આલિયાએ શેર કરી તેની લેટેસ્ટ તસવીર, પણ નથી દેખાતો ક્યાંય રણબીર, જોઇ લો વીડિયો અને તસવીરો તમે પણ…

સમુદ્ર કિનારે આલિયા ભટ્ટે બોય ફ્રેન્ડ રનબીર કપૂર સાથે નવા વર્ષનું સ્વાગત કંઈક આ રીતે કર્યું

હાલ બોલીવૂડ સ્ટાર્સ નવા વર્ષની ઉજવણી નિમિતે વિદેશ પ્રવાસ ખેડી રહ્યા છે અને ત્યાંથી પોતાના સોશિયલ મિડિયા અકાઉન્ટ દ્વારા ફેન્સ સાથે સુંદર સુંદર તસ્વીરો શેર કરી રહ્યા છે. હાલ અનુશ્કા શર્મા – વિરાટ કોહલી, વરુણ ધવન – નતાશા, કરીના-સૈફ, આયુષ્માન ખુરાના વિગેરે વિદેશમાં નવા વર્ષની ઉજવણી કરી રહ્યા છે. વરુણ, અનુષ્કા, વિરાટ, કરીના, સૈફ અને કરીશ્મા તો એકબીજાને સ્વિત્ઝરલેન્ડમાં ભટકાઈ પણ પડ્યા હતા અને તેમણે 2019ની છેલ્લી રાત સાથે પસાર કરી હતી જેની તસ્વીરો પણ સોશિયલ મિડિયા પર ઘણી વાયરલ થઈ હતી.

image source

આલિયા ભટ્ટ પણ નવા વર્ષની ઉજવણી માટે અમેરિકા ઉપડી ગઈ છે તે પણ તેના બોય ફ્રેન્ડ અને બોલીવૂડ હાર્ટથ્રોબ રનબીર કપૂર સાથે. અને ત્યાંથી આલિયા સમુદ્ર કીનારાની સુંદર તસ્વીરો પોતાના ફેન્સ સાથે શેર કરી રહી છે. જો કે તેણી હાલ ક્યાં છે તેની કોઈને કોઈ જ ખબર નથી બસ કોઈ સુંદર બીચની ઝલક જ તેની તસ્વીરોમાં જોઈ શકાય છે.

image source

આલિયાએ શેર કરેલી એક તસ્વીરમાં તેણી સુંદર મજાના ફ્લોરલ વસ્ત્રમાં સનબાથ લેતી જોઈ શકાય છે, આ તસ્વિર શેર કરતાં આલિયાએ લખ્યું છે, ‘પ્રકાશ આવી રહ્યો છે 2020.’ આ તસ્વીરમાં આલિયા પર સૂર્યના કીરણો પડી રહ્યા છે અને તેમાં તે ખુબ જ સુંદર લાગી રહી છે. તેની પાછળ તમે ભૂરા સમુદ્રને પણ જોઈ શકો છો.

 

View this post on Instagram

 

the light is coming ✨2020 ☀️

A post shared by Alia ☀️ (@aliaabhatt) on

તેણીની આ તસ્વીર તેના ફેન્સને ખુબ પસંદ આવી હતી અને તેના ફેન્સે પણ તેણીને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી. અને માત્ર થોડા જ કલાકમાં તેણીની આ તસ્વીરને 11 લાખ કરતાં પણ વધારે લાઈક મળી ગઈ હતી. અને અત્યાર સુધીમાં તેને 20 લાખ કરતાં પણ વધારે લાઇક્સ મળી ગઈ છે. તેણીની બહેને આ તસ્વીર પર કમેન્ટ કરતાં લખ્યું હતું, ‘માય સનશાઈન’. જ્યારે તેણીની નજીકની બહેનપણી આકાંક્ષા રંજન કપૂરે તેણીને એન્જલ કહી હતી. તો વળી સ્ટાઇલીસ્ટ અનીતા શ્રોફ અડજાનીઆ અને અભિનેત્રી દીયા મિર્ઝાએ તેણીને હાર્ટ ઇમોજીઝથી રીએક્શન આપ્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Alia ☀️ (@aliaabhatt) on

આ ઉપરાંત આલિયાએ એક વિડિયો પણ શેર કરી હતી. જેમાં તેણીના પગને દરિયાના મોજા પખાળી રહ્યા છે. અને આ વિડિયો સાથે તેણીએ પોતાના ફેન્સને હેપી ન્યૂયર પણ વિશ કર્યું હતું.

image source

બીજી એક તસ્વીર પણ આલિયાએ શેર કરી હતી જેમાં તેણી કેન્ડલ લાઇટ ડીનર લઈ રહી છે. તેની સાથે રનબીર પણ રજાઓ માણી રહ્યો છે પણ એક પણ તસ્વીરમાં રનબીરની ઝલક જોવા નથી મળી. આ બીચસાઇડ કેન્ડલ લાઇટ ડીનરના ટેબલ પર કેટલીક શેમ્પેઇન પણ પડી છે. તસ્વીર જોતાં લાગી રહ્યું છે કે તેઓ રજાઓને ખૂબ એન્જોય કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Alia ☀️ (@aliaabhatt) on

આ પહેલાં પણ આલિયાએ પોતાની હળવી પળોની એક તસ્વીર ફેન્સ સાથે શેર કરી હતી જેમાં તેણી ટીવી પર પોતાની ફેવરી હોલીવૂડ ફિલ્મ બ્રેકફાસ્ટ એટ ટીફનીઝ જોઈ રહી હતી. તે વખતે આલિયાએ કેપ્શન લખ્યું હતું, ‘સિતારાઓ નીચે, પાણીની નજીક અને વૃક્ષો વચ્ચે એક ક્લાસિક ફિલ્મ,’ આ તસ્વીરમાં તમે ટીવી સ્ક્રીન તરફ પોઇન્ટ કરતાં બે જમણા પગ પણ જોઈ શકો છો. તેમાંનો એક પગ રનબીર કપૂરનો પણ હોઈ શકે છે.

 

View this post on Instagram

 

A post shared by Alia ☀️ (@aliaabhatt) on

આલિયા અને રનબીર આયાન મુખર્જીની બહુચર્ચિત ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં લીજન્ડ એક્ટર અમિતાભ સાથે જોવા મળશે. ફિલ્મની રિલિઝ થોડી પાછી ઠેલાઈ છે પણ આ વર્ષમાં ફિલ્મ રિલિઝ થઈ જશે. ત્યાર બાદ આલિયા ભટ્ટ સંજય લીલા ભણસાળીની ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડીમાં જોવા મળશે. જેની સ્ક્રીપ્ટ હાલ તે વાંચી રહી છે. અને તે સ્ક્રીપ્ટનું જ ફ્રન્ટ પેજ તેણીએ પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર થોડા સમય પહેલાં શેર કર્યું હતું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ