Saint Valentine Letter: ઇસ વેલેન્ટાઇન લેટર લવર્સ કે નામ

રોમમાં ત્રીજી શતાબ્દીમાં સમ્રાટ કલોડિયસનું શાસન હતું. સમ્રાટ કલોડિયસ મુજબ વિવાહ કરવાથી પુરુષોની શક્તિ અને બુધ્ધિ ઓછી થાય છે. સમ્રાટ કલોડિયસે આદેશ કર્યો કે તેના કોઈ સૈનિક કે કોઈ અધિકારી વિવાહ કરશે નહિ. સંત વેલેન્ટાઇનએ આ ક્રૂર આદેશનો વિરોધ કર્યો.

image source

સંત વેલેન્ટાઇનના આહ્વાન પર અનેક સૈનિકો અને અધિકારીઓએ વિવાહ કર્યા. છેલ્લે સમ્રાટ કલોડિયસે ૧૪ ફેબ્રુઆરી, ૨૬૯ના દિવસે સંત વેલેન્ટાઇનને ફાંસી પર ચઢાવી દીધા. ત્યાર થી સંત વેલેન્ટાઇનની યાદમાં પ્રેમ દિવસ એટલે કે વેલેન્ટાઇન ડે મનાવવામાં આવે છે. અહિયાં હવે પ્રેમીઓના નામે લખવામાં આવેલ વેલેન્ટાઇનનો પત્ર..

પ્રેમ કરવાવાળાઓને મારા સલામ,

image source

હું આપના બધાનો વ્હાલો વેલેન્ટાઇન. ૧૪ ફેબ્રુઆરી આજે મારો દિવસ છે ‘વેલેન્ટાઇન ડે’. મારી હજી એક વરસી, પ્રેમની યાદમાં સમર્પિત એક હજી ૧૪ ફેબ્રુઆરી. મે જ્યારે રોમના યુવાનોની ચોરીછૂપી વિવાહ કરાવ્યા તો ક્યારેય વિચાર્યું ના હતું કે મારી આ ચોરી એક દિવસ આવો રંગ લાવશે. મે જ્યારે જેલરની દીકરીને પ્રેમ સંદેશ આપ્યો તો મે એ પણ ના હોતું વિચાર્યું કે આ સંદેશને સદીઓ સુધી પેઢીઓ દોહરાવશે.

image source

મે ના હોતું વિચર્યુ કે જે રાતમાં હું પકડાઈ ગયો તે રાતે જે જોડીના મે વિવાહ કરાવ્યા તેમની સાથે પ્રેમ પણ હમેશા- હમેશા માટે આઝાદ થઈ જશે. મે આ પણ ના હોતું વિચાર્યું કે જે વાતો મે જેલરની દીકરી સાથે કલાકો બેસીને કરી, તે આવી દાસ્તાન બની જશે જે ભલેને કલમ થી નથી લખાઈ પરંતુ બધાની દિલમાં કસક બનીને જીવિત રહેશે.

પરંતુ મે આ ક્યારેય ના હોતું વિચાર્યું કે મારો આ પ્રેમ વર્ષ ૨૦૨૦ સુધી આવતા આવતા મોબાઈલ અને ઈન્ટરનેટનો પ્રેમ બની જશે. મે આ પણ ન હતું વિચાર્યું કે પ્રેમ મોંઘા ગુલાબોની સુગંધમાં ખોવાઈ જશે. મે આ પણ ન હતું વિચાર્યું કે પ્રેમ બાઇક પર ફરવાની મજા થઈ જશે. મે ન હતું વિચાર્યું કે પ્રેમ પિક એન્ડ ડ્રોપ ફેસીલીટી બની જશે. મે આ પણ ના હતું વિચાર્યું કે પ્રેમ કલોડિયસની જેલ થી છૂટીને રાજનીતિની ગિરફતમાં આવી જશે.

image source

માન્યું કે જમાનાની સાથે દરેક વસ્તુ બદલાય છે પરંતુ પ્રેમ દરેક વસ્તુ’ જેવી કોઈ વસ્તુ નથી. પ્રેમ તો એહસાસ છે અને એહસાસ દરેક જમાનામાં એહસાસ જ થયા કરે છે. પ્રેમના ઇઝહારને બદલવાના ચક્કરમાં લાગે છે પ્રેમને જ બદલવામાં આવી રહ્યો છે. જેલમાં મારા કદરદાનોના મોકલેલા ફૂલ આજે પણ તાજા લાગે છે અને તેમના પ્રેમભર્યા સંદેશ મને આજે પણ જિંદગી થી ભરી દે છે. પછી આ દુનિયામાં પ્રેમ કેવી રીતે બદલાઈ શકે છે.

મે કઈ નથી વિચાર્યું અને પ્રેમ પણ વિચારવાની વસ્તુ નથી. ક્યારેક ક્યારેક સાચું કામ કરવાની પણ સજા ભોગવવી પડે છે અને ઘણા બધા સારા કામો પણ છે જે વગર વિચારીએ કરવામાં આવે છે. મે પણ આવું જ કામ કર્યું હતું જેની મને સજા મળી. મે દિલોને મળાવ્યાં કેમકે તે મને સાચું લાગ્યું.

image source

હું આપની પાસે પણ આ જ ઇચ્છીશ કે પ્રેમ કરો તો વગર વિચાર્યા કે સમજ્યા વગર. આપનો પ્રેમ જેવો છે તેવો જ સ્વીકાર કરો. વિચારવા-સમજવા માટે જિંદગીમાં અન્ય વસ્તુઓ પણ છે. એમ, મારા ના વિચારવાથી આટલું બધુ થઈ ગયું તો જો આ વિચારું કે પ્રેમ ફરી થી પોતાની સુરત લેશે તો કદાચ જરૂર થઈ જ જશે.

અંતમાં હું ફક્ત એટલું જ કહેવા ઈચ્છું કે પ્રેમની આ ઋતુ ફક્ત ૧૪ ફેબ્રુઆરી સુધી સીમિત ના રહીને જીવનભર આમ જ રોમાન્સભર્યો બની રહેવો જોઈએ. બધાને હેપ્પી વેલેન્ટાઇન ડે..

પ્રેમની સાથે,

આપનો પોતાનો વેલેન્ટાઇન.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ