતાં, પૂરનો માહોલ સર્જાયો હતો. ભારે ચોમાસાના વરસાદ માટે વપરાયેલી પ્લાસ્ટિકની કવરશીટ પણ ફાટી ગઈ હતી. કેટલાક કર્મચારીઓ માટે બનાવેલા શેડ અને શેલ્ટર પણ ઉડી ગયા હતા. જો કે, બધા એકબીજાને મદદ કરી રહ્યા છે. વરસાદમાં ભીના થઈ રહ્યા છે, પણ હજી કામ ચાલુ છે. ”

આલિયા-રણબીરના ઘરની બહાર એક ઝાડ પડી ગયું

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

આ સાથે જ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર થયો છે. તેમાં જણાવ્યા મુજબ, આ વીડિયોમાં જે વિસ્તાર દેખાય છે તે રણબીર કપૂર અને આલિયા ભટ્ટના ફ્યુચર હાઉસની બહારનો છે. આ વિડિઓમાં, તમે જોઈ શકો છો કે આલિયા અને રણબીરના ઘરની બહાર એક મોટું ઝાડ તૂટી ગયું છે, જે ભારે પવનને કારણે પડી ગયું હતું. જો કે આનાથી રણબીર અને આલિયાના ઘરની અંદર કોઈ નુકસાન થયું નથી. પરંતુ બહારનો ગેટ ક્ષતિગ્રસ્ત લાગે છે.

image source

ચાલો તમને જણાવી દઈએ કે રણબીર અને આલિયાના આ મકાનમાં બાંધકામ ચાલી રહ્યું છે. આ વીડિયોને શેર કરતી વખતે વાયરલે લખ્યું – આ ઘર આલિયા ભટ્ટ અને રણબીર કપૂરનું ફ્યુચર ઘર છે અને અન્ય વિઝ્યુઅલ મુંબઇના બાંદ્રાના છે. તાઉતે વાવાઝોડાએ ખુબ જ ખરાબ પરિસ્થિતિ સર્જી છે, સાથે જ અત્યારે આપણો દેશ એક તરફ કોરોના રોગચાળા સામે લડી રહ્યો છે અને બીજી બાજુ આપણા દેશ પરથી મોટું સંકટ ટળ્યું.

રણબીર અને આલિયાના ઘરની બહારનો વિડિઓ અહીં જુઓ

image source

અત્યારે, અમિતાભ બચ્ચનના વર્કફ્રન્ટ્સ વિશે વાત કરવામાં આવે તો તે ટૂંક સમયમાં કૌન બનેગા કરોડપતિ સીઝન 13 ની હોસ્ટ કરતા જોવા મળશે. આ ક્વિઝ શો માટેના રજીસ્ટ્રેશન શરૂ થઈ ગયા છે. આ સિવાય તે અયાન મુખર્જીની ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં પણ જોવા મળશે. આ ફિલ્મમાં અમિતાભ ઉપરાંત રણબીર કપૂર અને આલિયા ભટ્ટ પણ જોવા મળશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!