રસોડામાં પડેલી ચીજ વસ્તુઓનો આ રીતે કરો ઉપયોગ, અને લાવો ચહેરા પર નિખાર

ચહેરાને નિખારવા માટે અને ચમકતો રાખવા માટે સ્ત્રીઓ ઘણા ઉપાયો અજમાવે છે.

image source

પછી તે ઘરેલુ હોય કે અન્ય ઉપાયો હોય. ઘરેલુ ઉપાયોમાં લગભગ કોઇ જ નુકસાન નથી થતું. પણ અન્ય ઉપાયોમાં પાર્લર ટ્રીટમેન્ટ, લેસર ટ્રીટમેન્ટ, કેમિકલ ટ્રીટમેન્ટ પણ કરાવાથી અચકાતી નથી.

જેના પરિણામે ઘણીવાર ચહેરો ખરાબ પણ થઈ શકે છે. બહારની ટ્રીટમેન્ટ કરાવતા પહેલા ખૂબ ધ્યાન રાખવું પડે છે. હાઈજિન, ટ્રીટમેન્ટ જેની પાસે કરાવો છો તે વ્યક્તિ જાણકાર છે કે નહીં, વસ્તુઓમાં ભેળસેળ છે કે નહીં આવી ઘણું બધું ધ્યાન રાખવું પડે છે.

image source

પણ જો આપને ખબર પડે કે આપના ઘરમાં જ એ વસ્તુ છે જેનાથી આપ આપના ચહેરાને નિખારી શકો છો. ઉપરાંત ચમકતો પણ રાખી શકો છો અને તે પણ ત્વચાને કોઈ નુકસાન પહોંચાડ્યા વગર. આ વસ્તુ છે બેકિંગ સોડા. બે ચપટી ઉપયોગમાં લેવાતો બેકિંગ સોડા ચહેરા માટે કેવો અસરદાર છે તે હવે જાણીશું.

નાહવાના પાણી માં:-

image source

નાહવાના પાણીને ગુણકારી બનાવી શકાય છે. નાહવાના પાણીમાં બેકિંગ સોડા બે ચપટી અને સિંધવ મીઠું નાખીને તે પાણીનો ઉપયોગ નાહવા માટે કરી શકો છો.

સફરજનનું વીનેગરની સાથે:

image source

સ્ફરજનનું વિનેગર ચહેરાને સાફ કરવા માટે ખૂબ ફાયદાકારક સાબિત થાય છે. બે ચમચી બેકિંગ સોડા અને ત્રણ ચમચી સ્ફરજનનું વિનેગર લેવું. ત્યારબાદ તેને મિક્સ કરીને પેસ્ટ બનાવી લેવી. આ પેસ્ટને ચહેરા પર ૧૫ મિનિટ સુધી લગાવી રાખવી. ત્યારબાદ ચહેરો ધોઈને ખાસ યાદ કરીને મોઇશ્ચરાઇઝર લગાવી લેવું જોઈએ.

મધ સાથે:

image source

મધ આપણી સ્કિનને બેક્ટેરિયા સામે લડવામાં મદદ કરે છે. આ સાથે જ ત્વચાની નમીને યથાવત રાખે છે. ચહેરાને ગોરી રંગત આપવા માટે બેકિંગ સોડામાં મધ મેળવવુ અને પછી આ મિશ્રણને ચહેરા પર લગાવવું.

આ મિશ્રણને ૧૫ મિનિટ ચહેરા પર લગાવી રાખવું. ત્યારબાદ તેને પાણીથી ધોઈ લેવો. આ મિશ્રણને અઠવાડિયામાં એકવાર લગાવી શકો છો. આપના ચહેરાની ત્વચામાં નિખાર આવી જશે.

લીંબુની સાથે:

image source

વિટામિન સી થી ભરપૂર લીંબુ બ્લીચનું કામ કરે છે. એટલા માટે અડધા કપ બેકિંગ સોડામાં એક લીંબુ નિચોવવું અને ચહેરા પર આ મિશ્રણને રગડવું. થોડીવાર પછી ચહેરાને ધોઈ લેવો. આપ ઈચ્છો તો તેમાં કેટલાક ટીપા ઓલિવ ઓઇલ કે મધ પણ ભેળવી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ