હા..હા..હા..જોઇ લો બોલીવૂડના આ બેસ્ટ ફોટોશોપ્ડ ફોટો, જે જોઈને તમે ખીલખીલાટ હસી પડશો

બોલીવૂડના આ બેસ્ટ ફોટોશોપ્ડ ફોટો જોઈને તમે ખડખડાટ હસી પડશો

આપણે અવારનવાર પોલિટિશિયન અને સેલેબ્રીટીઝની ફોટોશોપ્ડ થયેલી તસ્વીરો અવારનવાર જોતા હોઈએ છે અને આપણને આવા આર્ટીસ્ટને તેમની સ્કીલ બદલ શાબાશી આપવાનું મન થાય છે. આજે સ્ટાર્સ સાથે સેલ્ફી પડાવવા માટે લોકો બધી જ હદ વટાવી મૂકતા હોય છે. પણ આ ફોટોશોપ્ડ સ્કીલથી તમે મોદીથી માંડીને ટ્રમ્પ સુધી અને શાહરુખ ખાનથી માંડીને ટોમ ક્રૂઝ સુધીની ખ્યાતનામ હસ્તીઓ સાથે તમારી તસ્વીર બનાવી શકો છો.

image source

તો આજે અમે તમને એવી જ કેટલીક બેસ્ટ ફોટોશોપ્ડ તસ્વીરો બતાવીશું જેમાં એક વ્યક્તિ અવારનવાર સેલેબ્રીટીની કોઈ એક તસ્વીર લઈને તેમાં પોતાની જાતને ઉમેરી દે છે અને ક્યારેક ક્યારેક તો તે બીજી સેલેબ્રીટીને પણ તે તસ્વીરમાં એવી રીતે ફોટોશોપ કરીને એડ કરી દે છે કે તસ્વીર જોનાર વ્યક્તિને તે સાચી જ લાગે.

આ વ્યક્તિ ઇન્સ્ટાગ્રામ પર પોતાનું અનસીનફ્રેન્ડ નામનું પેજ ધરાવે છે. જેના પર તેના 1.64 લાખ ફોલોઅર્સ છે. તે પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર અવારનવાર સેલેબ્રીટી સાથે ફોટોશોપ્ડ કરેલી તસ્વીર શેર કરે છે. તો ચાલો જોઈએ આ તસ્વીરો.

image source

જેકલીનના એક ફોટો શૂટમાં તેણીએ પથારીમાં સૂતા સૂતા કેટલાક બોલ્ડ પોઝ આપ્યા છે. તો આ વ્યક્તિએ તેમાં પણ પોતાને એડ કરી લીધો છે. જેકલીન તસ્વીર માટે પોઝ આપી રહી છે તો આ વ્યક્તિએ પોતાની જાતને તસ્વીરમાં સુતેલી દર્શાવી છે આ એક સંપૂર્ણ ફોટોશોપ્ડ ફોટો છે.

image source

આ તસ્વીરમાં તમે જોઈ શકો છો કે આર માધવન શર્ટલેસ છે. આર માધવને પોતાની એક સેલ્ફી લીધી છે જેમાં મૂળ તસ્વીરમાં તે એકલો જ છે પણ આ ફોટોશોપ આર્ટિસ્ટે પોતાને તસ્વીરમાં એવી રીતે એડ કર્યો છે કે જાણે ખરેખર તે આર માધવન પાછળ જ ઉભો હોય.

image source

આ તસ્વીર થોડા સમય પહેલાં કરીનાએ પોતાના સોશિયલ મિડિયા અકાઉન્ટ પર શેર કરી હતી. જેમાં તેણી એક્સરસાઇઝ કરી રહી છે. તો આ ફોટોશોપ આર્ટીસ્ટે કરીનાને જાણે એક્સરસાઇઝ માટે એનકરેજ કરતો હોય તેમ તસ્વીરને ફોટોશોપ્ડ કરીને પોતાને પણ ઉમેરી દીધો છે.

image source

તો કરણ જોહર, શાહરુખ ખાન, આલિયા ભટ્ટ, કેટરીના કૈફ, દીપિકા પાદુકોણ વિગેરેના આ ગૃપ ફોટોમાં આ ફોટોશોપ આર્ટિસ્ટે પોતાને તો ઉમેર્યો જ છે પણ સાથે સાથે કંગના રનૌત, પ્રિયંકા ચોપરા, અને રાજકુમાર રાઓને પણ ઉમેરી દીધા છે.

image source
image source

વિરાટ અને અનુશ્કાની વિવિધ તસ્વીરોમાં પણ આ વ્યક્તિ પોતાની જાતને ઉમેરતા રોકી નથી શક્યો. આ તસ્વીરમાં તમે જોઈ શકો છો તેમ વિરાટ અનુશ્કા ટ્રેડીશનલ અવતારમાં છે. પણ પાછલ એક વ્યક્તિ ખુરશી પર બેસીને સ્ટીલની થાળીમાં કંઈક જમી રહ્યો છે. આ એક ફોટોશોપ્ડ તસ્વીર છે. તો વળી આ આર્ટિસ્ટ વિરાટ અને અનુષ્કાના હનીમૂન પર પણ પહોંચી ગયો હતો. જુઓ આ તસ્વીર.

image source

નરેન્દ્ર મોદી સાથેની બોલીવૂડ સિતારાઓની તસ્વીર તો દેશના કરોડો લોકોએ પસંદ કરી છે. તમે આ તસ્વીરને ઘણીવાર જોઈ હશે. પણ આ તસ્વીરમાં તમે ધ્યાનથી જોશો તો પાછળ રાહુલ ગાંધી પણ જોઈ શકાય છે જે કેમેરા તરફ નહીં પણ બીજી દીશામાં જોઈ રહ્યો છે. અને આર્ટિસ્ટ પોતે પણ પોતાની જાતને આ તસ્વીરમાં ઉમેરતા રોકી નથી શક્યો. જમણી બાજુ સિદ્ધાર્થ મલ્હોત્રાની પાછળ તે પોતે છે તો. ડાબી બાજુ આલિયા ભટ્ટની પાછળ રાહુલ ગાંધી છે.

image source

તો વળી બોલીવૂડ-હોલીવૂડ સ્ટાર પ્રિયંકા ચોપરા અને તેના પતિ નિક જોનાસ સાથે પણ આ આર્ટિસ્ટે સાઇકલ ચલાવી છે જરા જોઈ લો આ તસ્વીર. તો બીજી એક તસ્વીરમાં તે પ્રિયંકાના ખોળામાં માથુ રાખીને સુતેલો બતાવવામાં આવ્યો છે.

image source
image source

બીજી તસ્વીરમાં તમે આલિયાને બેડ પર સુતેલી જોઈ શકો છો. તો તેની પાછળ આ આર્ટિસ્ટ પણ બેઠેલો જોઈ શકાય છે. ચોક્કસ આ એક ફોટોશોપ્ડ તસ્વીર જ છે.

image source

આ તો હદ થઈ ગઈ દીપિકા રણવીરના લગ્નમાં જ્યાં અંગત મહેમાનોને જ આમંત્રણ આપવામાં આવ્યું હતું ત્યાં સામાન્ય વ્યક્તિની તો વાત જ શું કરવી પણ આ આર્ટિસ્ટ પંડીત બનીને તેમના લગ્નમાં પહોંચી ગયો છે. જુઓ આ તસ્વીર.

image source

મહાન ક્રીકેટર સચીન તેંડુલકરના ઘરમાં પણ આ વ્યક્તિને આરામથી એન્ટ્રી મળી ગઈ છે. જુઓ આ તસ્વીર.

image source

તો વળી અમિતાભ બચ્ચનની હોમ ઓફિસમાં પણ તે અમિતાભ બચ્ચનને તેના બ્લોગમાં મદદ કરતો હોય તેવું અહીં ફોટોશોપ્ડ કરીને દર્શાવ્યું છે.

image source

તો સુહાના અને અનન્યા સાથે કારમાં મસ્તી કરતો પણ તેણે અહીં આ તસ્વીરમાં પોતાની જાતને બતાવ્યો છે.

image source

આ તસ્વીર તો અત્યંત ફની છે. વિંક સેન્સેશન પ્રિયા પ્રકાશના માથામાં આ આર્ટિસ્ટ ડાબર આમલાનું તેલ નાખી રહ્યો છે.

image source

શું તમને ખબર છે આ આર્ટિસ્ટ ટાઈગર ઝીંદા હૈ ફિલ્મમાં પણ હતો. ટાઈગર ઝીંદા હૈમાં તેને તમે અહીં સલમાન ખાન સાથે ગાડીમાં સ્ટન્ટ કરતો જોઈ શકો છો.

image source

યામી ગૌતમીના આ ફોટો શૂટમાં પણ આ ભાઈ ઘરના કપડે એટલે કે પાયજામા અને ટીશર્ટમાં થાળી લઈને પહોંચી ગયા છે અને એટલુ ઓછું હતું તેમ તેણે યામી આગળ પણ એક નાશ્તાની ખાલી ડીશ મુકી દીધી છે.

image source

માત્ર સચીન જ નહીં પણ શીખર ધવન સાથે પણ તે પ્લેનમાંની એક સીટ પર બેઠેલો જોવા મળ્યો છે. અહીં શીખરે એક સેલ્ફી લીધી છે તેમાં આ આર્ટિસ્ટે બીજા કોઈની જગ્યાએ પોતાનો ચહેરો ફીટ કરી દીધો છે.

image source

માત્ર ભારતીય જ નહીં પણ હોલીવૂડ સ્ટાર વિન ડીઝલ સાથે પણ તેને તમે આ રિક્ષા વાળી તસ્વીરમાં જોઈ શકો છો. રીક્ષામાં દીપિકા અને વિન ડીઝલ બેઠા છે અને વચ્ચે આ જનાબ બેસી ગયા છે.

image source

તો વળી પોપ્યુલર વેબ સિરિઝ સેક્રેડ ગેમમાં સૈફ અને એક સાથી આર્ટિસ્ટ સાથે આ આર્ટિસ્ટે પોતાની જાતને પણ સીનમાં સેટ કરી દીધી છે.

image source

તો વળી પદ્માવત ફિલ્મમાં તે સંજય લીલા ભણસાળીની જગ્યાએ ડીરેક્ટર બની ગયો છે અને શાહીદ કપૂરને સીન સમજાવી રહ્યો છે.

image source

આ તસ્વીરમાં તમે જોઈ શકો છો કે આર્ટિસ્ટ અરીજીત સિંઘ માટે માઈક એડજસ્ટ કરી રહ્યો છે.

image source

તો વળી ઋતિકના આ ફોટો શૂટમાં કે જેમાં ઋતિકને કાર બહાર પોઝ આપતો દર્શાવવામાં આવ્યો છે તે કારમાં આ આર્ટિસ્ટ ડ્રાઈવરની બાજુની સીટ પર બેસેલો જોવા મળ્યો છે.

image source

રનબીર આલિયાની આ તસ્વીરમાં તેઓ સાથે ફરી રહ્યા છે અને ક્યાંકથી શોપિંગ કરીને આવ્યા છે. મૂળ તસ્વીરમાં બે જણ એકલા જ છે પણ ફોટોશોપ દ્વારા આર્ટિસ્ટે પોતાને પણ તેમાં ઉમેરી દીધો છે અને માત્ર તેટલું જ નહીં પણ પોતાના હાથમાં પણ તેણે બ્રાન્ડેડ શોપીંગ બેગ પકડાવી દીધી છે.

image source

આ તસ્વીર પણ ખૂબ જ ફની છે જો તમે ધ્યાનથી જુઓ તો. આ તસ્વીરમા તમે અનીલ કપૂર, શાહરુખ ખાન અને સલમાન ખાનને જોઈ શકો છો. અને ખુરશીમાં આપણા જનાબ આર્ટિસ્ટ બેઠા છે. પણ જો ધ્યાન આપશો તો બેકગ્રાઉન્ડમાં એક દીલ બનાવવામાં આવ્યું છે અને તેમાં ‘AISH’ (ઐશ્વર્યા) લખવામાં આવ્યું છે અને તેની બાજુમાં જ સલમાન ઉભો છે.

image source

સુશાંત સિંહ સાથેની આ ફની તસ્વીરમાં સુષાંત આડો પડીને પોઝ આપી રહ્યો છે તો આપણો ફોટોશોપ આર્ટીસ્ટ તેની પાછળ આરામથી સુતેલો જોઈ શકાય છે.

image source

હવે તો હદ જ થઈ ગઈ. સૈફ અને કરીના તૈમુરની જગ્યાએ આપણા ફોટો શોપ આર્ટીસ્ટ સાથે દેખાઈ રહ્યા છે. મૂળ તસ્વીરમાં સૈફે તૈમુરને ઉંચક્યો છે પણ આપણા આ આર્ટીસ્ટે હવે તૈમુરની જગ્યા લઈ લીધી છે અને હવે સૈફે તૈમુરને નહીં પણ તેને ઉંચક્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ