આ સ્ટાર્સ ઇવેન્ટમાં હાજરી આપવાના લે છે કરોડો રુપિયા, જાણો કોણ છે સૌથી ટોચ પર

ઇવેન્ટમાં ગણતરીની મિનિટો હાજરી આપવા અધધ રૂપિયા ચાર્જ કરે છે બોલીવૂડ સ્ટાર્સ

બોલીવૂડ સ્ટાર્સ આજે ફિલ્મો ઉપરાંત પણ ઘણી રીતે કમાણી કરી રહ્યા છે. તેઓ ફિલ્મોમાં કામ કરીને તો કમાણી કરે જ છે પણ સાથે સાથે તેઓ ફિલ્મ પ્રોડ્યુસ કરીને નફો પણ કમાય છે તો વળી વિવિધ બ્રાન્ડના એન્ડોર્સમેન્ટમાં કામ કરીને પણ તેઓ કરોડો રૂપિયાની કમાણી કરે છે. એમ પણ આ ગ્લેમરસ બિઝનેસ દેખાવનો અને પ્રસિદ્ધિનો બિઝનેસ છે જ્યાં સુધી તમે સારા દેખાઓ છો જ્યાં સુધી તમે લોકપ્રિય છો ત્યાં સુધી જ તમને કામ મળે છે, તમને એન્ડોર્સમેન્ટ મળે છે અને ત્યાં સુધી જ તમારી કીંમત રહે છે. ત્યાર બાદ તમને કોઈ જ પુછતું જ નથી. અને બોલીવૂડ સ્ટાર્સ પોતાના આ ટુંકાગાળાના ફેમને કેશ કરવાનું સારી રીતે જાણી ગયા છે.

image source

ફિલ્મો, એન્ડોર્સમેન્ટ ઉપરાંત બોલીવૂડ સ્ટાર્સ વિવિધ ઇવેન્ટ્સ જેમ કે લગ્નો, કોર્પોરેટ ઇવેન્ટ, ઉદ્ઘાટન સમારોહ વિગેરેમાં હાજરી આપવા કે પછી ગણતરીની મિનિટ ડાન્સ કરવાના કરોડો રૂપિયા ચાર્જ કરે છે. તો ચાલો જાણીએ કયા અભિનેતા કેટલો ચાર્જ કરે છે.

અક્ષય કુમાર

image source

આજના સમયમાં અક્ષય કુમાર બેલીવૂડનો સૌથી વધારે કમાણી કરતો તેમજ કમાણી કરાવી આપતો સ્ટાર છે. તે પણ અન્ય સ્ટાર્સની જેમ વિવિધ ઇવેન્ટમાં હાજરી આપી કે પછી પર્ફોમ કરીને કરોડોની કમાણી કરી લે છે. જો તમારે તમારી કોઈ ઇવેન્ટમાં અક્ષયની માત્ર હાજરી જ જોઈતી હોય તો તેના માટે તમારે તેને 1.5 કરોડ ચૂકવવા પડશે અને જો તેની પાસે ડાન્સ કરાવવો હશે તો તેના તમારે 2.5 કરોડ રૂપિયા ચૂકવવા પડશે. અને જો તેના એન્ડોર્સમેન્ટ ચાર્જની વાત કરીએ તો તે હોન્ડા ઇન્ડિયા તેમજ એવરીડે બ્રાન્ડને એન્ડોર્સ કરવાના 8-10 કરોડ રૂપિયા ચાર્જ કરે છે.

સલમાન ખાન

image source

સલમાન ખાન છેલ્લા લગભગ ત્રણ દાયકાથી બોલીવૂડ પર રાજ કરી રહ્યો છે. તેની ફિલ્મમા હાજરી એટલે સફળતાની ગેરેન્ટી. સલમાન ખાન એક પાર્ટીમાં પર્ફોમ કરવાના 1.50 – 2 કરોડ ચાર્જ કરે છે. અને જો એન્ડોર્સમેન્ટની વાત કરીએ તો તે 3.5 – 5 કરોડ રૂપિયા ચાર્જ કરે છે.

શાહ રુખ ખાન

image source

શાહ રુખ ખાન એક સામાન્ય મધ્યમવર્ગીય કુટુંબમાંથી આવેલો વ્યક્તિ છે. તે પૈસાની કીંમત સારી રીતે જાણે છે અને માટે જ તે પૈસા કમાવાનો એક અવસર પણ ચૂકવા નથી માગતો. શાહરુખ ખાન કોઈ પણ ઇવેન્ટમાં પર્ફોમ કરવાના 7-8 કરોડ રૂપિયા ચાર્જ કરે છે જ્યારે માત્ર હાજરી આપવાના 2 કરોડ રૂપિયા સુધી ચાર્જ કરે છે. અને તેના બ્રાન્ડ એન્ડોર્સમેન્ટની વાત કરીએ તો તે તેના માટે 3-4 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. એક માહિતી પ્રમાણે દુબઈના મદીનાત જુમેરાહ હોટેલમાં માત્ર 30 મિનિટ પર્ફોમન્સ કરવા માટે શાહરુખે 8 કરોડ રૂપિયા ચાર્જ કર્યા હતા.

પ્રિયંકા ચોપરા જોનાસ

image source

પ્રિયંકા ચોપરા આજે એક ઇન્ટરનેશન સ્ટાર બની ચૂકી છે. તેણીનું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ તેની હોટ પોસ્ટથી હંમેશા ગર્માવો ફેલાવતુ રહે છે. પ્રિયંકા પણ ઘણી ઇવેન્ટમાં ઉદ્ઘાટન કરે છે. તેણી પાર્ટીમાં હાજરી આપવાના 2.5 કરોડ રૂપિયા લે છે અને કોઈ એન્ડોર્સમેન્ટના શૂટ માટે તેણી એક દીવસના 4-5 કરોડ ચાર્જ કરે છે. આ ઉપરાંત તેણી પોતાના સોશિયલ મિડિયા અકાઉન્ટ દ્વારા પણ કરોડોની કમાણી કરે છે.

કરીના કપૂર ખાન

image source

બેબોની સુંદરતા એવરગ્રીન છે તેણી ઉંમર વધતાં ઓર વધારે મોહક અને સુંદર લાગી રહી છે. તે ખાસ કરીને ખુબ જ પ્રાઇવેટ ઇવેન્ટ્સમા હાજરી આપે છે. તેણી ઇવેન્ટમાં હાજરી આપવાના 60 લાખ ચાર્જ કરે છે, અને જો તમારે તમારા નવા બિઝનેસ કે પછી નવા સ્ટોરનું ઉદ્ઘાટન કરવુ હોય તો તે તેના 30 લાખ ચાર્જ કરે છે. અને જો તેનું પર્ફોમન્સ પણ તમારે જોવું હોય તો તેના માટે તેણી 1.5 કરોડ ચાર્જ કરે છે.

ઋતીક રોશન

image source

બોલીવૂડનો સૌથી હેન્ડસમ એક્ટર ઋતીક એક પર્ફેક્ટ એક્ટર છે. તેની એક્ટિંગ અવ્વલ દરજાની છે તો તેના ડાન્સ મૂવ્ઝના બોલીવૂડમાં કોઈ મેચ નથી. ઋતીકની માત્ર હાજરી જ કોઈ પણ ઇવેન્ટમાં ચારચાંદ લગાવી દે છે અને જો તે કોઈ ઇવેન્ટમાં પર્ફોમ કરે તો તો પુછવું જ શું. ઋતીક ઇવેન્ટમાં હાજરી આપવાના 2 કરોડ ચાર્જ કરે છે જ્યારે કોઈ બ્રાન્ડ એન્ડોર્સ કરવા માટે તે 1.5 -2 કરોડ રૂપિયા ચાર્જ કરે છે.

રણવીર સિંઘ

image source

રણવીર સિંઘ છેલ્લા ઘણા વર્ષોથી એક પછી એક સુપરહીટ ફિલ્મો આપી રહ્યો છે અને તેની સાથે સાથે જ તેની ફી પણ વધી રહી છે. તેણે યશ રાજ પ્રોડક્શનની ફિલ્મ બેન્ડ બાજા બારાતથી પોતાની ફિલ્મી કેરિયર શરૂ કરી અને બસ ત્યાર બાદ તેણે પાછુ વાળીને નથી જોયું. રણવીર સિંઘની પર્સનાલીટી કોઈપણ ડલ માહોલને રંગીલુ બનાવનારી છે. તેની હાજરી કોઈ પણ માહોલને જીવંત બનાવવા માટે પુરતી છે.

image source

તેના રમૂજી સ્વભાવ તેમજ વાયબ્રન્ટ નેચરની એક અલગ જ અસર લોકો પર થાય છે અને તેના કારણે તે લોકો સાથે સરળ રીતે કનેક્ટ થઈ જાય છે. તમને જણાવી દઈએ કે રણવીર સિંઘ માત્ર કોઈ ઇવેન્ટમાં હાજર રહેવાના 70 લાખથી 1 કરોડ ચાર્જ કરે છે અને જો તેની પાસે ડાન્સ કરાવવો હોય તો તેમાં તમારે બીજા એક કરોડ રૂપિયા ઉમેરવા પડશે. અને તેના એડોર્સમેન્ટની વાત કરીએ તો તે એન્ડોર્સમેન્ટના 2.5 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. આજે એક નહીંને બીજી એડમાં તમે રણવીરને જોઈ શકો છો. તેના પરથી તેના એન્ડોર્સમેન્ટની આવકનો અંદાજો તમે લગાવી શકશો.

અનુષ્કા શર્મા

image source

અનુષ્કા શર્મા પણ અન્ય સ્ટાર્સની જેમ લગ્નો તેમજ પાર્ટીઓમાં હાજરી આપે છે. આ ઉપરાંત તેણી ઘણી બધી બ્રાન્ડ્સને પણ પ્રમોટ કરે છે. અનુષ્કા કોઈ પ્રસંગમાં હાજરી આપવાના 50 લાખ ચાર્જ કરે છે અને તેમાં ડાન્સ કરવાના 70 લાખ ચાર્જ કરે છે. અને એન્ડોર્સમેન્ટના શુટિંગ માટે તેણી એક દીવસના 25-40 લાખ રૂપિયા ચાર્જ કરે છે.

કેટરીના કૈફ

image source

કેટરીના કૈફ આજે બોલીવીડની ટોપ અભિનેત્રીઓમાંની એક છે. તેણી પણ અન્ય સ્ટાર્સની જેમ લગ્ન તેમજ આંતરરાષ્ટ્રિય ઇવેન્ટ્સમાં હાજરી આપે છે. આ ઉપરાંત તેણી કેટલીક બ્રાન્ડને એન્ડોર્સ પણ કરે છે. કેટરીના કૈફ પોતાની એક્ટિંગ કરતાં પોતાના ડાન્સ મૂવ્ઝના કારણે વધારે જાણીતી છે. તમને જણાવી દઈએ કે કેટરીના કૈફ લગ્નમાં પર્ફોમ કરવાના 2.5 કરોડ રૂપિયા ચાર્જ કરે છે અને બ્રાન્ડ એન્ડોર્સ કરવાના તેણી 5થી છ કરોડ ચાર્જ કરે છે. તેણી પાસે હાલ સ્લાઇલ, લક્સ, ચોક ઓન વિગેરે બ્રાન્ડ્સ છે.

સની લિયોને

image source

સની લિયોને આજે બોલીવૂડની જાણીતી અભિનેત્રી બની ગઈ છે. તેણી માત્ર ભારતમાં જ નહીં પણ સમગ્ર વિશ્વમાં પોતાનું આગવું ફેન ફોલોઇંગ ધરાવે છે. તેણી એક ઇવેન્ટમાં પર્ફોમ કરવાના 25-35 લાખ રૂપિયા ચાર્જ કરે છે જ્યારે એન્ડોર્સમેન્ટ માટે તેણી 2-3 કરોડ રૂપિયા ચાર્જ કરે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ