હોટલ કરતા પણ મોંઘી છે આ જેલ, કેદીઓને મળે છે આવી અનેક પ્રકારની અવનવી ફેસિલિટી

ભારતમાં આવેલી મોટાભાગની જેલ કેદીઓને મળવાપાત્ર મૂળભૂત સુવિધાઓથી વંચિત છે. તેનું એક કારણ કેદીઓની સંખ્યા છે.

કેદીઓની સંખ્યા વધારે અને જેલોની ઓછી. પરિણામે જેલોમાં ક્ષમતા કરતા વધુ કેદીઓને સમાવવા પડે છે.

ફક્ત ભારતમાં જ આવું છે એવુંય નથી વિશ્વમાં અનેક ગરીબ દેશોમાં આવેલી જેલ ભારતની જેલ કરતા પણ બદતર હાલત ધરાવે છે.

તો ક્યાંક એવી આધુનિક જેલ પણ છે જે ઘર કરતા પણ વધુ સુખ સુવિધા ધરાવે છે. આવી જ એક જેલ ક્યુબામાં આવેલી છે.

image source

ક્યુબામાં આવેલી આ જેલનું નામ ” ગવાંતાનમો બે જેલ ” આ જેલનું નામ ગવાંતાનમો શબ્દ પરથી રાખવામાં આવ્યો છે કારણ કે આ જેલ જે ખાડી પાસે આવેલી છે તેનું નામ પણ ગવાંતાનમો છે.

અમેરિકન અખબાર ન્યુયોર્ક ટાઈમ્સના એક અહેવાલ મુજબ આ જેલમાં હાલ 40 કેદીઓને રાખવામાં આવ્યા છે અને તે હિસાબ પ્રમાણે પ્રત્યેક કેદી પાછળ વર્ષે 93 કરોડનો તોતિંગ ખર્ચ કરવામાં આવે છે.

image source

એટલું જ નહીં પરંતુ આ કેદીઓની સુરક્ષા અને રખેવાળી કરવા 1800 જેટલા સૈનિકો પણ નિયુક્ત છે અને તે સૈનિકોનો પગાર વગેરે પાછળ 3900 કરોડ રૂપિયા ખર્ચ થાય છે. તમને થશે કે આ કેદીઓ પાછળ વળી આટલો બધો ખર્ચ કરવાની શી જરૂર?

પરંતુ તેની પાછળનું કારણ એવું છે કે આ જેલમાં અનેક વિશ્વ સ્તરે ખૂંખાર ગુન્હેગાર તરીકે નામ કાઢી ગયેલા કેદીઓને રાખવામાં આવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે 9/11 ના હુમલામાં સંડોવાયેલા આરોપીઓને પણ અહીં છે.

image source

આ જેલ ત્રણ મકાનમાં બનેલી છે જેમાં બે સિક્રેટ મથક જ્યારે ત્રણ હોસ્પિટલ છે. એ ઉપરાંત અહીં વકીલો માટે એક અલગ કમ્પાઉન્ડ પણ છે જ્યાં વકીલો કેદીઓ સાથે સંવાદ કરી શકે.

આટલું ઓછું હોય તેમ અહીં સ્ટાફ કેદીઓ માટે ચર્ચ અને સિનેમા જ્યારે અન્ય કેદીઓ માટે જીમ અને પ્લે સ્ટેશનની પણ સુવિધા છે.

image source

આ આધુનિક જેલ હાલમાં જે સ્થળે છે ત્યાં પહેલા અમેરિકાનું નેવી બેસ હતું પછી તેને જેલમાં રૂપાંતરિત કરી દેવામાં આવી હતી.

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ જ્યોર્જ બુશે અહીં એક સિક્રેટ કમ્પાઉન્ડ પણ બનાવડાવ્યું હતું જ્યાં ખૂંખાર કેદીઓને રાખવામાં આવતા હતા. આ કમ્પાઉન્ડને કેમ્પ એક્સ રે નામ પણ આપવામાં આવ્યું હતું.

image source

આટલું વાંચ્યા પછી તમને સમજાય જ ગયું હશે કે આ જેલને દુનિયાની સૌથી મોંઘી અને સુવિધાજનક જેલ કેમ કહેવામા આવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ