“આયુષ્માન ખુરાનાની Meme ચેલેન્જ છે બધા કરતા જોરદાર, જોઇ લો તમે પણ”

સોશિયલ મિડિયાના આ ટ્રેન્ડને ફોલો કરતા બોલીવૂડના સિતારાઓ પણ પોતાની જાતને ન રોકી શક્યા

આજકાલ સોશિયલ મિડિયા પર એક મીમ્સ તમને ખુબ જોવા મળશે. મીમ્સમાં કોઈ પણ વ્યક્તિની ચાર તસ્વીરો બતાવવામાં આવશે. એક તસ્વીર તેમના ફેસબુક પ્રોફાઈલ માટે હશે, બીજી તેમની ઇન્સ્ટાગ્રામ પ્રોફાઈલ માટે, ત્રીજી તેમની લીંક્ડઇન પ્રોફાઈલ માટે અને ચોથી તસ્વીર તેમના ટિંડર અકાઉન્ટ માટે. આ ટ્રેન્ડ હાલ માત્ર ભારતીય જ નહીં પણ વૈશ્વિક સોશિયલ મિડિયા પર ચાલી રહ્યો છે અને તેમાં માત્ર સામાન્ય યુઝર્સ જ નહીં પણ બોલીવૂડ- હોલીવૂડની હસ્તીઓ પણ શામેલ થઈ છે. અને આ જ પ્રકારે પોતાની તસ્વીરો પણ શેર કરી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે આ અનોખા મીમ ટ્રેન્ડની શરૂઆત હોલીવૂડની સિંગર ડોલી પાર્ટને કરી હતી. ડોલી એક અમેરિકન સિંગર છે તેણીએ 21મી જાન્યુઆરીએ ઇન્સ્ટાગ્રામ પર એક તસ્વીર શેર કરી હતી જેમાં તેમણે ચાર અલગ અલગ પ્રકારની તસ્વીરો શેર કરી હતી. તેમની એક તસ્વીર ફેસબુકની હતી, બીજી તસ્વીર લિંક્ડઇનની હતી તો ત્રીજી તસ્વીર ટિંડર માટે હતી અને ચોથી તસ્વીર ઇન્સ્ટાગ્રામની હતી. ત્યાર બાદ તો જાણે આ પ્રકારના મીમ્સનો ટ્રેન્ડ જ શરૂ થઈ ગયો. અને જાણી અજાણી હસ્તીઓ પણ આ રીતે પોતાની તસ્વીરો સોશિયલ મિડિયા પર શેર કરવા લાગી

આયુષ્માન ખુરાના

 

View this post on Instagram

 

A post shared by Ayushmann Khurrana (@ayushmannk) on

ફિલ્મો હીટ કરાવવાનો આયુષ્માન પાસે કોઈ જાદૂઈ મંત્ર હોય તેવું લાગી રહ્યું છે કારણ કે તેની એક એક ફિલ્મો ઉપરાઉપરી હીટ જઈ રહી છે.

આયુષ્માન પણ સોશિયલ મિડિયા પર ઘણો એક્ટિવ રહે છે. તેણે પણ પોતાના ચાર સોશિયલ અકાઉન્ટ માટેની ચાર તસ્વીરો શેર કરી છે અને તેમાં પણ તેણે એક ટ્વિસ્ટ ઉમેર્યો છે. પોતાની ફેસબુક પ્રોફાઈલ તરીકે નાનપણની તસ્વીર , લિંક્ડ ઇન તરીકે તેણે ગોગલ્સવાળો બિઝનેસ લૂકવાળી તસ્વીર મુકી છે, તો ઇન્સ્ટાગ્રામ પર એક ચાર્મિંગ તસ્વીર મુકી છે તો ટીન્ડર પર તેણે પોતાનો હોટ લૂક શેર કર્યો છે. અને પાંચમી એક તસ્વીર તેણે પોતાની ફિલ્મોના લૂકની મૂકી છે, જેમાં એકમાં તેણે સાડી પહેરી છે તો એકમાં તેને ટાલવાળો બતાવવામાં આવ્યો છે.

સારા અલિ ખાન

 

View this post on Instagram

 

A post shared by Sara Ali Khan (@saraalikhan95) on

બોલીવૂડની વાત કરીએ તો સારાઅલી ખાન પણ આ મીમ્સ ટ્રેન્ડથી પોતાની જાતને બચાવી ન શકી. તેણી સોશિયલ મિડિયા પર ખૂબ એક્ટિવ રહેતી ભારતીય અભિનેત્રી છે. તેણીએ પણ આ જ રીતે પોતાની ચાર પ્રકારની તસ્વીરો શેર કરી હતી. તેણીની આ પોસ્ટને ઇન્સ્ટાગ્રામ પર લગભગ નવ લાખ લાઇક્સ મળી ચૂકી છે. અને તેણીની આ પોસ્ટને કમેન્ટ્સ દ્વારા રીસ્પોન્સ પણ ખૂબ મળ્યો છે.

જેક્લિન ફર્નાન્ડીઝ

 

View this post on Instagram

 

Forever good hair days! 😉😉 @tresemmeindia

A post shared by Jacqueline Fernandez (@jacquelinef143) on

ફિલ્મોમાં ભલે જેક્લિનને સફળતા મળી ન હોય પણ પોતાના સૌંદર્ય અને પોતાની સોશિયલ મિડિયા એક્ટિવિટિના કારણે જેક્લિન હંમેશા ચર્ચામાં રહે છે. તેણીએ પણ મીમ ટ્રેન્ડમાં ભાગ લીધો છે તેણે પોતાની વિવધ તસ્વીરો શેર કરી છે જેમાં તે હંમેશની જેમ આકર્ષક અને સુંદરલાગી રહી છે.

સિદ્દાર્થ મલ્હોત્રા

 

View this post on Instagram

 

A post shared by Sidharth Malhotra (@sidmalhotra) on

સિદ્ધાર્થ મલ્હોત્રા આ મિમ ટ્રેન્ડને થોડું આગળ લઈ ગયો છે. સિદ્ધાર્થે પોતાની તસ્વીર નહીં પણ વિડિયો ક્લિપ્સ શેર કરી છે. જેમાં તેણે ચાર પ્રકારની વિડિયો શેર કરી છે જેમાં તમે સિદ્ધાર્થનો અલગ અલગ અંદાજ જોઈ શકો છો.

શાહરુખ ખાન

 

View this post on Instagram

 

A post shared by Red Chillies Entertainment (@redchilliesent) on

આમ તો આ તસ્વીરો શાહ રુખે પોતાના સોશિયલ મિડિયા અકાઉન્ટ પર શેર નથી કરી પણ તેની ફિલ્મ પ્રોડક્શન કંપની રેડચીલીના ઇન્સ્ટાગ્રામ પેજ પર આ તસ્વીરો શેર કરી છે. તમે જ જોઈલો શાહ રુખ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટીન્ડર અને લીંક્ડઇન પર કેવી તસ્વીરો મુકી શકે.

કરણ જોહર

 

View this post on Instagram

 

A post shared by Karan Johar (@karanjohar) on

બોલીવૂડના દિગ્ગજ ડીરેક્ટર કરણ જૌહર પણ આ ટ્રેન્ડથી બચી નથી શક્યો. તેણે પણ પોતાની ચાર પ્રોફાઈલ વાળી તસ્વીર પોતાના ફેન્સ સાથે શેર કરી છે તે પણ પોતાના જ અનોખા અંદાજ સાથે. કરણે ચારે ચાર સોશિલય મિડિયા અકાઉન્ટ પર એક જ તસ્વીર મુકી છે. પણ તેની સાથે તેણે એકલાંબુ કેપ્શન લખ્યું છે.

તેણે પોતાના કેપ્શનમા લખ્યું છે. તમને ખબર છે તેમ હું ઘણી બધી અભિવ્યક્તિઓ ધરાવું છું ! ઘણા લોકો મને પુછતા હોય છે કે હું આટલું બધું પાઉટ કેમ કરું છું. પણ મારી પાસે તેનો જવાબ નથી ! જેવો કેમેરા મારાથી દસ ફુટની રેન્જમા આવે છે કે તરત જ હું પાઉટ કરી બેસું છું, હું મારી જાતને તેમ કરતા નથી રોકી શકતો. જો હું હસવા જાઉં કે થોડો આત્મિય થવા જાઉં તો મારું પાઉટ ખોવાઈ જાય છે. હવે આ પાઉટ મારા વ્યક્તિત્વનો એક ભાગ બની ગયો છે. મારા ગાલને હું અંદર લઉં, મારી આંખોને હું તીખી બનાવું… હું બ્રાડ પીટ હોવાનો ડોળ કરું છું ! તમે એક 47 વર્ષના પુરુષને જોઈ રહ્યા છો જે પોતાની જાતને પેરિસ હિલ્ટન સમજે છે ! પણ હું ખુશ છું ! તો મહેરબાની કરીને હવે મારા પાઉટ વિષે વધારે ના બોલશો !

કરીના કપૂર ખાન

 

View this post on Instagram

 

A post shared by Kareena Kapoor Khan (@therealkareenakapoor) on

કરીના કપૂર ખાન પણ આ મીમ ટ્રેન્ડથી પાછળ નથી રહી તેણીએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર ચાર અલગ અલગ તસ્વીરો શેર કરી છે જેમાં તેણી હંમેશની જેમ આકર્ષક લાગી રહી છે.

અપારશક્તિ ખુરાના

 

View this post on Instagram

 

A post shared by Aparshakti Khurana (@aparshakti_khurana) on

આયુષ્માન ખુરાનાનો ભાઈ અભિનેતા અને કોમેડિયન અપાર શક્તિ ખુરાના પણ પોતાના ભાઈની જેમ આ મીમ ટ્રેન્ડને પોતાના અંદાજમાં દર્શાવ્યો છે. અપાર શક્તિએ ફેસબુક, લિંક્ડઇન, ઇન્ટ્રાગ્રામ અને ટીન્ડરની તસ્વીર શેર કરી છે. તેણે ત્રણ સોશિયલ મિડિયા અકાઉન્ટની પ્રોફાઈલ તરીકે તો પોતાની જ તસ્વીર શેર કરી છે પણ ટીન્ડરમાં પોતાની તસ્વીરની જગ્યાએ તેણે એક આયુર્વેદિક ઔષધીની બોટલની તસ્વીર શેર કરી છે જેના પર લખ્યું છે, ‘દિવ્ય ઉપચાર શક્તિ વર્ધક’.

ઋતીક રોશન

 

View this post on Instagram

 

A post shared by HRITHIK ROSHAN (@hritikroshhan._) on

ઋતીકે આ તસ્વીર પોતાના સોશિયલ મિડિયા અકાઉન્ટ પર શેર નથી કરી પણ ધર્મા પ્રોડક્શનના સોશિયલ મિડિયા અકાઉન્ટ પરથી આ તસ્વીરો શેર કરવામાં આવી છે. જુઓ ઋતીકના અવનવા અંદાજ આ તસ્વીરોમાં.

જેનીફર ગાર્નર

હોલીવૂડની વાત કરીએ તો જેનીફર ગાર્નરે પણ પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર અલગ અલગ પ્રકારની ચાર તસ્વીરો પોતાના વિવિધ અકાઉન્ટ માટે પસંદ કરી છે. જે તમે આ તસ્વીરમાં જોઈ શકો છો.

માર્ક રફાલો (ધ હલ્ક)

 

View this post on Instagram

 

A post shared by Mark Ruffalo (@markruffalo) on

એવેન્જર્સમાંના હલ્કે પણ પોતાના ચાર સોશિયલ મિડિયા અકાઉન્ટ પર કયા-કયા પ્રકારની તસ્વીરો મુકી શકાય તે પોતાના ફેન્સ સાથે શેર કરી છે. જોઈલો તમે પણ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ