આ ફની તસવીરો જોઇને તમે નહિં રોકી શકો તમારું હસવાનું

ફેંસે આ ફોટોની ખૂબ મજાક ઉડાવી છે.:

છેલ્લા બે-ત્રણ વર્ષોથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સોશિયલ મીડિયા આપણો કિરદાર નિભાવતા જોઈ શકાય છે. ફિલ્મનું પ્રમોશન હોય કે દિલની વાત કે પછી લેટેસ્ટ ફોટાઓ સીધા જ દર્શકો સુધી પહોંચી જાય છે. સોશિયલ મીડિયા પર સેલેબ્સની ફક્ત તારીફ જ નથી થતી પણ ટ્રોલર્સનો પણ સામનો કરવો પડે છે. આજે અમે પુરા વર્ષ દરમિયાન કોણ કોણ ટ્રોલર્સના નિશાને રહ્યું અને કોના ફોટા વાઇરલ થયા? તેના વિશે વાત કરીશું.

રાનું મંડલનો મેકઅપ:

image source

રાતોરાત સ્ટાર બનેલી રાનું મંડલ પણ પોતાના મેકઅપવાળા ફોટાના કારણે ચર્ચામાં આવી ગઈ હતી. વાઈરલ ફોટોમાં રાનું મંડલને ખૂબ વધારે મેકઅપ કરેલી જોઈ શકાય છે. પરંતુ આ બાબતમાં મેકઅપ મેન સાથે વાત કરતા મેકઅપ આર્ટિસ્ટે આ વાઇરલ ફોટોને ફેક ગણાવી છે.

રણવીર સિંઘ:

image source

આઈફા એવોર્ડ ૨૦૧૯ દરમિયાન બૉલીવુડ એકટર રણવીર સિંહ અજીબ ડ્રેસઅપ થઈને પહોંચ્યા હતા. આ દરમિયાન રણવીર સિંહે બાંધેલી પોની વિશે પણ ખૂબ મીમ્સ બન્યા હતા.

દીપિકા પાદુકોણ:

image source

પ્રિયંકા ચોપરા જોનાસની જેમ દીપિકા પાદુકોણ પણ કાંસ ફિલ્મ ફેસ્ટિવલ ૨૦૧૯ માં પહોંચી હતી. આ દરમિયાન દીપિકાએ પહેરેલા ડ્રેસના કારણે તે ઘણી ટ્રોલ થઈ હતી. કાંસ ફિલ્મ ફેસ્ટિવલ દરમીયાન દીપિકાએ ગ્રીન ફ્રીલ ડ્રેસ પહેર્યો હતો.

રામ કપૂર:

image source

ટીવીના સ્ટાર એકટર રામ કપૂર અચાનક ત્યારે ચર્ચામાં આવ્યા જ્યારે તેણે પોતાની એક ફોટો સોશિયલ મીડિયા પર શેર કરીને બધાને ચોંકાવી દીધા. રામ કપૂરે પોતાના ઘટાડેલા વજનવાળો ડેશિંગ લુક સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો.

પીએમ મોદી અને બૉલીવુડ સેલેબ્સની મુલાકાત:

image source

રણવીર સિંહ, આલિયા ભટ્ટ, વરુણ ધવન, રણબીર કપૂર, આયુષ્યમાન ખુરાના, વિક્કી કૌશલ વગેરે સાથે કેટલાક બૉલીવુડ કલાકારો ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળવા માટે દિલ્લી પહોંચ્યા હતા. ત્યારપછી આ બધા કલાકારોએ મળીને એક સેલ્ફી લીધી હતી. આ ફોટો ખૂબ વાઇરલ થઈ અને ટ્રોલ પણ.

અનુષ્કા શર્મા:

image source

બોલીવુડની ખુબસુરત એક્ટ્રેસ અને ભારતીય ક્રિકેટ કપ્તાન વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્મા આ વર્ષે બોલ્ડ બિકીનીમાં જોવા મળી હતી. અનુષ્કાએ જે કલરની બિકીની પહેરી હતી તેના લીધે તે સોશિયલ મીડિયા પર મજાક બની હતી.

નુસરત જહાં:

image source

નિખિલ જૈન સાથે લગ્ન કર્યા પછી બંગાળી એક્ટ્રેસ અને TMC સંસદ નુસરત જહાં સંસદમાં લાલ સિંદૂર અને ચુડો પહેરીને પહોંચી હતી. આટલું ઓછું હોય તેમ નુસરત જહાંનો શપથ ગ્રહણ સમારોહનો લુક પણ ખૂબ વાઇરલ થયો હતો. આ સાથે જ કેટલાક લોકોએ આંગળીઓ પણ ઉઠાવી હતી.

પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ:

image source

બોલિવુડનું હોટ કપલ પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ મેટ ગાલાના રેડ કાર્પેટ પર અજીબોગરીબ અવતારમાં જોવા મળ્યા હતા. ત્યારબાદ તેના લુકસના ખૂબ મીમ્સ પણ બન્યા હતા.

નેહા કક્કડ:

image source

સિંગર નેહા કક્કડ પણ આ વર્ષ ૨૦૧૯માં ખૂબ ચર્ચાઓમાં રહી હતી. ઇન્ડિયન આઇડલને જજ કરી રહેલી નેહા કક્કડને અચાનક કોઈ પ્રતિયોગીએ કિસ કર્યું છે. ત્યારબાદ આ ફોટો સોશિયલ મીડિયામાં ખૂબ વાઇરલ થઈ અને તેનો મજાક પણ ઉડાવવામાં આવ્યો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ