પોતાની માતાની મરજી વિરુદ્ધ જઈને આ અભિનેત્રીઓએ કર્યા હતા વિવાહ, એકનો તો ચાલ્યો ગયો હતો જીવ

આમ તો પ્રેમ દરેક વ્યકિતને થતો હોય છે પરંતુ તે પ્રેમને પ્રાપ્ત કરવા માટે માણસ ખૂબ કોશિશ કરે છે અનૈ આ વાત સૌથી વધારે ધ્યાન આપવા જેવી હોય છે.

“પ્યાર ઓર જંગ મે સબ જાયઝ હૈ”.. આ કહેવત તો તમે ફિલ્મ,કિસ્સા અને કહાનીઓમાં ખૂબ સાંભળી હશે પરંતુ આમ હકીકતમાં પણ થાય છે. પ્રેમ કરનાર જાતિ,ધર્મ અને ઉમર નથી જોતા બસ પ્રેમ કરી લેતા હોય છે અને તેમના માથા પર લગ્નનું જનૂન સવાર થઈ જાય છે તો સમય સાથે માણસને સમજમાં આવે છે પરંતુ અમુક એ જ નિર્ણયને જીવનભર નિભાવે છે.

બોલીવુડમાં પણ અમુક આવા જ કિસ્સા બન્યા જ્યારે કલાકારોએ પોતાના માતા-પિતા વિરુદ્ધ જઈને લગ્ન કર્યા જેમાંથી અમુક જ છે જે આજપણ સાથે છે નહિતર મોટાભાગની જોડીઓ અલગ થઈ ચૂકી છે અને અમુક જોડી તો કોઈ બીજાની સાથે જ બની ગઈ છે. પોતાની માતાની વિરુદ્ધ જઈને આ અભિનેત્રીઓ એ કર્યા હતા લગ્ન, આમાંની એક અભિનેત્રીએ એક દુર્ઘટનામાં જીવ ગુમાવ્યો હતો.

આમ તો પ્રેમ દરેક વ્યકિતને થતો જ હોય છે પરંતુ તે પ્રેમને પામવા માટે માણસ ખૂબ કોશિશ કરે છે અને આ વાત સૌથી વધારે ધ્યાન આપવા જેવી હોય છે. અવારનવાર પરિવારજનો પ્રેમની વિરુદ્ધ થઈ જતા હોય છે. જેથી પ્રેમી પંખીડા લગ્ન નથી કરી શકતા અને આખરે તેમને ભાગીને લગ્ન કરવા હોય છે. પરંતુ આપણા ફિલ્મી સિતારાઓ એ ભાગીને તો નહિં પરંતુ માતાની વિરુદ્ધ જઈને વિવાહ જરૂર કર્યા હતા.

અમૃતા સિંહ

 

View this post on Instagram

 

A post shared by Voompla (@voompla) on

૨૧ વર્ષનાં સૈફ અલી ખાનનું દિલ ૩૩ વર્ષની અમૃતા સિંહ પર આવી ગયું હતું. એ દાયકામાં અમૃતા સિંહ બોલીવુડની પોપ્યુલર અભિનેત્રી બનેલી હતી અને સૈફ પોતાની કારકિર્દી બનાવવા માટે સંઘર્ષ કરી રહ્યો હતો. તે એક-બીજાને પ્રેમ કરવા લાગ્યા પરંતુ તેમના માતા-પિતા આ લગ્નની વિરુદ્ધ હતા અને મનાઈ કરવા પર બન્ને એ ભાગીને લગ્ન કરી લીધા હતા.

પદ્મિની કોલ્હાપૂરી

 

View this post on Instagram

 

A post shared by padminikolhapure (@padminikolhapure) on

વર્ષ ૧૯૮૬માં અદાકાર પદ્મિની કોલ્હાપૂરી એ એક મિત્રનાં ઘરમાં પ્રોડ્યુસર પ્રદીપ સાથે વિવાહ કરી લીધા હતા. પદ્મિનીનાં માતા-પિતા આ લગ્નની વિરુદ્ધ હતા કારણ કે પ્રદિપ કોઈ બીજા જાતિ-ધર્મનાં હતા. પોતાના માતા-પિતા એ મનાઈ કરવા છતા પદ્મિની એ પ્રદીપ માટે ઘર છોડી દીધું હતું.

શ્રીદેવી

 

View this post on Instagram

 

A post shared by shridevi lover (@sridevilover) on

૧૫ વર્ષની ઉમરમાં ફિલ્મોમાં પગલા પાડી ચૂકી હતી અને ત્યારબાદ પોતાની મહેનત અને ટેલેન્ટનાં જોર પર બોલીવુડની પહેલી મહિલા સુપરસ્ટાર બની ચૂકી હતી. આજ ભલે શ્રીદેવી આપણી વચ્ચે નથી પરંતુ તેમના જીવનથી જોડાયેલી ઘણી વાતો આજ પણ લોકોમાં થતી રહે છે. વર્ષ ૧૯૯૬માં શ્રીદેવી એ બોની કપૂર સાથે પોતાની માતાની મરજી વિરુદ્ધ જઈને લગ્ન કર્યા હતા અને આ વાત ખુદ શ્રીદેવી એ એક ઈન્ટરવ્યુમાં જણાવી હતી. તેમના માતાને વાંધો હતો કારણ કે બોની કપૂર પહેલાથી પરણિત હતા અને તેના બે બાળકો હતા પરંતુ જ્યારે લગ્ન કર્યા પહેલા જ શ્રીદેવી ગર્ભવતી બની ગઈ તો બોની કપૂરને તેમના સાથે લગ્ન કરવા પડ્યા હતા.

દિવ્યા ભારતી

 

View this post on Instagram

 

A post shared by Divya Bharti (@divyabharti._) on

વર્ષ ૧૯૯૨માં અભિનેત્રી દિવ્યા ભારતી એ બોલીવુડમાં ફિલ્મ દીવાનાથી ડેબ્યુ કરી હતી અને તે સમયે દિવ્યા માત્ર ૧૮ વર્ષની હતી. આજ વર્ષે તેમને પ્રોડ્યુસર સાજીદ નડિયાદવાલા સાથે લગ્ન પણ કર્યા હતા અને તેમનું લગ્નજીવન થોડા મહિના તો બરાબર ચાલ્યું પરંતુ વર્ષ ૧૯૯૩માં સમાચાર આવ્યા કે દિવ્યા ભારતીનું એક દુર્ઘટનામાં મૃત્યુ નિપજી ચૂક્યું છે. તેમના મૃત્યુ બાદ એક ઈન્ટરવ્યુમાં દિવ્યાની મા મીતા ભારતી એ જણાવ્યું હતું કે તે આ લગ્નની વિરુદ્ધ હતા પરંતુ દિવ્યા એ જબરજસ્તી સાજીદ સાથે લગ્ન કર્યા અને પરિણામ બધાને સામે છે.

હેમા માલિની

 

View this post on Instagram

 

A post shared by Хема Малини (@malinikhema) on

બોલીવુડની ડ્રિમ ગર્લ અભિનેત્રી હેમા માલિની એ પોતાની માતા જયા ચક્રવર્તી વિરુદ્ધ જઈને પોતાની ઉમરથી ૧૫ વર્ષ મોટા અભિનેતા ધર્મેન્દ્ર સાથે વિવાહ કરી લીધા હતા. તેમના માતાને ધર્મેન્દ્રનાં ઉમરથી કાંઈ તકલીફ નહોતી પરંતુ ધર્મેન્દ્ર ચાર બાળકોનાં પિતા હતા એટલે તેઓ આ લગ્નની વિરુદ્ધ હતા. હેમા માલિની એ પોતાની માતાની સંતાઈને ધર્મેન્દ્ર સાથે વર્ષ ૧૯૭૯માં લગ્ન કરી લીધા હતા અને પછી તેમના પણ બે બાળકો થયા.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ