શું તમે પણ કેટલીક અંધશ્રદ્ધા ધરાવો છો ? તો ચિંતા ન કરો આપણા કેટલાક બોલીવૂડ સેલિબ્રિટીઝની પણ કેટલીક અનોખી અંધશ્રદ્ધાઓ

બોલીવૂડ સેલીબ્રીટીની કેટલીક ચિત્રવિચિત્ર માન્યતાઓ-અંધશ્રદ્ધાઓ જાણી તમને પણ અચરજ પામશો.

તમે ભલે તમારી જાતને ગમે તેટલા બુદ્ધિશાળી કે પછી ગમે તેટલા વ્યવહારુ કેમ ન સમજતા હોવ, આપણા બધાને કોઈને કોઈ પ્રકારના વહેમ તો હોય જ છે જે આપણને વહેમી અથવા કહો કે અંધશ્રદ્ધાળુ બનાવતું હોય છે. આપણા માટે તે માન્યતા હોય અથવા તો શ્રદ્ધાનો વિષય હોય પણ સામેવાળી વ્યક્તિ તેને કંઈક માનસિક ખામી સમજતું હોય છે.

 

View this post on Instagram

 

A post shared by Varun DhaONE. ⚡️ (@varun_dvn_slays) on

તમે તમારા માનસિક સ્વાસ્થ્ય પર પ્રશ્નો કરવા લાગો તે પહેલાં તમે એ જાણી લો કે તમારા પ્રિય બોલીવૂડ સ્ટાર્સ પણ તેવા જ કેટલાક વહેમ ધરાવે છે ! બોલીવૂડ સેલેબ્સ પણ પોતાની કેટલી માન્યતાઓ ધરાવે છે અને જ્યારે તેઓ પોતાનું નસિબ અજમાવતા હોય ત્યારે તો તે માન્યતા પાછળ પાગલ જેવા જ થઈ જાય છે.

 

View this post on Instagram

 

A post shared by Sid Is Life ❤😘 (@s1dofficialx_) on

તેમાં કેટલાક પોતાની શ્રદ્ધા વિવિધ પ્રકારના ઘરેણામાં જૂએ છે. દાં.ત. કે કોઈ વિંટી તેમના માટે લકી હોય, તો બીજા તેના કરતાં પણ વિચિત્ર અંધશ્રદ્ધા ધરાવે છે. તો ચાલો જાણીએ બોલિવૂડના આ સ્ટાર્સ વિષે જે પોતાનું નસિબ ચમકતું રાખવા શું શું નથી કરતા !

 

View this post on Instagram

 

A post shared by king khan fan (@srk_univers_) on

1. શાહ રુખ ખાન

કિંગ ખાનને એક ચોક્કસ આંકડા પર વિશ્વાસ છે ! તે આંકડો છે 555 ! તેમનું આ નંબર પાછળનું ગાંડપણ તમે સ્પષ્ટ પણે તેમના વાહનોની નંબર પ્લેટ્સમાં જોઈ શકો છો. અરે તેમણે ચેન્નઈ એક્સપ્રેસના પોસ્ટર માટે જે બાઇક પર ફોટોશૂટ કરાવ્યું હતું તેનો નંબર પણ 555 હતો.

 

View this post on Instagram

 

A post shared by Bollywood Gossip Queen (@gossippqueen) on

2. વિદ્યા બાલન

બોલિવૂડની કેટલીક અભિનેત્રીઓ પણ કેટલીક માન્યતાઓ ધરાવે છે જેને તેઓ ધાર્મિક રીતે અનુસરે છે. વિદ્યા બાલન આ બાબતે થોડા અલગ જ સ્તર પર છે. તેણી પાકિસ્તાની બ્રાન્ડની મેષ (કાજલ) જેનું નામ હાશમી છે તેની પાછળ પાગલ છૈ. તેણી પોતાના ઘરમાંથી ક્યારેય આ કાજલ આંખમાં આંજ્યા વગર બહાર નથી નીકળતી.

 

View this post on Instagram

 

A post shared by Abhishek Bachchan (@bachchan) on

3. અભિષેક બચ્ચન

બીગ બીની જેમ જ, અભિષેક પણ ક્રિકેટ અને ફૂટબોલનો મોટો ફેન છે. તેનો વહેમ એવો છે કે તે જ્યારે ક્યારેય પણ કોઈ મેચ જોતો હોય ત્યારે તે કોઈ ચોક્કસ સ્થિતિમાં જ બેસવાનું પસંદ કરે છે.

 

View this post on Instagram

 

A post shared by Shilpa Shetty Kundra (@therealshilpashetty) on

4. શિલ્પા શેટ્ટી

અભિનેત્રી શિલ્પા શેટ્ટી તેની ટીમ રાજસ્થાન રોયલ્સ રમતી હોય છે ત્યારે હંમેશા હાથમાં બે ઘડિયાળ પહેરે છે. માત્ર આટલું જ નહીં પણ અભિષેકની જેમ તે પણ તે વખતે પોતાની બેસવાની સ્થિતિ પર ખાસ ધ્યાન આપે છે. જ્યારે સામેવાળી ટીમ બેટિંગ કરી રહી હોય છે ત્યારે તેણી પગ ક્રોસ કરીને બેસે છે અને તેની ટીમની બેટીંગ વખતે તેણી સીધી બેસે છે.

 

View this post on Instagram

 

A post shared by bipashabasusinghgrover (@bipashabasu) on

5. બિપાશા બાસુ

બિપાશા બાસુને ખરાબ નજરનો એટલો ભય છે કે તેણી દર શનિવારે પોતાની કારમાં લીંબુ અને મરચું લટકાવે છે. તેણીને આ વિધિ તેણીની માતાએ શીખવી હતી અને તેણી દર અઠવાડિયે અચૂક આમ કરે છે.

 

View this post on Instagram

 

A post shared by Sanjay Dutt (@duttsanjay) on

6. સંજય દત્ત

હવે પછી જ્યારે ક્યારેય તમારી નજર 4545 નંબર ધરાવતી કાર પર પડે તો એ ભૂલી ન જતા કે તે કોની છે. શક્યતા છે કે તમને તેમાં સંજુ બાબા જોવા મળી જાય. તે પોતાના માટે 9ના આંકડાને લકી માને છે માટે તેની ગાડીઓના નંબર હંમૈશા 4545 જ હોય છે કારણ કે 4 અને 5નો સરવાળો 9 થાય છે.

 

View this post on Instagram

 

A post shared by Salman Khan (@beingsalmankhan) on

7. સલમાન ખાન

સલમાન ખાન પોતાના પિતા પાસેથી મળેલા નીલમ જડેલા બ્રેસ્લેટને લકી માને છે. સલમાનનું એવું માનવું છે કે તેનું આ બ્રેસલેટ તેના લેડી લકને હેપી રાખે છે.

 

View this post on Instagram

 

A post shared by Amitabh Bachchan (@amitabhbachchan) on

8. અમિતાભ બચ્ચન

અમિતાભ બચ્ચન કોર્પોરેશન લીમીટેડ (એબીસીએલ)એ અમિતાભને નાદાર બનાવી મુક્યા હતા. ત્યાર બાદ બીગ બીએ નીલમની વીંટી પહેરી અને તેમને કૌન બનેગા કરોડપતિને હોસ્ટ કરવા માટેનું આમંત્રણ આપવામાં આવ્યું.

 

View this post on Instagram

 

A post shared by Amitabh Bachchan (@amitabhbachchan) on

આ શોએ માત્ર રમતમાં ભાગ લેનારા સ્પર્ધકોને જ કરોડપતિ નથી બનાવ્યા પણ અમિતાભને પણ કરોડપતિ બનાવી મુક્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Ranbir Kapoor 🔵 (@ranbir_kapoooor) on

9. રનબિર કપૂર

રનબિર કપૂર પોતાની માતાને પોતાનું લકી ચાર્મ માને છે અને માટે જ તે એ વાતની ખાતરી રાખે છે કે તેની ગાડીઓના આંકડામાં 8 નંબર નો સમાવેશ થતો જ હોય કારણ કે તે તેની માતાની બર્થ ડેટ છે.

 

View this post on Instagram

 

A post shared by Ajay Devgn (@ajaydevgn) on

10. અજય દેવગન

અજય દેવગન હંમેશા પોતાના નામમાં A કેપિટલ રાખે છે જેની પાછળ તેની પોતાની કોઈક શ્રદ્ધા કે અંધશ્રદ્ધા હોઈ શકે છે અને માટે જ તેની સરનેમમાં Aને કાઢી નાખવામાં આવ્યો છે.

 

View this post on Instagram

 

👓

A post shared by Akshay Kumar (@akshaykumar) on

11. અક્ષય કુમાર

અક્ષય કુમાર હંમેશા પોતાની ફિલ્મ રિલિઝ પહેલાં ભારત બહાર જતો રહે છે. તેને એવો ભય છે કે જો તે ભારતમાં રહેશે તો તેની અસર તેના બોક્સઓફિસ કલેક્શન પર થશે.

 

View this post on Instagram

 

A post shared by Bollywood Mirror (@bollywoodmirror18) on

12. રાકેશ રોશન

તમે કદાચ એકતાકપૂરની સિરિયલોના નામ વિષે થોડું અનુમાન બાંધ્યું જ હશે કે તેણી હંમેશા તેના ટાઇટલ K થી શરૂ કરે છે પણ તે પહેલાં રાકેશ રોશન એટલે કે રીતીક રોશનના પિતા આ K અક્ષરને પોતાનો લક્કી અક્ષર માનતા આવ્યા છે.

હવે તમે જો તેમની ફિલ્મોના નામ યાદ કરશો તમે જોશો કે તેમની બધી જ ફિલ્મોના નામ Kથી શરૂ થાય છે. દા.ત. કોઈ મિલ ગયા, ક્રીશ, કહોના પ્યાર હે, કિશન કન્હૈયા, કોયલા વિગેરે.

13. આમિર ખાન

આમિર ખાન માટે સમય જ બધું છે. તારે ઝમી પર ફિલ્મ બાદ આમિર ખાન એવું જ ઇચ્છે છે કે તેની ફિલ્મો ડિસેમ્બર મહિનામાં જ રિલિઝ થાય. એવી પણ અફવાહ છે કે આમિર ખાન અને કિરણ રાઓએ પોતાના દીકરા આઝાદનો જન્મ પણ ડિસેમ્બરમાં જ પ્લાન કર્યો હતો !

 

View this post on Instagram

 

Queen of my heart😍😍😘 @deepikapadukonedx @deepikapadukonedx @deepikapadukonedx @deepikapadukonedx #AnushkaSharma#Deepikapadukone #priyankachopra#ShahrukhKhan #Salmankhan #Dishapatani#varunDhawan #SidharthMalhotra #AliaBhatt#Tigershroff #saraAliKhan #viratKohli#RanveerSingh #Ranbirkapoor #tarasutaria#virushka #KatrinaKaif #AishwaryaRaiBachchan#janhvikapoor #khushikapoor #creatorshala#Ishaankhatter #ShraddhaKapoor #KareenaKapoor#kartikAaryan #aryankhan #abramkhan #deepveer#koffeewithkaran @deepikapadukone @deepikapadukonedx @deepikapadukoonesingh @deepikaholic_world @deepika_padukone_world @deepveer.video @deepikapadukonef.c @deepika.sharma27 @deepikadrawing @deepikaperfectx @deepika.padukone.fanpage @deepikamyluv5 @deepikap.classic @deepveer15 @deepikaheaven @deepikapadukonepic @deepika_padukone_galaxy @deepika_flawless @deepikapcrazens @deepika.vibes @deepikascupcakes @deepikapadukone_lovelyfc @deepikapadukonefandom07 @deepikapaduzone @deepikapiku @deepikapiku @deepikalogy @deepikaslays @ranveersingh @fan_of_ranveersingh @deepveerkeralafc @deepveerworldwide @deepika_priyanka_queen @deepveer_worldwide

A post shared by DEEPIKAPADUKONE🔵 (@deepikapadukonedx) on

14. દિપીકા પાદુકોણે

દિપીકા પાદુકોણે એવું માને છે કે તેની ફિલ્મના રિલિઝ પહેલાં જ સિદ્ધિવિનાયકના દર્શન તેને સફળતા અપાવે છે.

 

View this post on Instagram

 

फिर एक बार मोदी सरकार #namoagain #loksabhaelections2019 @narendramodi @ranveersingh

A post shared by Ranveer Singh (@fan_of_ranveersingh) on

15. રનવિર સીંઘ

રનવિર સીંગની માતાએ તે વારંવાર બિમાર પડી જતો હોવાથી કાળો દોરો તેના પગમાં બાંધ્યો છે. જેને તે ક્યારેય છોડતો નથી.

16. કેટરીના કૈફ

કેટરીના કૈફ હંમેશા પોતાની ફિલ્મની રિલિઝ પહેલાં અજમેર શરીફની ખ્વાજા મોઇનુદ્દીન ચિસ્તીની દરગાહ પર જાય છે.

 

View this post on Instagram

 

A post shared by KareenaKapoorKhan❤️ (@baebo_love) on

17. સૈફિના

કરિનાની બર્થ ડેટ (21 સપ્ટેમ્બર) 2+1 = લકી નંબર 3, સૈફ અલિખાનની બર્થ ડેટ (ઓગસ્ટ 16) 1+6 = લકિ નંબર 7. આ બન્ને નંબર તેમની કાર્સની નંબર પ્લેટમાં હોય છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ