આ કુકીંગ ટીપ્સથી રસોઈના સમયમાં તો તમારી બચત થશે જ પણ સાથે સાથે રસોઈનો સ્વાદ પણ વધશે

ભોજન બનાવવા દરમિયાન સૌ કોઇની એ જ કોશિશ હોય છે કે તૈયાર કરવામાં આવેલ ડિશ સારી બને અને બધાને પસંદ આવે.પરંતુ શું તમે જાણો છો કે આવા અમુક કિચન ટિપ્સ છે જે તમારા કામને સરળ બનાવી દેશે.

તમે પોતાના કિચનને કેવી રીતે મેનેજ કરો છો એ ખૂબ મહત્વ રાખે છે.આ લેખમાં અમે અમુક એવી ટિપ્સ આપવાનો પ્રયાસ કર્યો છે જેનાથી ન ફક્ત તમે જલ્દી જમવાનું બનાવી શકશો પરંતુ તેનો સ્વાદ પણ વધારી શકશો.

1. રાજમા રાત્રે ન પલાળી શક્યા તો પરેશાન ન થાવ,તમે રાજમા અને પાણીની સાથે કુકરમાં ચિકણી સોપારી નાખીને ત્રણ સીટી કરો. પછી કુકર થોડું ઠંડુ થવા પર તેનું ઢાંકણ ખોલી અને એ ક ટ્રે બરફનાં ટુકડા નાખીને ત્રણ ચાર સીટી વધુ કરો.રાજમા સારી રીતે ગળી જશે.

2. રાજમા કે અડદની દાળ બનાવવા માટે પાણી ઉકાળતા સમયે મીઠું ન નાખો.તેનાથી તે જલ્દી પાકશે.મીઠું તમે ક્યા બાદ નાખો.

3. દાળ બનાવતા સમય ફીણ વળવા અને દાળને વાસણથી બહાર ઉભરાય જવાથી બચાવવા માટે પાણીની સાથે એક ચમચી ઘી ઉમેરી દો.વાસણની ઉપર લાકડાનો ચમચો કે પલટા રાખવાથી પણ દાળ બહાર નહિ ઉભરાય.

4. ખસ્તા પૂરી બનાવવા માટે લોટ બાંધતા સમયે તેની અંદર એક ચમચી સોજી કે ચોખાનો લોટ ઉમેરી દો.

5. લોટમાં એક નાની ચમચી ખાંડ ઉમેરીને બાંધવાથી પૂરીઓ ફૂલેલી બનશે.

6. જો તમે લોટ ફ્રિજમાં રાખવાનાં છો તો તેના પર ઘી લગાવી દો અને પછી તેને ઢાંકીને ફ્રિજમાં રાખો.તેનાથી લોટ તાજો જળવાઇ રહેશે.


7. એકવાર લોટ બાંધી લીધા બાદ અંતમાં ઘી નાખીને તેને ફરીવાર બાંધી લો,તેનાથી લોટ જલ્દી સૂકાતો નથી.

8. તંદૂરી ચપાટી તમે નરમ બનાવવા માંગો છો તો તેનો લોટ બાંધતા સમયે તેની અંદર દહીં ઉમેરી લો અને લોટ તૈયાર કરવા માટે હુંફાળા પાણીનો ઉપયોગ કરો.

9. લોટ બાંધતા સમય પાણીની સાથે સાથે થોડું દૂધ ઉમેરી લેવાથી રોટલી નરમ અને સ્વાદિષ્ટ બને છે.

10. ફાટી ગયેલા દૂધથી પનીર બનાવી લીધા બાદ તમે વધેલા પાણીથી લોટ બાંધો,તંદૂરી ચપાતી ખૂબ નરમ બનશે .

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ