સરકારી બેદરકારીથી પુત્રના અણધાર્યા મૃત્યુ બાદ પિતાએ કર્યું એવું કામ, લોકોએ રસ્તા પર ઊભા રહીને કરી સલામ…

રસ્તા પરના વરસાદી ખાડાઓને પરિણામે અકસ્માતમાં પુત્રને ગુમાવ્યા બાદ પિતાએ પૂર્યા ૫૫૦ ખાડાઓ, મદદ માટે બનાવી એક એન્ડ્રોઈડ એપ.

જેવો વરસાદ પડે કે તેવો આપણાં દેશના અનેક વાહનો ચાલતાં હોય તેવા જાહેર રસ્તા પર એવા ખાડાઓ પડવા લાગે છે કે તેના કારણે અજાણતાં જ અકસ્માતો પણ નિપજે છે.

 

View this post on Instagram

 

A post shared by ABM (@aparna.b.mishra) on

આ ઊંડા ખાડાઓમાં વળી પાણી ભરાય છે તેને લીધે અંદાજ કાઢવો મુશ્કેલ બને છે કે ક્યાં ખાડો છે અને ક્યાંથી વાહન કાઢી લઈ શકાશે. એમાંય જો કોઈ વ્યક્તિ પગપાળા પસાર થતો હોય તો તેમણે તો ખૂબ જ સાવચેત થઈને ચાલવું પડે છે.

આ પાણીથી ભરાયેલ રસ્તા પરના ખાડાઓને ભૂવા પણ કહેવાય છે. અમે આજે આપને એક એવી ઘટના વિશે જણાવશું એ વાંચીને આપ એક પિતાના દર્દને સમજી શકશો અને તેમના પ્રયત્નોને વંદન કરવાનું મન થઈ જશે.

 

View this post on Instagram

 

A post shared by Devoted Religious Indian (@devotedreligiousindian) on

દાદારાઓ બોલ્હોરેની એક સવાર એવી પડી કે એમને એવા સમાચાર મળ્યા કે તેમના પગ નીચેથી જાણે જમીન સરકી ગઈ! એમનો એકનો એક દીકરો જેની ઉમર હજુ માત્ર ૧૬ વર્ષની જ હતી. તેનું અકસ્મીક રીતે મૃત્યુ થયું. તેનું મૃત્યુ વરસાદી ભૂવામાં પડી જવાથી થયું હતું.

 

View this post on Instagram

 

A post shared by agoraa (@agoraa_ig) on

આ અકસ્માત મુંબઈના જોગેશ્વરી – વિખરોલી વિસ્તારના લીંક રોડ પર થયો હતો. પુત્રના મરણના શોકમાંથી સ્વસ્થ્ય થયા બાદ તેમણે એક એવા કામને હાથામાં લીધું જેના વિશે સામાન્યરીતે લોકો વિચારી પણ ન શકે. તેઓ પાવડો – કોદાળી વગેરે સાધનો હાથમાં લઈને રસ્તાઓ પર નીકળી પડતા અને માટીથી ઊંડા ખાડાઓ જાતે જ મહેનત કરીને ભરવા લાગાતા.

દાદારાવે આવું પગલું લેવું પડ્યું તેનું કારણ એ હતું કે એમની આ ગુહારને શરૂઆતમાં કોઈ સહકાર નહોતો મળી શક્યો. એમણે બ્રીહદ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અનેકવાર ફરિયાદ લખાવી હતી. મદદ માટે અનુરોધ પણ કર્યો હતો. પરંતુ તેમને યોગ્ય સહયોગ અને જવાબ મળતો નહોતો. અંતે તેમણે હાર ન માની અને એકલો જાને રે… એ સૂત્રને જાણે સાર્થક કરતા હોય તેમ ૪૭ વર્ષે રસ્તાપર નીકળી પડતા.

 

View this post on Instagram

 

A post shared by Elixir Ng (@elixirng) on

૧૬ વર્ષના એકના એક દીકરાનું બાઈક જે ખાડામાં પડ્યું અને તે મરણ પામ્યો એ ખાડાથી શરૂઆત કરીને તેમણે અનેક ખાડાઓને પૂરવાની મહેનત શરૂ કરી દીધી. અત્યાર સુધીમાં તેમણે ૫૫૦ જેટલા ખાડાઓ ભર્યા છે જાત મહેનતે. તેમનું કહેવું છે કે જે દુખ મને સાંપડ્યું એ હવે પછી બીજા માતા – પિતાને ભોગવવું ન પડે એવું ઇચ્છું છું.

 

View this post on Instagram

 

A post shared by Aneel Murarka (@aneelmurarka) on

તેમણે તેમના આ નિર્ણયને એક જનૂનની જેમ હાથ ધર્યો છે. એમણે એક ખાસ પ્રકારની એન્ડ્રોઈડ એપ્લીકેશન બનાવડાવી છે. તેમાં તેઓએ લોકોને અનુરોધ કર્યો છે કે તમને જ્યાં પણ આ પ્રકારના ખાડા પડેલા દેખાય તો ત્યાં મને સંપર્ક કરો. ફોટો પાડીને મોકલો.

તેઓ જાતે એ જગ્યાએ પહોંચી જાય છે અને એ ખાડાને ભરવાની પૂરતી મહેનત કરે છે અને એ પણ સ્વખર્ચે.

 

View this post on Instagram

 

A post shared by Aneel Murarka (@aneelmurarka) on

શું છે આ એપ? આ એપ્લિકેશન સ્માર્ટફોન – મોબાઇલ કૅમેરા, જીપીએસ, અને ઇન્ટરનેટ કનેક્શનમાં પહેલાથી ઉપલબ્ધ ત્રણ મૂળભૂત સુવિધાઓનો ઉપયોગ કરે છે – અને સશક્તિકરણ દ્વારા વીજળી વિતરણ કરીને અને નાગરિકોને ખૂબ જ જરૂરી જવાબદારી દ્વારા નાગરિકોને તેમનું અડધું કામ કરવામાં મદદરૂપ થાય છે.

પાણીના ખાડાઓને ઠીક કરવા માટેનું પ્રથમ પગલું તે ચિહ્નિત કરે છે. આ એપથી તમને બી.એમ.સી.ને પોથોલનું નિર્દેશ કરવામાં મદદ કરે છે, જે પછી તેને ધ્યાનમાં લઈ શકે છે અને એની ઉપર કામગીરી શરૂ કરે છે.

Kolor stitching | 2 pictures | Size: 4289 x 3834 | FOV: 54.31 x 49.21 ~ -2.01 | RMS: 2.14 | Lens: Standard | Projection: Planar | Color: LDR |

તેમણે આવું કાર્ય કર્યા બાદ સૌને સંબોધીને કહ્યું છે કે આપણાં દેશની આબાદી ખૂબ વિશાળ છે. કરોડોમાં છે. જો તેમાંથી એકાદ લાખ લોકો પણ આ રીતે જાતે રસ્તા પર ઉતરીને ખાડા ભરવાની મહેનતમાં મદદરૂપ થશે તો આપોઆપ આ સમસ્યા હળવી થઈ જશે.

તેમણે ઉમેર્યું હતું કે હું થાક્યો છું હવે, પણ હું અટકીશ નહીં. આ ભૂવાઓને રસ્તા પરથી હટાવીને રહીશ.

 

View this post on Instagram

 

A post shared by Aneel Murarka (@aneelmurarka) on

તેમણે સરકારી કામગીરીનું કાચુ કામ જોઈને જાતે જ રેતી, પાવડા, પથ્થરો અને જરૂરી ઓઝારો લઈને નીકળી પડવાનું નક્કી કર્યું હતું. એમના આ કામમાં મૃતક પુત્ર પ્રકાશના મિત્રોએ પણ સાથ આપ્યો. આસપાસના પડોશીઓ જોડાયા અને તેમને કામ કરતા જોઈને અનેક અજાણ્યા લોકોએ પણ જોડાઈ જવા સાથ આપ્યો હતો.

પછી તો તેમના પગલે ઘણા લોકો ચાલ્યા. અને એક એનજીઓ પણ મુંબઈમાં એક્ટીવ થયું. જે આવી રીતે મુંબઈમાં વરસાદના કારણે પડતા ખાડાને પુરવાનું કામ કરે છે.

થોડા મહિનાઓ પહેલાં જ્યારે મુંબઈમાં ભારે વરસાદ પડ્યો ત્યારબાદ શહેરમાં છ લોકોના મૃત્યુ નોંધાયા હતાં. એકંદરે, દેશમાં પાથોલ્સના કારણે ૩,૬૦૦ લોકોનું મોત થાય છે.

જેમાં, ઉત્તર પ્રદેશમાં ૯૮૭ લોકોની સાથે આ યાદીમાં ટોચનું સ્થાન ધરાવે છે, તેવું ટાઇમ્સ ઓફ ઇન્ડિયા દ્વારા એક અહેવાલમાં જણાવાયું છે. રાષ્ટ્રવ્યાપી સર્વે અનુસાર દરરોજ પોથોલ્સના કારણે ૧૦ લોકોના મોત થયા હતા.

ઉદાસીનતા વચ્ચે, દાદારાઓ બિલ્હોરેની વાત આપણાં માટે એક પ્રેરણાદાય ઉદાહરણ તરીકે લઈ શકાય એવી છે કે એક માણસ કેવી રીતે ફરક પાડી શકે છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ