જોઇ લો તસવીરોમાં સેલેબ્રિટીના સ્ટાઇલીશ કિડ્સ

ટોપ સેલેબ્રિટી કીડ્સ

કોઈ પણ દેશના સેલેબ્રિટી એક પ્રભાવશાળી વ્યક્તિત્ત્વ ધરાવતા હોય છે. તેમની ચર્ચા દિવસ રાત સામાન્ય માણસો તેમજે મિડિયા વચ્ચે થતી રહેતી હોય છે. તેઓ અત્યંત લોકપ્રિય હોય છે અને તેમનું ફેન ફોલોઇંગ પણ ઘણું વિશાળ હોય છે. તેમનું આ સ્ટેટસ છેવટે તેમના બાળકો સુધી પહોંચે છે અને તેમની ઇચ્છા અનઇચ્છાએ પણ તેઓએ તે સ્ટેટસ ભોગવવું પડે છે અને સતત લાઈમલાઈટમાં રહે છે. અને છેવટે તેઓ ફણ પોતાના સેલેબ્રીટી માતાપિતાઓની જેમ લોકપ્રિય બને છે. તેઓ ક્યૂટ હોય છે, વખાણવાયોગ્ય હોય છે અને તેમના માતાપિતા જેટલા જ દેખાવડા હોય છે.

આપણે આજકાલ બોલીવૂડના એક્ટર્સને તેમના સંતાનો સાથે અવારનવાર જોતા હોઈએ છે. અને તૈમુરની વાત કરીએ તો તે તો તેના પિતા કરતાં પણ વદારે લોકપ્રિય બની ગયો છે. તેની એક એક તસ્વીરના ઇન્ટરનેટ પર લાખો રૂપિયા બોલાય છે. તૈમુર ઉપરાંત ઘણા બધા સેલેબ્રીટીની પાછળ પાપારાઝી ફોટોગ્રાફર્સ મધમાખીની જેમ મંડરાયા કરે છે અને માટે જે સેલેબ્રીટીઓ પોતાના બાળકોની સુરક્ષા માટે ચિંતિત રહે છે. તો ચાલો આપણા સેલેબ્રીટી કીડ્સ વિષે તમને જણાવીએ.

શહરાન દત્ત અને ઇકરા દત્ત

image source

સંજય દત્ત અને માન્યતા દત્તના આ ટ્વીન દીકરો દીકરી પણ સેલેબ્રીટી કીડ્સની લાઈફ ભોગવી રહ્યા ચે. તેમના નામનો અર્થ મજબૂત ચે. ઇકરાનો અર્થ થાય શૈક્ષણિક, જ્યારે શહરાનનો અર્થ થાય એક રાજવી યોદ્ધા. આ બન્ને બાળકો તેમના માતાપિતાની જેમ જ સુંદર છે.

સુહાના ખાનઃ

image source

શાહરુખ ખાન અને ગૌરી ખાનની દીકરી સુહાના ખાન સેલેબ્રીટી કીડ્સમાંની સૌથી વધારે ફેશનેબલ કીડ છે. હવે તો તે પણ નક્કી થઈ ગયું છે કે તેણી પોતાના પિતાની જેમ પોતાની કારકીર્દી માટે એક્ટિંગ લાઈનને પસંદ કરી રહી છે.

અરહાન ખાન

image source

અરહાન ખાન મલાઈકા અરોરા અને અરબાઝ ખાનનો દીકરો છે. તે આજે એક સ્ટાઈલીશ સેલેબ્રીટી કીડ છે જેની ક્રેડીટ તેની માતા મલાઈકાને જાય છે. જો કે હાલ મલાઈકા અને અરબાઝે એકબીજાથી ડીવોર્સ લઈ લીધા છે અને તેઓ એકબીજી રીલેશનશીપમાં પણ જોડાઈ ચુક્યા છે.

ન્ચાસા

 

image source

સુપર સ્ટાર કાજોલ અને અજય દેવગનની મોટી દીકરી ન્યાસા દેવગન સામાન્ય રીતે પાપારાઝીની નજરોથી દૂર જ રહેતી હોય છે પણ જ્યારે ક્યારેય તેણીની તસ્વીરો સોશિયલ મિડિયા પર વાયરલ થાય ત્યારે તેણીની અવારનવાર ટીકા થતી રહે છે જેને લઈને અજય દેવગન અને કાજોલ હંમેશા ચિંતિત રહે છે.

યુગ

image source

અજય દેવગન અને કાજોલનો નાનો દીકરો યુગ તેની માતા એટલે કે કાજોલને ખૂબ વહાલો છે અને તેના પણ તેના માતાપિતાની જેમ હજારો ફેન્સ છે.

આરવ

image source

આરવ આજે એક હેન્ડસમ ટીનએજર છે. આરવ અક્ષય કુમાર અને ટ્વીંકલ ખન્નાનો મોટો દીકરો છે. આરવ ને પોતાના માતાપિતાનો વારસો તો મળ્યો જ છે પણ તેની પાસે ભરતના પ્રથમ સુપર સ્ટાર રાજેશ ખન્નાનો પમ વારસો છે.

તૈમુર અલી ખાન

image source

તૈમુર અલી ખાન સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાનનો લાડકો છે. આજે તે દેશનો સૌથી પોપ્યુલર સ્ટાર કીડ છે. તેની એક એક તસ્વીર માટે પાપારાઝી પડાપડી કરે છે. તેની સાથે સેલ્ફી લેવા માટે લોકો બધી જ હદ વટાવી મૂકે છે અને ક્યારેક ક્યારેક તેના માતાપિતા પણ તેની આ પોપ્યુલારીટીથી ત્રસ્ત થઈ જાય છે અને ગુસ્સે પણ થઈ જાય છે.

આઝાદ રાઓ ખાન

image source

બોલીવૂડના પર્ફેક્શનીસ્ટ આમીર ખાન અને કીરણ રાવનો દીકરો આઝાદ તેના આર્ટિસ્ટ માતાપિતાના ઉત્તમોત્તમ જીન્સ છે. સામાન્ય રીતે તે પાપારાઝીના કેમેરામાં ઓછો પકડાય છે પણ જ્યારે ક્યારેય તે જાહેરમાં જોવા મળે છે ત્યારે તે હંમેશા કન્ફર્ટેબલ રહે છે.

અર્જુન તેન્ડુલકર

image source

ક્રીકેટ જગતનો લીજેન્ડરી બેટ્સમેન સચીન તેંડુલકરના દીકરા હોવું એ બહુ મોટી વાત છે. એક સેલેબ્રીટી કીડ હોવા છતાં તે હંમેશા ડાઉનટુ અર્થ રહ્યો છે.

આરાધ્યા બચ્ચન

image source

અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચન જેવા બોલીવૂડના માનીતા કપલની દીકરી આરાધ્યા બચ્ચન કુટુંબની આંખોનો તારો છે. આરાધ્યા બોર્ન વીથ સિલ્વર સ્પૂન કીડ છે. તેણીના દાદા-દાદી અમિતાભ અને જયા બચ્ચન હંમેશા તેણીને પાપારાઝીના કેમેરાથી બચાવતા રહે છે. જો કે હવે મોટા થયા બાદ તેણી પોતે પાપારાઝી સામે હાથ હલાવતી જોવા મળે છે.

વિયાન રાજ કુન્દ્રા

image source

શિલ્પા શેટ્ટી અને બિઝનેસમેન રાજ કુન્દ્રાનો દીકરો વિયાન રાજ કુન્દ્રા ઘણો ઓછો લાઈમ લાઈટમાં રહે છે. શિલ્પા શેટ્ટી અવારનવાર પોતાના ઇન્સ્ટાગ્રામ પર તેની તસ્વીરો શેર કરતી રહે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ