દરરોજ સલમાન ખાન આ એક્ટ્રેસની તસવીર જોવે છે ઝુમ કરી-કરીને

સલમાન ખાનના અફેર કેટલીક હિરોઈનોની રહ્યા છે. કેટલીક હિરોઈનો સાથે તેમનું નામ જોડાયું છે. પરંતુ લાગે છે કે એમાંથી એક હિરોઇનને પોતાના દિલથી કાઢી શક્યા નથી.

image source

સલમાન ખાન વિષે એવી કદાચ જ કોઈ વાત હશે જે તેમના ફેન્સ જાણતા નહિ હોય. ફિલ્મો થી લઈને અફેર અને તેમના નાનપણના મસ્તીભર્યા કિસ્સાઓ ઈન્ટરનેટ પર ભર્યા પડ્યા છે. પરંતુ સલમાનની લાઈફના હજી પણ એક સિક્રેટ છે જે કોઈ નથી જાણતું.

image source

સલમાન ખાને હાલમાં જ પોતાના આ સિક્રેટ પરથી પરદો ઉઠાવ્યો. સલમાન ભલે જ હમણા સિંગલ હોવાનો દાવો કરે છે પરંતુ હજી પણ તેમના મનમાં એક એક્ટ્રેસ માટે સ્પેશિયલ જગ્યા છે. આ એક્ટ્રેસ સલમાન માટે એટલી વધારે સ્પેશિયલ છે કે તે રોજ તેના ફોટોને ઝુમ કરી કરીને જોવે છે.

image source

કેમ હેરાન થઈ ગયા ને ? સલમાને ખુદ આનો ખુલાસો કર્યો હાલમાં જ મુંબઈ પોલીસના વાર્ષિક શો ‘ઉમંગ’ દરમિયાન. શોના એક પ્રોમો રીલીઝ કરવામાં આવ્યો છે, જેમાં કપિલ શર્મા સલમાન અને કેટરીના કૈફને એક સ્ટેજ પર બોલાવે છે. ત્યાં સલમાનને પૂછે છે કે સોશિયલ મીડિયા પર ઘ બધા ફેન્સ અને છોકરીઓ તમને મેસેજ કરે છે. શું તેમણે ક્યારેય પણ કોઈ છોકરીની પ્રોફાઇલમાં જઈને તેના ફોટોસને ઝુમ કરીને જોયા છે?

આ સવાલ ના જવાબમાં સલમાન ખાને કેટરિનાની તરફ ઈશારો કરતાં કહ્યું કે ‘મે એવું ક્યારેય નથી કર્યું પરંતુ તેમની દરેક ફોટોને જરૂરથી ઝુમ કરીને જોવું છું.’ આ સાંભળીને બધા હસવા લાગે છે અને કેટરીના બ્લશ કરવા લાગે છે. ‘ઉમંગ’નો આ એપિસોડ ૨૬ જાન્યુઆરીની રેટ ૯:૩૦ વાગે સોની ટીવી પર ટેલિકાસ્ટ કરવામાં આવશે.

સલમાન અને કેટરિનાની લવ સ્ટોરી:

image source

કેટરીના અને સલમાન કેટલાક વર્ષો સુધી રિલેશનશિપમાં રહ્યા હતા બંનેની ‘પાર્ટનર’, ‘એક થા ટાઈગર’, ‘ મેને પ્યાર કયો કિયા’, ‘ ટાઈગર જિંદા હૈ’ અને ‘ભારત’માં સાતે કામ કર્યું છે. પરંતુ બ્રેકઅપ પછી પણ સલમાન ખાન અને કેટરીના કૈફ સારા મિત્રો છે અને એકબીજાની નજીક જોવા મળે છે. સલમાન કેટરિનાને પોતાની ફેમિલીનો એક ભાગ મને છે અને તે મોટાભાગે તેમના ફેમિલી ફંક્શનમાં જોવા મળે છે.

આ ફિલ્મોમાં જોવા મળશે સલમાન અને કેટરીના

image source

પ્રોફેશનલ ફ્રન્ટની વાત કરી તો સલમાન જયાં પ્રભૂદેવાની ફિલ્મ ‘રાધે: ઇન્ડિયાઝ મોસ્ટ વોન્ટેડ ‘માં જોવા મળશે, તો ત્યાં જ કેટરીના અક્ષય કુમાર સાથે રોહિત શેટ્ટીની ફિલ્મ ‘સૂર્યવંશી’માં જોવા મળશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ