બીગ બીએ ‘સેલ્ફીનુ’ કર્યુ જબરજસ્ત ટ્રાન્સલેશન, વાંચીને મજા ઉઠાવો તમે પણ

અમિતાભ બચ્ચને સેલ્ફી શબ્દનું ખૂબ મજેદાર હિંદી ટ્રાન્સલેશન જણાવ્યું. ઉપરાંત ઉદાહરણ માટે પોતાની ફોટો પણ શેર કરી છે.

image source

બોલીવુડના સુપરસ્ટાર અમિતાભ બચ્ચન મોટાભાગે સોશિયલ મીડિયા પર પોતાની પોસ્ટ શેર કરતા રહે છે. અમિતાભ બચ્ચન પોતાના ટ્વીટર હેન્ડલ પર શાયરીઓથી લઈને કવિતાઓ સુધી અને ફની જોક્સ પણ શેર કરે છે.

એકવાર ફરીથી અમિતાભ બચ્ચન પોતાની નવી પોસ્ટના કારણે ચર્ચામાં છે. આ વખતે અમિતાભ બચ્ચને અંગ્રેજી શબ્દ સેલ્ફીનું મજેદાર હિંદીમાં ટ્રાન્સલેશન કરીને જણાવ્યું છે.

image source

અમિતાભ બચ્ચન સેલ્ફી શબ્દનું હિંદી ટ્રાન્સલેશન જણાવતા લખે છે કે “વ્યક્તિગત દુરભાષિત યંત્ર થી હસ્ત ઉત્પાદિત સ્વ ચિત્ર… વ દ ય સ હ ઉ સ ચ…વદય સહ ઉસચ”.

આ સાથે જ ઉદાહરણ તરીકે અમિતાભ બચ્ચને પોતાની એક બ્લેક એન્ડ વ્હાઇટ ફોટો પણ શેર કરી છે. આ ફોટોમાં તેઓ હસતા જોવા મળી રહ્યા છે.

અમિતાભ બચ્ચનના આ ટ્વિટને પણ ખૂબ પસંદ કરવામાં આવી રહ્યું છે.

અમિતાભ બચ્ચન દ્વારા જણાવવામાં આવેલ આ સેલ્ફી શબ્દનું હિંદી ટ્રાન્સલેશન ખૂબ મજેદાર છે. આ ત્રણ શબ્દનો જવાબ સાંભળીને આપ પણ એકવારમાં આ શબ્દોનો અર્થ સમજી શક્યા નહી હોવ.

જો કે સેલ્ફી શબ્દનું હિંદી ટ્રાન્સલેશન ભલે જ ‘વદય સહ ઉસચ’ છે પરંતુ તેને સેલ્ફી કહેવું વધારે સરળ રહે છે.

image source

ફાળકે એવોર્ડ થી સમ્માનિત થયા અમિતાભ બચ્ચન.

જણાવી દઈએ કે અમિતાભ બચ્ચન બીમાર હોવાના કારણે રાષ્ટ્રીય પુરસ્કાર સમારોહમાં જઈ શક્યા નથી. ડોકટરની ખાસ સૂચના હતી કે તેઓ હમણાં કોઈ ટ્રાવેલિંગ કરી શકશે નહીં. ઉપરાંત આ સમારોહ પછી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતાઓ માટે એક ટી પાર્ટીનું આયોજન કરાયું હતું.

image source

આ ટી પાર્ટી દરમિયાન અમિતાભ બચ્ચનને દાદા સાહેબ ફાળકે એવોર્ડથી સમ્માનિત કરાયા હતા. આ એવોર્ડ અમિતાભ બચ્ચનને રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદના હસ્તે આપવામાં આવ્યો હતો.

અમિતાભ બચ્ચનને ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું સર્વોચ્ચ સમ્માન મળવાથી તેમને દેશ વિદેશથી શુભકામનાઓનો વરસાદ થયો હતો. આ ખાસ અવસર પર અમિતાભ બચ્ચનની સાથે તેમની પત્ની જયા બચ્ચન અને દીકરો અભિષેક બચ્ચન પણ સાથે હાજર રહ્યા હતા.

image source

અમિતાભ બચ્ચનના કામની વાત કરીએ તો આ વર્ષે તેઓ લગભગ ચાર ફિલ્મોમાં જોવા મળી શકે છે. અમિતાભ બચ્ચન સુજીત સરકારની ગુલાબો સીતાબોમાં નેશનલ એવોર્ડ વિનર આયુષ્યમાન ખુરાના સાથે જોવા મળશે.

આ સિવાય અમિતાભ બચ્ચન અન્ય ફિલ્મો ચહેરે, ઝુંડ, આંખે 2 અને બ્રહ્માસ્ત્રમાં પણ અમિતાભ બચ્ચન જોવા મળી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ