વિશ્વના આ 7 ખતરનાક રસ્તાઓ પર ચાલતા પહેલા વિચારી લેજો સો વાર, કારણકે..

દુનિયાભરમાં આજે પણ એવા અનેક રસ્તાઓ છે જેના પર ચાલવું કે વાહન ચલાવવું સર્કસના ખતરનાક ખેલ કરવા બરાબર છે.

image source

આ રસ્તાઓ પર જવું નબળા હદયવાળાનું કામ તો બિલકુલ નથી.

આજના આ જાણવા જેવું વિભાગના આ આર્ટિકલમાં અમે આપને જણાવી રહ્યા છીએ વિશ્વના 7 ખતરનાક રસ્તાઓ વિશે..

1). હુશાન કલીફસાઈડ પથ, ચીન

image source

આ રસ્તે વહન કરવું દરેકનું કામ નથી. હુશાન ચીનની યલો નદીના બેસીન પાસે ઓરડોસ લુપ સેક્શનની સાઉથ વેસ્ટ દિશામાં આવેલા શાનક્સિ પ્રાંતની કવિનલિંગ માઉન્ટેનના પૂર્વ તરફના છેડા પર સ્થિત છે. અહીં હુશાનના ઉત્તરના છેડા પર જવા 1614 મીટર લંબાઈના બે પગપાળા જવાના રસ્તાઓ છે.

અહીં પર્યટકોની ભીડ સતત રહે છે. સ્થાનિક સરકારે અહીં 1990 માં કેબલ કારની સુવિધા પણ શરૂ કરી હતી. એ સિવાય અહીં આવતા લોકોની સુરક્ષા માટે પણ જરૂરી વ્યવસ્થા કરાઈ છે છતાં અહીં દર વર્ષે દુર્ઘટનાઓ ઘટતી રહે છે.

2). યૂએયાંગનો નવો રસ્તો, ચીન

image source

વિશ્વના સૌથી વધુ ખતરનાક રસ્તાઓ પૈકી બીજા ક્રમનો રસ્તો પણ ચીનમાં જ આવેલો છે. ચીનના હુંનાનમાં આવેલા યૂએયાંગ ખાતે ચીનની ખાસ સ્પાઈડર અમેઝિંગ આર્મીએ પોતાનો જીવ જોખમમાં મૂકી જમીનથી 300 મીટર ઊંચાઈ પર આ રસ્તો બનાવ્યો છે.

3). એલ કેમીનીટો ડેલ રે, સ્પેન

image source

સ્પેનના દક્ષિણી ક્ષેત્રમાં આવેલા એલ કેમીનીટો ડેલ રે માર્ગ લગભગ 110 વર્ષ જૂનો હોય તેવું મનાય છે. આનું અન્ય એક નામ કિંગ્સ ઓફ પાથ વે પણ છે. કહેવાય છે કે આ માર્ગનું કામ 1905 માં થયું હતું.

તે સમયે બે હાઇડ્રોલિક પાવર પ્લાન્ટ કાર્યરત હોવાથી ત્યાં મજૂરોને આવવા અને જવા માટે આ માર્ગ બનાવવામાં આવ્યો હતો. જો કે વર્ષ 2000 માં આ માર્ગને બંધ કરી દેવામાં આવ્યો હતો. જેનું કારણ અહીં આવેલા બે પર્યટકોનું પડી જવાથી થયેલ મૃત્યુ હતું.

4). વેયરાંડ રોડ, ફ્રાન્સ

image source

ફ્રાન્સના અલ્પ્સ રિજનના સેન્ટ પિયરે ડી ઈન્ટ્રીમોન્ટ ખાતે આવેલા આ રોચ વેયરાંડ રોડને પણ વિશ્વના સૌથી ખતરનાક રોડ પૈકી એક ગણવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે ફ્રાન્સમાં કુલ 120 એવા રોડ રસ્તાઓ છે જે પહેલા પહેલા સાવ સરળ અને સીધા દેખાય છે પણ આગળ જતા એ રસ્તાઓ ભારે કઠિન લાગે છે. રોચ વેયરાંડ રોડ તેનો જીવતો જાગતો દાખલો છે.

5). ધ ક્લિફ ઓફ મધર, આયર્લેન્ડ

image source

એટલાન્ટિક મહાસાગરથી 700 મીટરની ઊંચાઈએ આવેલા આ ધ ક્લિફ ઓફ મધર સ્થિત છે. જે દુલીન વિસ્તારથી સાવ નજીક પડે છે. આ જોખમી રોડ પર વહન કરવું એટલે મોતને આમંત્રણ આપવા બરાબર છે છતાં પણ ઘણા સાહસી લોકો પોતાની હિંમત અજમાવવા માટે આવતા રહે છે.

6). એબેનોલ્પ પોથ, સ્વીત્ઝર્લેન્ડ

image source

સ્વીત્ઝર્લેન્ડની એબેનોલ્પ પર એક પ્રાચીન સમયની ગુફા આવેલી છે. આ ગુફામાં જવા માટે જ રસ્તો બનાવાયો હતો જેને એબેનોલ્પ પોથ વે તરીકે ઓળખવામાં આવે છે. જે લોકો એડવેન્ચરના શોખીન છે તેઓ માટે આ રસ્તા પર ચાલવું ઘણું રોમાંચકારી છે. એબેનોલ્પ માઉન્ટેનથી આ રસ્તો માત્ર 20 મિનિટ જેટલો જ દૂર છે.

7). ક્લિફ પાથ, ચીન

image source

પશ્ચિમી ચીનના ગુલુકાન વિસ્તારના બાળકો પોતાની શાળાએ ભણવા જવા માટે આ રસ્તા પરથી પસાર થાય છે. 5000 ફૂટ લંબાઈ ધરાવતો આ રસ્તો પહાડી વિસ્તાર પર બનેલો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ