બોલિવૂડ પહેલા જ્યારે ટેલિવૂડમાં કામ કરતા હતા આ હિરો, જોઇ લો તસવીરોમાં પહેલા કેવા લાગતા હતા

બોલીવૂડના આ સુપરહીટ અભિનેતાઓ મોટા પરદા પર આવતા પહેલાં ટેલિવિઝનમાં કરી ચૂક્યા છે કામ, સિરિયલોની આ તસ્વીરોમાં તમે બોલીવૂડ કલાકારોને નહીં ઓળખી શકો !

બોલીવૂડમાં કામ મેળવવું અત્યંત મુશ્કેલ છે અને જો તમારું બોલીવૂડનું કોઈ બેકગ્રાઉન્ડ ન હોય અને તમારે જાત મહેનતે જ ફિલ્મોમાં કામ મેળવવું હોય તો તેમાં તમારે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જો આપણને એવું લાગતું હોય કે બોલીવૂડ સિતારાઓને રાતોરાત શોહરત મળતી હોય છે તો તેવું બિલકુલ નથી તેમની વર્ષોની મહેનત તેમને આ ઉંચાઈ પર પહોંચાડે છે.

image source

શાહરુખ ખાન વિષે તો મોટા ભાગના બધા લોકો જાણતા હશે કે તેણે પોતાની એક્ટિંગ કેરિયરની શરૂઆત દુરદર્શન પર આવતી વિવિધ ટીવી સિરિઝથી કરી હતી. અને કેટલીએ ટીવી સિરિઝ બાદ તેને બોલીવૂડમાં કામ મળ્યુ હતું. શાહરુખ ખાન ફિલ્મોમાં આવ્યા પહેલા નાના પરદાનો જાણીતો ચહેરો હતો. તેણે સિરિયલ ફોજીથી પોતાની અભિનય કારકીર્દીની શરૂઆત કરી હતી ત્યાર બાદ તેણે સર્કસ તેમજ દિલ દરિયા નામની સિરિયલમાં કર્યુ હતું. છેવટે તેણે કંઈક મોટું કરવાનું નક્કી કર્યું અને તેણે મુંબઈ આવવાનું નક્કી કર્યું અને અહીં તેને પ્રથમ ફિલ્મ દીવાના ઓફર કરવામા આવી. બસ પહેલી જ ફિલ્મથી શાહરુખે પોતાનો જાદૂ ફેલાવી દીધો અને ત્યાર બાદ ક્યારેય પાછુ વાળીને નથી જોયું.

ઇરફાન ખાન

image source

બોલીવૂડના અવ્વલ દરજાના અભિનેતા ઇરફાન ખાન કે જે થોડા સમય પહેલાં જ કેન્સરની બીમારીને માત આપીને સ્વસ્થ થઈ રહ્યા છે તેણે હાલમાં જ સિનેમાજગતમાં 32 વર્ષ પૂર્ણ કર્યા છે. તમને તેની કેરિયરનો આ આંકડો જાણીને આશ્ચર્ય થતું હશે પણ તમને જણાવી દઈએ કે તે પણ શાહરુખ ખાનની જેમ વર્ષો પહેલાં ટેલિવિઝનની સિરિયલોમાં કામ કરી ચૂક્યો છે.

image source

તેને પણ તેની પહેલી સફળતા તો ટીવી સીરીઝથી મળી હતી અને ત્યાર બાદ તેને બોલીવૂડમાં કામ મળવા લાગ્યું. જો કે સિરિયલો પહેલાં ઇરફાને કેટલીક ફિલ્મોમાં પણ કામ કર્યું હતું પણ ત્યાં તેની કોઈ ખાસ નોંધ નહોતી લેવામાં આવી પણ ત્યાર બાદ સિરિયલોમાં મળેલી સફળતાએ તેને બોલીવૂડમાં પાછો વાળ્યો અને તેને તેની અભિનય ક્ષમતા પ્રમાણે એકથી એક ચડિયાતા પાત્રો ભજવવાનો અવસર આપવામાં આવ્યો અને તેણે પોતાના અભિનયથી ભલભલા મહારથીઓને પાછળ પાડી દીધા.

image source

તમને જણાવી દઈએ કે ઇરફાન ખાને ટેલિવિઝન સિરિઝ, ભારત કી ખોજ, ચાણક્ય, બનેગી અપની બાત, સારા જહાં હમારા, ચંદ્રકાંતા જેવી સિરિયલોમાં કામ કર્યું છે. આ સિરિયલોમાંના તેમના અભિનયે સિનેમાનું ધ્યાન પોતાના તરફ ખેંચ્યું અને ત્યાર બાદ તેમને ફિલ્મોમાં કામ મળવા લાગ્યું.

વિદ્યા બાલન

image source

વિદ્યાબાલન જેવો ઓરિજનલ અભિનય કરવાવાળી અભિનેત્રીઓ આજે હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણી ઓછી જોવા મળશે. જો તમે 1995માં આવેલી ટીવી સીરીઝ હમ પાંચના ફેન હશો તો તેમાં પાંચ બહેનોમાંની સૌથી મોટી બહેનનું પાત્ર વિદ્યાબાલને ભજવ્યું હતું. આ સિરિયલમાં વિદ્યાબાલનને ઓળખવી ઘણી મુશ્કેલ છે. ત્યાર બાદ દસ વર્ષે વિદ્યા બાલનને ફિલ્મ પરિનિતિમાં લીડ એક્ટ્રેસનું કામ મળ્યું. અને ત્યાર પછીની વિદ્યાની અભિનય યાત્રાને આપણે બધા જાણીએ જ છે. જો કે તેણીએ કેટલાક પોપ આલ્બમમાં પણ અભિનય કર્યો છે.

આર માધવન

image source

આર માધવનનનું નામ ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીમાં ઘણું લોકપ્રિય રહ્યું છે. તેણે ઝીટીવી પર આવતી બનેગી અપની બાત, તેમજ ઘર જમાઈ અને સી હોક્સ જેવી ઘણી બધી સિરિયલોમાં કામ કર્યું છે. અને છેવટે તેને પણ મોટા પરદા પર અભિનય કરવાનો મોકો મળી ગયો અને તેણે દીયા મિર્ઝા અને સૈફ અલી ખાન સાથે ફિલ્મ રેહના હૈ તેરે દિલમાં લીડ એક્ટરની ભૂમિકા નિભાવી. તેની આ ફિલ્મ સુપરહીટ રહી હતી પણ તેની બીજી કોઈ ફિલ્મ આટલી સફળતા ત્યાર બાદ ક્યારેય ન મેળવી શકી. જો કે તેને સાઉથની ફિલ્મોમાં ઘણી સફળતા મળી ચૂકી છે.

પંકજ કપૂર

પંકજ કપૂરને બોલીવૂડનો પીઢ અભિનેતા માનવામાં આવે છે. તે જાણીતા બોલીવૂડ એક્ટર શાહિદ કપૂરના પિતા પણ છે તે પરથી તમને ખ્યાલ આવી જ ગયો હશે કે શાહિદમાં ઉમદા અભિનય ક્ષમતાં ક્યાંથી આવી. આમ તો તેમણે પોતાની અભિનયની શરૂઆત ફિલ્મોથી કરી હતી તેમણે ગાંધી તેમજ જાને ભી દો યારો જેવી યાદગાર ફિલ્મોમાં અભિનય આપ્યો હતો.

image source

પણ તેમને ખરી ઓળખ તો જાણીતી ટેલિવિઝન સિરિઝ ઓફિસ ઓફિસમાં મુસદ્દીલાલનું પાત્ર નિભાવ્યું ત્યારે મળી હતી. તેમનું આ પાત્ર સુપરહીટ થઈ ગયું હતું. જો કે તેઓ ટીવી તેમજ ફિલ્મો તેમ નાના-મોટા બન્ને પરદા પર કામ કરતા આવ્યા છે. તેમણે મુસાફિર તેમજ મકબૂલ જેવી ફિલ્મમાં પોતાના અભિનયથી લોકોને અભિભૂત કરી દીધા હતા.

આયુષમાન ખુરાના

image source

આયુષ્માન ખુરાનાએ 2002માં પોપસ્ટાર્સ રિયાલીટી ટીવી શોમાં કમ્પિટિટર તરીકે ભાગ લીધો હતો ત્યાર બાદ તેણે રોડીઝ 2માં ભાગ લીધો અને શો જીતી પણ લીધો. ત્યાર બાદ તેને જોહ્ન અબ્રાહમના પ્રોડક્શન હાઉસ હેઠળ ફિલ્મ વિક્કી ડોનરમાં કામ કરવાનો અવસર મળ્યો ત્યાર બાદ તેણે પાછુ વળીને નથી જોયું. આજે તે ઇન્ડસ્ટ્રીના સૌથી સફળ અભિનેતાઓમાંનો એક છે. આજે તેની એક એક ફિલ્મ સફળતાની ગેરેંટી આપી રહી છે.

રાજીવ ખંડેલવાલ

રાજીવ ખંડેલવાલ એકતા કપૂરની સિરિયલ કહીં તો હોગાથી યુવતીઓના હૈયાનો રાજકુમાર બની ગયો હતો. આ સિરિયલથી તેને કોઈ બોલીવૂડ હીરો જેવી પ્રસિદ્દિ મળી હતી. આ સિરિયલ બાદ તેણે લેફ્ટ રાઇટ લેફ્ટ તેમજ ટાઇમ બોમ્બ જેવી સિરિયમાં કામ કર્યું. ત્યાર બાદ તે બોલીવૂડની કેટલી ફિલ્મોમાં જોવા મળ્યો પણ કહીં તો હોગા જેવી સફળતા તેને ક્યાંય ન મળી. તાજેતરમાં જ તેણે એક વેબસીરીઝમાં કામ કર્યું છે જેનું શિર્ષક છે કોલ્ડ લસ્સી ઔર ચિકન મસાલા તેમાં તેની સાથે ટેલિવિઝનની જાણીતી અભિનેત્રી દિવ્યાંકા ત્રિપાઠી પણ છે.

પ્રાંચી દેસાઈ

image source

બાલાજી ટેલિફિલ્મ્સની કસમ સે સીરિયલથી પ્રાંચિ દેસાઈ ભારતના ઘર ઘરની લાડકી વહુ બની ગઈ હતી. આ શો ઘણો લાંબો ચાલ્યો હતો. અને તેની સફળતાના કારણે પ્રાંચિને પણ બોલીવૂડમાં એન્ટ્રી મળી ગઈ. તેણીની પ્રથમ ફિલ્મ ફરહાન અખ્તર સાથેની રોક ઓન હતી. જે એક સુપરહીટ હતી અને પ્રાચીની પણ તેમાં નોંધ લેવાઈ હતી. ત્યાર બાદ તેણે, લાઇફ પાર્ટનર, વન્સ અપોન અ ટાઈમ ઇન મુંબઈ, બોલ બચ્ચન, તેરી મેરી કહાની જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું. પણ તેને ટીવી જેટલી સફળતા ફિલ્મોમાં ન મળી શકી.

સુશાંત સિંહ રાજપૂત

image source

સુશાંત સિંહ રાજપૂત ટેલિવિઝનમાં કામ કર્યા બાદ ફિલ્મોમાં પ્રવેશ કર્યો છે. તેણે એકતા કપૂરની ઝી ટીવી પર પ્રસારિત થતી જાણીતી ટિવિ સિરિઝ પવિત્ર રિશ્તાથી અભિનયની શરૂઆત કરી હતી. આ સિરિઝમાં તેના પાત્રને લોકોએ ખુબ પસંદ કર્યુ હતું. ત્યાર બાદ તેણે કેટલાક રિયાલીટી ટીવી શો પણ કર્યા હતા. અને ત્યાર બાદ તેને ફિલ્મ કાઈ પો છેમાં કામ કરવાનો મોકો મળ્યો. તેની સૌથી સુપરહીટ ફિલ્મ રહી છે એમ.એસ ધોની. જો કે તે ઇન્ડસ્ટ્રીને વધારે સફળ ફિલ્મો નથી આપી શક્યો તેમ છતાં તેના અભિનયની નોંધ ચોક્કસ લેવામાં આવી છે.

મૌની રૉય

image source

બોલીવૂડનો તાજો ચહેરો મૌની રૉય છેલ્લા ઘણા વર્ષોથી નાના પડદા પર કામ કરી રહી છે. તેણે ટેલીવીઝન ક્વિન એકતા કપૂરની સુપરડુપર હીટ સિરિઝ સાસભી કભી બહુથીથી અભિનય શરૂ કર્યો હતો. ત્યાર બાદ તેણીએ કહોના યાર હૈ, કસ્તૂરી, જરા નચ કે દિખા, પતિ પત્ની ઓર વો, દો સહેલિયાં, નાગિન તેમજ દેવો કે દેવ મહાદેવ સિરિયલનો સમાવેશ થાય છે. તેને ટેલિવિઝન પર ખરી ઓળખ દેવો કે દેવ મહાદેવમાં સતિનું પાત્ર નિભાવ્યા બાદ મળી અને ત્યાર બાદ તેને નાગિનના અવતારમાં પણ લોકોએ ખુબ પસંદ કરી.

તેણે બોલીવૂડમાં અક્ષય કુમારની ફિલ્મ ગોલ્ડથી ડેબ્યુ કર્યો. હાલ તેણી બીજા ઘણા બધા બોલીવૂડ પ્રોજેક્ટ પર કામ કરી રહી છે. આ ઉપરાંત તેણી બોલીવૂડમાં આઇટમ સોંગ પણ કરી રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ