આર્યુવેદના આ 12 નુસ્ખાઓ દૂર કરી દેશે તમારી અનેક બીમારીઓ, ફોલો કરો આ રીતે

મોટાભાગની મહિલાઓ કામમાં એટલી વ્યસ્ત થઈ જાય છે કે તેઓ પોતાના ખાવાપીવાનું પણ ધ્યાન રાખી શકતા નથી.

image source

તેમાં પણ ખાસ કરીને મેરિડ વુમન. મહિલાઓ એટલી વ્યસ્ત રહે છે કે તેઓ સમયે નથી ખાઈ શકતી કે નથી ટાઈમ પર સુઈ શકતી. આ બધું થવાના કારણે સ્ત્રીઓ પોતાનું સ્વાસ્થ્ય ખૂબ ખરાબ કરી લે છે.

ભારતીય મહિલાઓમાં લોહીની ઉણપ, પીસીઓડી, વધતું વજન, થાઇરોઇડ જેવી બીમારીઓનો શિકાર ખૂબ ઝડપથી થઈ રહી છે. જેનાથી છુટકારો મેળવવા માટે તે દવાઓનો સહારો લે છે પણ આ દવાઓ લીવર પર અસર કરે છે.

એવામાં આજે અમે આપને કેટલીક આયુર્વેદિક ઉપાયો જણાવીશું, જેનાથી આપની તકલીફો પણ દૂર થઈ જશે અને કોઈ સાઈડિફેક્ટ પણ નહીં થાય. ચાલો જાણીએ મહિલાઓ માટેની ૧૦ આયુર્વેદિક સામાન્ય ઉપાયો…

જાડાપણું.:

image source

સૌથી પહેલા વાત કરીશું જાડાપણાની. જે આજકાલ દરેક સ્ત્રીઓમાં જોવા મળે છે. જાડાપણાંને કંટ્રોલ કરવા માટે સવારે મેથીવાળું પાણી બનાવીને પીવું. એનાં માટે મેથી દાણાને આખીરાત પાણીમાં પલાળી રાખવા. ત્યાતબાદ મેથી દાણાના પાણીમાં મધ ભેળવીને પી લેવું. આપ ઈચ્છો તો વજન ઓછું કરવા માટે બ્લુ ટી, ગ્રીન ટી જેવી હર્બલ ટી પણ પી શકો છો. ડાયટ પર પણ ધ્યાન આપવું અને રેગ્યુલર એક્સરસાઈઝ કરવી.

થાઇરોઇડ:

image source

લગભગ દર ૧૦ માંથી ૮ મહિલાઓ થાઇરોઇડની તકલીફથી પીડાઈ રહી હોય છે. ડુંગળીને બે ભાગમાં કાપીને સુતા પહેલા થાઇરોઇડ ગ્લેડની આસપાસ ક્લોક વાઇઝ મસાજ કરવી. આ સિવાય રોજ હળદરવાળું દૂધ પીવાથી પણ થાઇરોઇડ કંટ્રોલમાં રહે છે.

-પીસીઓડી:

image source

જો આપ પીસીઓડીના શિકાર બની ગયા હોવ તો બહારનું ઓઈલી અને જંકફૂડથી દુર રહેવું જોઈએ અને રોજ લીલા શાકભાજી અને ફાઈબરથી ભરપૂર આહાર લેવો.

-પીસીઓએસ:

image source

તજનું સેવન કરવાથી શરીરમાં વધતા ઇન્સ્યુલિનના પ્રમાણને રોકવામાં મદદ કરે છે. ૧ ચમચી તજ પાવડરને ગરમ પાણીમાં ભેળવીને રોજ પીવાથી પીસીઓએસની તકલીફથી છુટકારો મળે છે.

-પીરિયડ્સ પ્રોબ્લમ્સ:

image source

પીરિયડ્સ સારી રીતે નથી આવતા તો આપે રોજ ગાજરનું જ્યુસ પીવું જોઈએ. તેમજ જો આપ આયુર્વેદિક ઉપાય કરવા ઈચ્છો તો આસોપાલવના ઝાડની ૯૦ ગ્રામ છાલને ૩૦ મિલીલીટર પાણીમાં ૧૦ મિનિટ સુધી ઉકાળવી. ઉકળ્યા પછી તેને ગાળીને દિવસમાં ૨-૩ વાર પીવું.

-બ્રેસ્ટ પ્રોબલ્મથી બચવાના ઉપાયો:

image source

બ્રેસ્ટની અઠવાડિયામાં એકવાર ઓલિવ ઓઈલથી મસાજ કરવાથી બ્લડસર્ક્યુલેશન ખૂબ સારું રહે છે. આનાથી બ્રેસ્ટનું ઢીલાપણું દૂર થાય છે અને સ્તન સાથે જોડાયેલી બીમારીઓનો ખતરો પણ ઘટી જાય છે.

-બોડીપેન:

image source

આખો દિવસ કામ કર્યા પછી મોટાભાગની મહિલાઓ થાકી જાય છે, જેના કારણે મહિલાઓને વધતી ઉંમરે સાંધાનો દુખાવો અને સંધિવાના રોગનો શિકાર થવાની શકયતા વધી જાય છે. એટલે જ અઠવાડિયામાં એકવાર ઓઈલથી બોડી મસાજ જરૂરથી કરાવું જોઈએ.

-વજાઈના ઇન્ફેક્શન:

image source

વજાઈના ઇન્ફેક્શનથી છુટકારો મેળવવા માટે લીમડાના હુંફાળા પાણીથી પ્રાઇવેટ પાર્ટની સફાઈ કરવી. દિવસમાં બે વાર આ રીતે સફાઈ કરવાથી આપને જલ્દી જ વજાઈના ઇન્ફેક્શનથી છુટકારો મળી જશે.

-માઈગ્રેન અને સર્વાઈકલ પેન:

image source

માઈગ્રેનની તકલીફથી પીડાતા હોવ તો ફુદીનાના તેલથી માલિશ કરવાથી રાહત મળે છે. ત્યાંજ ગરમ પાણીમાં સિંધવ મીઠું ભેળવીને પ્રભાવિત જગ્યા પર તેના પોતા મુકવાથી સર્વાઈકલ પેનમાં રાહત મળે છે.

-યુટીઆઈ ઇન્ફેક્શન:

image source

રોજ એક ગ્લાસ ક્રેનબેરી જ્યુસ પીવું. ક્રેનબેરી જ્યુસ પીવાથી યુટીઆઈ ઇન્ફેક્શનમાં ખૂબ રાહત મળે છે. ૩-૪ દિવસ આ જ્યૂસ પીવાથી ઇન્ફેક્શનમાં ખૂબ રાહત મળે છે. આ સાથે જ ખાલી પેટ લસણ ખાવાથી પણ ખૂબ ફાયદો થાય છે.

-બ્લડપ્રેશર:

image source

ડુંગળીના રસમાં ૧ ચમચી શુદ્ધ દેશી ઘી ભેળવીને ખાવાથી આ બીમારીમાં રાહત મળે છે. આ સિવાય રોજ તાંબાના વાસણમાં રાખેલું પાણી પીવાથી પણ બીપી કંટ્રોલમાં રહે છે.

-હૈર ફોલ:

ખરતા વાળની સમસ્યાથી આજકાલની મોટાભાગની મહિલાઓમાં જોવા મળી રહી છે. ખરતા વાળની સમસ્યાથી છુટકારો મેળવવા માટે શિકાકાઈ, અરીઠા અને આમળાના પાણીથી વાળ ધોવા. આ સાથે જ વાળમાં ૨-૩ વાર ઓઇલ મસાજ કરવી. છાસથી વાળ ધોવાથી પણ ખોડાની તકલીફ માંથી છુટકારો મળી શકે છે.

image source

સમય સમય પર આપે હેલ્થ ચેકઅપ કરાવતા રહેવું જેથી કરીને કોઈ તકલીફ હોય તો તેનો સમયસર ઈલાજ કરી શકાય. આપે સ્વસ્થ રહેવા માટે હેલ્ધી આહાર ખાવો ખૂબ જરૂરી છે. પરંતુ ખુશ રહેવા માટે આપે થોડોક સમય પોતાના માટે કાઢવો જરૂરી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ