નોકરીયાત લોકો આ ઓપ્શન સ્વિકારી લેશે તો પૈસાની થશે અઢળક બચત, સેવિંગની સાથે મળશે જબરદસ્ત ફાયદા પણ

જો તમે પણ નોકરી કરો છો, અને તમે પણ પૈસાની બચત કરવા માંગો છો, તો આ ચાર વિકલ્પ તમારા માટે બેસ્ટ વિકલ્પ છે. જેમાં તમે તમારા પૈસાની સારી બચત પણ કરી શકશો. તો ચાલો આજે આપણે આ લેખમાં કેવી રીતે પૈસાની બચત કરવી તેના વિષે જાણીએ.

image source

આ સ્કીમમાં તમારી સારી બચતની સાથે સાથે જોરદાર ફાયદો પણ થશે. જાણકારોનું માનવું છે કે, નોકરી શરૂ કરતા જ વ્યક્તિએ પોતોના ભવિષ્ય માટે બચત શરૂ કરી દેવી જોઈએ. સેલરી વધુ હોય અથવા તો ઓછી, બચત તો કરવી જ જોઈએ. એક્સપર્ટ કહે છે કે નાણા ત્યાં રોકાણ કરવા જોઈએ જ્યાં આપને બમણો ફાયદો મળે. એટલે કે વધુ નફાની સાથે ટેક્સ સેવિંગ્સ પણ મળે. અમે આવા જ કેટલાક રોકાણના વિકલ્પો વિશે જણાવી રહ્યા છીએ જ્યાં તમારી બચતનું રોકાણ કરી શકો છો.

પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (પીપીએ)

image source

પબ્લિક પ્રોવિડન્ટ ફંડ એટલે કે પીપીએફ લાંબી અવધિ માટે રોકાણનું લોકપ્રિય વિકલ્પ છે. તે સુરક્ષિત રોકાણની સાથે સારું વ્યાજ પણ આપે છે. પીપીએફ પર વ્યાજ દર હંમેશા ૭.૧ ટકા રહ્યું છે. તે આર્થિક સ્થિતિને જોતાં વધી કે ઘટી શકે છે. હાલમાં પીપીએફ પર વ્યાજ દર ૭.૧ ટકા છે, જે બેંક કરતા વધુ છે. નાની બચત યોજનાઓ જેમ કે પીપીએફ પર મળનારા વ્યાજની સમીક્ષા દરેક ક્વાર્ટરમાં સરકાર તરફથી કરવામાં આવે છે. પીપીએફ નું રોકાણ ઈઈઈ કેટેગરીમાં ટેક્સ ફ્રી હોય છે. મળનારું વ્યાજ પણ ટેક્સ ફ્રી હશે, અને મેચ્યોરિટી પર મળનારી રકમ પણ સંપૂર્ણ પણે ટેક્સ ફ્રી હશે.

સોનું

image source

સોનું પણ રોકાણ માટે એક સારો વિકલ્પ છે. તેમાં રોકાણ કરવા માટે અનેક રીત છે, જેમ કે ગોલ્ડ ઇટીએફ, સોનાના સિક્કા, સોવરેન ગોલ્ડ બોન્ડ સ્કીમ. તેમાં ગોલ્ડ ઇટીએફ અને સોવરેન ગોલ્ડ સ્કીમ સારી છે, કારણ કે તેમાં ચોરીનો કોઈ ડર નથી રહેતો. એક્સપર્ટ્સનું માનવું છે કે રોકાણકારોએ પોતાના રોકાણનો કેટલોક હિસ્સો સોનામાં પણ રોકાણ કરવો જોઈએ. તેનાથી આપણું પોર્ટફોલિયો બેલેન્સ રહે છે.

ઇક્વિટી મ્યુચ્યૂઅલ ફંડ

image source

એક્સપર્ટ્સ એવું પણ જણાવે છે કે નોકરીયાત વર્ગે રોકાણનો એક હિસ્સો મ્યુચ્યૂઅલ ફંડમાં રોકાણ કરવો જોઈએ. મ્યુચ્યૂઅલ ફંડમાં એસઆઇપીના માધ્યમથી ઇક્વિટી મ્યુચ્યૂઅલ ફંડમાં રોકાણ કરવું સારું રહેશે. તેમાં શેર બજારમાં તેજીનો ફાયદો રોકાણકારોને મળે છે. તેમાં તમે પાંચસો રૂપિયાથી પણ ઓછી કિંમત સાથે રોકાણની શરૂઆત કરી શકો છો. એવા રોકાણકારો જેમણે નોકરી શરૂ કરી છે તેઓ અહીં રોકાણ કરી શકે છે. તેમના માટે આ વિકલ્પ સારો છે.

રિકરિંગ ડિપોઝિટ

image source

રિકરિંગ ડિપોઝિટ માં તમે થોડું થોડું કરીને દર મહિને રોકાણ કરી શકો છો. નિયમિત સેવિંગના હિસાબથી તમારા માટે આ શ્રેષ્ઠ વિકલ્પ છે. મોટાભાગની બેન્કોની રિકરિંગ ડિપોઝિટમાં રોકાણની લઘુત્તમ મર્યાદા પાંચસો રૂપિયાથી શરૂ થાય છે. તેમાં વ્યાજ દરો પણ અલગ અલગ હોય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!