અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદથી જળ બંબાકારની સ્થિતિ, ધાતરવડી ડેમ-2 ઓવરફ્લો, પરિસ્થિતિ ચિંતાજનક

ભારે વરસાદ પડવાથી નદીમાં આવ્યું ઘોડાપુર, અમરેલી- રાજુલા, ધાતરવડી ડેમ-૨ ઓવરફલો થઈ જતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ.

-ગુજરાત રાજ્યમાં ૨૩ વર્ષ બાદ સૌથી ભયંકર વાવાઝોડું.

image source

-તાઉ તે વાવાઝોડું રાતના ૯:૩૦ વાગે પ્રચંડ વેગે ઉના ખાતે ત્રાટક્યું, રાજ્યના ૫ જીલ્લામાં ભારે વરસાદ, ૧૩૩ કિમીની ઝડપે પવન ફૂંકાયો.

-અમદાવાદ- સુરત શહેરના એરપોર્ટ, બસ સેવા બંધ, સૌરાષ્ટ્ર જઈ રહેલ તમામ ટ્રેનો તા. ૨૧ મે, ૨૦૨૧ સુધી બંધ કરી દેવામાં આવી.

-સેનાની ત્રણેય પાંખોને સ્ટેન્ડ બાય રહેવાની સુચના આપવામાં આવી, NDRFની ૫૪ ટીમ મેદાનમાં ઉતારાઈ.

-ઉનામાં ૩૦૦ જેટલા વૃક્ષ થયા ધરાશાયી, ઉનામાં ૭ ઇંચ અને ઉમરગામમાં ૬ ઇંચ વરસાદ પડ્યો.

image source

તાઉ તે વાવાઝોડાએ અમરેલી જીલ્લામાં વિનાશ વેર્યા બાદ અમરેલી જીલ્લામાં ભારે વરસાદ પડી રહ્યો છે. જેના લીધે અમરેલી-રાજુલામાં આવેલ ધાતરવડી ડેમ-૨ ઓવરફલો થઈ ગયો છે જયારે હિંડોરણા ધાતરવડી નદીમાં ઘોડાપુર આવી ગયું છે. જયારે ડેમ ઓવરફલો થવાથી જળબંબાકારની સ્થિતિ નિર્માણ થઈ છે.

અમદાવાદ શહેરમાં વાવાઝોડાની અસર જોવા મળી.

image source

તાઉ તે વાવાઝોડું હાલમાં ગુજરાત રાજ્ય તરફ આગળ વધવા લાગ્યું છે. અમદાવાદમાં હાલમાં વાવાઝોડાની અસર થતી જોવા મળી રહી છે. અત્યારે અમદાવદમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. તાઉ તે વાવાઝોડું અમદાવાદ માંથી પસાર થયા બાદ ઉત્તર ગુજરાત તરફ આગળ વધી જશે. હાલમાં ગાંધીનગરમાં ભારે પવનની સાથે વરસાદ આવી રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ અરબી સમુદ્રમાં ઉત્પન્ન થયેલ તાઉ તે વાવાઝોડું હવે ધીરે ધીરે નબળું થતું જઈ રહ્યું છે. તો પણ ગુજરાત રાજ્યમાં વાવાઝોડાની અસર યથાવત રહેશે. ઉત્તર ગુજરાતમાં કડી, મહેસાણા, માણસા,સિદ્ધપુર, વડનગર અને અંબાજીમાં વધારે અસર કરી શકે છે. આવનાર ૨૪ કલાક દરમિયાન ગુજરાત રાજ્યના જુદા જુદા ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

ભારે પવનની સાથે ધોધમાર વરસાદ પણ શરુ થયો.

image source

તાઉ તે વાવાઝોડું ગુજરાત રાજ્યમાં પ્રવેશ કરીને પોતાનો પ્રભાવ દર્શાવી રહ્યું છે. અમરેલી- જાફરાબાદ સહિત ભાવનગરમાં ભારે વરસાદની સાથે સાથે વરસાદ પણ પડી રહ્યો છે. ભાવનગરમાં કેટલાક સ્થળોએ ઝાડ ધરાશયી થયા હોવાનું સામે આવ્યું છે. તાઉ તે વાવઝોડાએ ગઈકાલ રાતથી ઉનાથી લીને ભાવનગર વિસ્તારમાં વિનાશ કર્યો છે. જયારે સોમનાથ વાવાઝોડાની ભારે અસરથી પ્રભવિત થયું છે. સોમનાથમાં ૧૦૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. આ સાથે જ ભારે વરસાદની પણ શરુઆત થઈ ગઈ છે. તેમજ વીજપ્રવાહ પણ કપાઈ ગયો છે. ત્યારે બીજી બાજુ રાજકોટમાં આવેલ આટકોટ, જસદણ સહિત આસપાસ આવેલ તમામ વિસ્તારોમાં વરસાદણી જોરદાર એન્ટ્રી કરી છે જેના પરિણામે આખા પંથકમાં વીજળી ગુલ થઈ છે.

સંપૂર્ણ વાવાઝોડું દોઢ-બે કલાકમાં શરુ થશે.: મુખ્યમંત્રી

image source

તાઉ તે વાવાઝોડા વિષે મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આ વાવાઝોડું દીવ અને ઉના વિસ્તારની વ્હ્ચે આવેલ છે. આ વાવાઝોડું દોઢથી બે કલાકમાં શરુ થઈ જશે ત્યારે ૧૫૦ કિમી પ્રતિકલાક ણી ઝડપે પવન ફૂંકાશે. આ તમામ પ્રક્રિયા ચાર કલાક સુધી ચાલે તેમ છે ટ. ગીર સોમનાથ, અમરેલી, જુનાગઢ અને ભાવનગરમાં સૌથી વધારે અસર જોવા મળશે, જો કે , લેંડફોલન પ્રક્રિયા શરુ થઈ ગઈ છે.

માછીમારો દ્વારા સમુદ્રના રૌદ્રરૂપનું વર્ણન.

image source

સોમવારના રોજ મુંબઈથી નીકળેલ નીશભાઈ ગ્રુપણી ૧૭ બોટને નવસારી જીલ્લાના દરિયા કિનારે આવી પહોચી છે જેના લીધે માછીમારોના પરિવારના સભ્યોએ શાંતિ અનુભવી હતી. મનીષભાઈ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, મુંબઈથી દરિયો ખેડીને માછીમારી કરતા હતા તે સમયે તાઉ તે વાવાઝોડા વિષે જાણકારી મળી હતી. જો કે, તે સમયે મુંબઈના દરિયા કિનારે વાવાઝોડાની વધારે અસર જોવા મળતા પરત મુંબઈ નહી જતા નવસારી આવવાનું યોગ્ય માન્યું હતું. મુંબઈમાં તેમણે પોતાના પરિવારના સભ્યોને પરત આવી જવાની જન કરી દીધી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!