બોલિવૂડની આ અભિનેત્રીઓ કેવી રીતે કરે છે બીજાની કોપી, જોઇ લો તસવીરોમાં

બોલીવૂડની આ અભિનેત્રીઓ છે કોપી કેટ – જુઓ બોલીવૂડની એ લિસ્ટર અભિનેત્રીઓ કરે છે હોલીવૂડ અભિનેત્રીઓની કોપી

જેમ આપણે આપણી બોલીવૂડ એક્ટ્રેસીસથી ઇન્સ્પાયર થઈએ છે પછી તે વસ્ત્રો હોય, હેર સ્ટાઇલ હોય, બોલવાની, ચાલવાની ગમે તે સ્ટાઇલ હોય. તેવી જ રીતે આપણી બોલીવૂડ એક્ટ્રેસીસ હોલીવૂડ અભિનેત્રીઓથી ઇન્સ્પાયર થાય છે અને ઘણીવાર તો તેમને એટલી હદે ફોલો કરે છે કે બિલકુલ તેમના જેવા વસ્ત્રો પણ ઇવેન્ટમાં પહેરીને આવે છે. આજે અમે તમારી સાથે કેટલીક તેવી જ તસ્વીરો શેર કરીશું જેમાં બોલીવૂડ અભિનેત્રીઓએ હોલીવૂડ દિવાઝની કોપી કરી છે.

પ્રિયંકા ચોપરા

image source

પ્રિયંકા ચોપરાએ અહીં હોલીવૂડની જાણીતી એક્ટ્રેસ નાઓમી હેરીસ જેવો જ આઉટફીટ પહેર્યો છે. આ તસ્વીરમાં તમે તેણીનો બિલકુલ તેવો જ આઉટફીટ જોઈ શકો છો. આ ઉપરાંત પણ તેણી રિહાના, મેગન ફોક્સ, લિઝ હર્લી, જેનિફર લોપેઝ તેમજ કેટી પેરીની કોપી કરતી જોવા મળી છે.

ઐશ્વર્યા રાય બચ્ચન

image source

ઐશ્વર્યા રાય બચ્ચન ઘણી બધી ઇન્ટરનેશનલ ઇવેન્ટમાં જોવા મળે છે. તેણીના કાન્સ ફિલ્મ ફેસ્ટિવલના આઉટફીટ ઘણા સુંદર હોય છે આવા જ એક ફિલ્મ ફેસ્ટિવલમાં તેણીએ એક ગોલ્ડન આઉટફીટ પહેર્યો હતો. હોલીવૂડ સ્ટાર ક્રિસ્ટિન ચેનોવેથે પહેર્યો હતો. અને તે પણ અઠવાડિયાઓ પહેલાં જ.

કરીના કપૂર ખાન

image source

સામાન્ય રીતે કરીના કપૂર પોતાની સાથી અભિનેત્રીઓ કરતાં અલગ જ વસ્ત્રોમાં જોવા મળે છે જેમાં તેણી હંમેશા આકર્ષક લાગતી હોય છે. પણ તેણીએ પણ અમેરિકન સિંગર ડેમી લોવાટો જેવો જ રેડ ડ્રેસ પહેર્યો હતો. જેમાં તેણી અત્યંત આકર્ષક લાગી હતી.

સોનમ કપૂર

image source

સોનમ કપૂરને બોલીવૂડની ફેશનિસ્ટા કહેવામાં આવે છે. તેણીના વોર્ડરોબ કલેક્શનમાં તમે વિશ્વના નામી ડિઝાઈનર્સ દ્વારા તૈયાર કરેલા વસ્ત્રો જોઈ શકો છો. પણ તેણી ક્યારેક ક્યારેક હોલીવૂડ સેલેબ્સની કોપી કરતી પણ જોવા મળી છે, જેમ કે તેણી એમી એડમ્સ, જેનિફર લોપેઝ, જેનીફર લોરેન્સ, કેલી બ્રૂક્સ, એલી સાબ, કેટી પેરી વિગેરેની કોપી કરે છે. આ તસ્વીરમાં તેણીએ અદ્દલ કેટી પેરી જેવું રેડ શોર્ટ ફ્રોક પહેર્યું છે.

આલિયા ભટ્ટ

image source

આલિયા ભટ્ટે હોલીવૂડની જાણીતી અભિનેત્રી જેનીફર લોપેઝ જેવું જ સ્કર્ટ ટોપ પહેર્યું છે. જો કે આ બન્ને એક્ટ્રેસીસે આ સ્કર્ટ-ટોપની શોભા વધારી દીધી હતી. બન્ને પોત પોતાની રીતે આ આઉટફીટમાં સુંદરલાગી રહી હતી.

દીશા પટની

image source

દીશા પટની ફિલ્મોમાં ઓછી જોવા મળે છે પણ તેણી બોલીવૂડની એક ફેશનીસ્ટા છે અને અવારનવાર પોતાના બોલ્ડ લૂકથી લોકોની આંખો પહોળી કરતી રહે છે. તાજેતરમાં દીશા ગીગી હદીદ જેવો જ બ્લેક કીહોલ ગાઉન પહેરેલી જોવા મળી હતી.

કેટરીના કૈફ

image source

કેટરીના કૈફ થોડા સમય પહેલાં બબલી બ્લૂ ડ્રેસમાં જોવા મળી હતી તેવું સેમ ફ્રોક કીમ કર્દાશિયને અગાઉ પહેર્યું છે. જે તમે આ તસ્વીરમાં જોઈ શકો છો.

દીપિકા પાદુકોણે

image source

2014માં દીપિકાએ ફિલ્મ ફેર અવોર્ડમાં જે ગોલ્ડન આઉટફીટ પહેર્યો હતો તેમાં તેણી અત્યંત આકર્ષક લાગી રહી હતી. પણ તમને જણાવી દઈએ કે તે લેડી ગાગાના એક આઉટફીટની કોપી હતી. તેમાં માત્ર એટલો જ ફરક હતો કે તે બન્નેનો કોલર અલગ છે. તો વળી આ ઉપરાંત પણ તેણીએ હોલીવૂડ એક્ટ્રેસની કોપી કરેલી છે. જેમાં તેણીએ કાઇલી જેનર, જેનીફર લોપેઝ, શકિરા જેવા અદ્દલ આઉટ ફીટ્સ પહેર્યા છે.

image source

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ