રોજ ખાઓ બદામ, થશે આ અનેક ફાયદાઓ

રોજ બદામ ખાવાથી થાય છે ગજબના ફાયદા

image source

હ્રદય,કબજિયાત,સ્કીન અને વાળ માટે બદામ રામબાણ ઇલાજ છે. બદામ એક એવું ડ્રાયફ્રૂટ છે જે ખાવામાં લાજવાબ છે અને સાથે જ બીમારી સામે રક્ષણ પણ આપે છે. આપણને બદામ ખાવાની સલાહ બાળપણથી જ આપવામાં આવે છે. કોઈ બદામને પલાળીને ખાય છે તો કોઈ દૂધની જોડે લે છે પણ બદામ ખાવાના અઢળક ફાયદા તો છે જ.

image source

બદામ આપણી આંખ,વાળ માટે જ સારી નથી પરંતુ આપણા પૂરા શરીર માટે પણ એટલી જ ગુણકારી છે. સવારે બદામ પલાળીને ફોતરાં કાઢીને ખાવાની સલાહ આપવામાં આવે છે પણ બદામ ઔષધિય ગુણોથી ભરપૂર હોય છે. બદામને ફોતરાં સાથે ખાવાના પણ એટલા જ ફાયદા છે.

બદામ ખાવાના ફાયદા

image source

બદામ શરીરમાં પ્રોટીન, વિટામિન, મીનરલ્સની ઉણપને દૂર કરે છે. બદામ ખાવાથી સ્કીન સારી થાય છે અને સાથે જ બદામ ખાવાથી આપણી યાદશક્તિ તેજ બને છે.

હ્રદયની તકલીફને દૂર કરે છે

image source

રોજ બદામનું સેવન કરવાથી આપણું હ્રદય સ્વાસ્થ્ય રહે છે એવું માનવામાં આવે છે. જે લોકો રોજ બદામ ખાય છે તે લોકો અન્ય લોકોની તુલનામાં હ્રદય રોગને લગતી બીમારી ઓછી થાય છે. બદામમાં રહેલું વિટામિન-ઇ એન્ટી ઓક્સિડન્ટનું કામ કરે છે.

કબજિયાતમાં રાહત આપે અને વજન પણ ઘટાડે છે બદામ

image source

બદામમાં પૂરતા પ્રમાણમા ફાઈબર હોય છે જેના કારણે રોજ બદામ ખાવાથી કબજિયાતમાં રાહત મળે છે અને ખોરાક જલ્દીથી પછી જાય છે. બદામ શરીરને તાકાત આપે છે. આમાં વિટામિન બી અને ઝીંક હોય છે જેના કારણે ગળ્યું ખાવાની ઇચ્છા ઓછી થાય છે જેથી શરીરમાં ફેટ વધતું અટકે છે અને વજન કંટ્રોલમાં રહે છે.

બદામ વાળ માટે છે ફાયદા કારક

image source

બદામનું સેવન કરવાથી વાળને લગતી ઘણી બધી સમસ્યા દૂર કરી શકાય છે. વાળ ઉતરવા,ડ્રેંડફ અને માથામાં આવતી ખંજવાળમાંથી છૂટકારો મળે છે. બદામમાં સારા એવા પ્રમાણમા પોષક તત્વો હોય છે જેમાં વિટામિન-ઇ,મેંગેનીજ,કોપર,અને ફેટી એસિડ હોય છે. આ બધા તત્વો વાળને લાંબા,ઘટ્ટ,અને તંદુરસ્ત રાખવામા મદદ કરે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ