ટીનએજમાં તમારી દીકરીનું રાખો આ ખાસ ધ્યાન, નહિં થાય પાછળથી કોઇ પ્રોબ્લેમ

કિશોરાવસ્થામાં પ્રવેશતી દીકરીને ઉછેરતી વખતે દરેક માતાએ આ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.

image source

માતાપિતા બનવું એ કોઈ સહેલું કામ નથી. બાળકોનો યોગ્ય, સારો ઉછેર કરવો અને તેમને સાચો રસ્તો બતાવવો ખૂબ જ મહત્વપૂર્ણ કામ હોય છે. જેથી જીવનમાં બાળકો દરેક સમયે પોતાની સમજશક્તિથી યોગ્ય નિર્ણય લઈ શકે.

જો કે, કિશોર વયે પહોંચતા જ બાળકોને માતાપિતાના ઉપદેશો(આદેશ) સાંભળવા કે અમલ કરવા બિલકુલ ગમતા જ હોતાં નથી અને તેથી જ બાળકોને સાચો રસ્તો બતાવવામાં મુશ્કેલી અનુભવાય છે.

image source

આવી સ્થિતિમાં, જો તમે એક દીકરીની માતા હો, તો તેને ઉછેરવી વધુ મુશ્કેલ બની શકે છે. જો તમારી દીકરી પણ કિશોરાવસ્થાના ઉંબરા પર પગ મૂકી રહી છે, તો પછી તેના ઉછેરમાં આ બાબતોનું ખાસ ધ્યાન રાખો.

કિશોરોમાં પ્રવેશતાં જ બાળકોને લાગે છે કે તેમના માતાપિતાની વિચારસરણી જૂની છે અને તેઓ રૂઢિવાદી વિચારસરણી ધરાવતા છે. તેથી પોતાના બાળકો સાથે મિત્રતાભર્યો વ્યવહાર રાખો.

image source

તેમની દરેક પ્રવૃત્તિમાં તેમજ નિર્ણયમાં તમે હસતાં મુખે ખુશી-ખુશી સામેલ થાવ અને તેનો સ્વીકાર પણ કરો. આમ કરીને તમે તેમની સાથે પણ રહી શકશો અને તેઓને જે સાચી વસ્તુઓ આપ શીખવવા માંગતા હશો, તે આશાનીથી શીખવી પણ શકશો.

image source

આ ઉંમરે, બાળકોને તેમના મિત્રો વધુ પસંદ આવતા હોય છે. તેઓને લાગે છે કે પોતાના મિત્રો જે કહી રહ્યા છે તે બરાબર છે, આવી સ્થિતિમાં માતાએ ધ્યાન રાખવું જોઈએ કે તેણે પોતાની દીકરીની સાથે એક માતાની જેમ નહીં પરંતુ એક સારા મિત્રની જેમ વર્તવું. જેથી તમારી દીકરી તમારી સાથે હ્ર્દય ખોલીને વાત કરી શકે.

image source

આવી સ્થિતિમાં, જો તેના મનમાં કોઈ દ્વિધા કે મૂંઝવણ હશે, તો તે ચોક્કસપણે તમારી સાથે શેર કરશે અને તમે પણ એક માતા તરીકે તેને સાચો અને યોગ્ય રસ્તો બતાવી શકશો.

જો તમારે દીકરીના ઉછેરમાં કોઈ કમી ન રહેવા દેવી હોય, તો પછી તેના અને તેના મિત્રો સાથેના હર વ્યવહારમાં હસી મજાકમાં જોડાઓ અને આમ કરીને તેમની પર પણ નજર રાખો.

image source

તેના મિત્ર વર્તુળમાં કોણ કોણ છે અને કયા પ્રકારનાં મિત્રો છે તેનું ધ્યાન રાખો. જ્યારે તમે તમારી કિશોર દીકરી સાથે આ રીતે વર્તશો, તો તે ચોક્કસપણે તમારા દિલની વધુ નજીક રહેશે અને તમારી સારી બાબતો સમજી શકશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ