બેડરૂમમાં પોઝિટિવિટી લાવવા માટે આજથી જ ફોલો કરો વાસ્તુના આ નિયમો

બેડરુમમાં પોઝિટીવિટી વધારવા ફોલો કરો વાસ્તુના આ બેજોડ નિયમો

image source

જે સ્થાન પર સકારાત્મક ઊર્જા હોય છે ત્યાંનું વાતાવરણ ખુશનુમા હોય છે. તેવામાં જો તમે તમારા બેડરુમ અને લવ લાઈફને ખુશી અને પ્રેમથી ભરપુર રાખવા ઈચ્છતા હોય તો બેડરુમમાંથી પહેલા તો નકારાત્મક ઊર્જાને દૂર કરી અને એવા ઉપાય કરવા પડશે કે તમારી આસપાસ સકારાત્મક ઊર્જા ફેલાયેલી રહે.

હવે જો તમને વિચાર આવતો હોય કે આ કામ કેવી રીતે થઈ શકે તો તમને જણાવી દઈએ કે આ કામ વાસ્તુશાસ્ત્રની મદદથી કરી શકાય છે. જી હાં વાસ્તુ શાસ્ત્ર સકારાત્મક અને નકારાત્મક ઊર્જાના નિયમ પર કામ કરે છે.

image source

વાસ્તુ દોષ ઘરમાં સર્જાતો હોય તો તેનાથી નકારાત્મક ઊર્જા પ્રબળ થાય છે અને ઘરમાં ક્લેશ, આર્થિક તંગી જેવી તકલીફો વધે છે. તેવી જ રીતે વાસ્તુ શાસ્ત્રના નિયમાનુસા ઘરની વ્યવસ્થા હોય તો સકારાત્મક વાતાવરણ જળવાઈ રહે છે અને તેના કારણે ઘર ખુશીઓથી છલકાંતુ રહે છે.

image source

આ જ નિયમ લાગુ પડે છે બેડરુમ માટે પણ. જો ઘરમાં બેડરુમ વાસ્તુદોષ રહિત હશે તો દાંપત્યજીવન સુખી અને સંતોષપૂર્ણ હશે. પરંતુ જો બેડરુમમાં વાસ્તુદોષ સર્જાતા હશે તો તેનાથી દંપતિના જીવનમાં પણ સમસ્યાઓ, પ્રેમનો અભાવ જોવા મળે છે.

તો ચાલો આજે તમને જણાવીએ કે જીવનમાં પ્રેમ જળવાઈ રહે તે માટે વાસ્તુ શાસ્ત્ર કેવી રીતે મદદ કરી શકે છે.

image source

1. પ્રયત્ન કરો કે તમારા ઘરમાં માસ્ટર બેડરુમ દક્ષિણ દિશામાં હોય. તેનાથી બેડરુમ સકારાત્મક ઊર્જાથી ભરપૂર રહેશે અને સૌભાગ્ય પ્રાપ્ત થશે.

2. ધ્યાન રાખવું કે બેડરુમમાં પ્રવેશ કરવા માટે એકથી વધારે દરવાજા ન હોય. જો કે આવું ઓછું જ બને છે. પરંતુ તેમ છતાં ધ્યાન રાખવું કે એક કરતાં વધારે દરવાજા બેડરુમમાં ન હોય.

image source

3. બેડરુમમાં સામાન એવી રીતે ગોઠવો કે દરવાજો અને બારી બરાબર રીતે ખુલે અને બંધ થઈ શકે. તેમાં કોઈપણ પ્રકારની બાધા ન આવતી હોય. તેનાથી સકારાત્મક ઊર્જા વધે છે.

4. બેડરુમમાં બારી, દરવાજાની વ્યવસ્થા એવી રાખવી કે રુમમાં પુરતાં પ્રમાણમાં હવા ઉજાસ રહે. નિયમિત રીતે રુમના બારી દરવાજા દિવસ દરમિયાન ખુલ્લા રાખવા. જેથી રુમમાં કુદરતી પ્રકાશ અને તાજી હવાનો સંચાર થતો રહે.

image source

5. બેડરુમની સજાવટ જેટલી મહત્વની છે તેટલી જ તેની સ્વચ્છતા અને સફાઈ જરુરી છે. નિયમિત આ રુમમાં કચરો અને ગંદકી સાફ કરવી.

6. બેડરુમમાં બેડને દિવાલ સાથે અડાડીને ન રાખો. વાસ્તુ અનુસાર બેડને દિવાલથી દૂર રાખવો જોઈએ.

image source

7. બેડરુમમાં દરવાજાની સામે સુંદર તસવીર કે પેંટિંગ લગાવવી. આ તસવીર એવી હોવી જોઈએ કે જેને જોઈ સુખદ અનુભૂતિ થાય. એવી તસવીરોનો ઉપયોગ ન કરવો જે શોક કે માયૂસી દર્શાવે.

8. બેડરુમમાં ભુલથી પણ જમવું નહીં. ખાસ કરીને બેડ પર બેસીને ક્યારેય ભોજન કરવું નહીં. તેનાથી નકારાત્મક ઊર્જા આકર્ષિત થાય છે.

image source

9. માત્ર સુવા માટે જ બેડરુમમાં જાઓ તેમ પણ ન કરવું. બેડરુમનો ઉપયોગ સંગીત સાંભળવા, મન ગમતી પ્રવૃતિ કરવા માટે પણ કરવો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ